Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

અંધારાનો લાભ લઇ સગીરાને અડપલાં કરનારો નરાધમ ઝડપાયો

બોટાદ (Botad) જિલ્લાના લીંબોડા ગામે કુદરતી હાજતે ગયેલી સગીરાને અંધારાનો લાભ લઈને છરી બતાવી બચકાં ભરી જનારા નરાધમને પોલીસે (Police) ગણતરીના દિવસોમાં પકડી પાડ્યો હતો.સગીરાને અડપલાં કર્યા બોટાદ જીલ્લાના લીંબોડા ગામે કુદરતી હાજતે ગયેલી સગીરાને અંધારામાં એક શખ્સે છરી બતાવીને શારિરીક અડપલાં કર્યા હતા. જો કે સગીરાએ હિંમત બતાવી આ શખ્સનો પ્રતિકાર કરતાં નરાધમ ગભરાયો હતો અને તે કોઇ પાશવી કૃત્à
અંધારાનો લાભ લઇ સગીરાને અડપલાં કરનારો નરાધમ ઝડપાયો
બોટાદ (Botad) જિલ્લાના લીંબોડા ગામે કુદરતી હાજતે ગયેલી સગીરાને અંધારાનો લાભ લઈને છરી બતાવી બચકાં ભરી જનારા નરાધમને પોલીસે (Police) ગણતરીના દિવસોમાં પકડી પાડ્યો હતો.

સગીરાને અડપલાં કર્યા 
બોટાદ જીલ્લાના લીંબોડા ગામે કુદરતી હાજતે ગયેલી સગીરાને અંધારામાં એક શખ્સે છરી બતાવીને શારિરીક અડપલાં કર્યા હતા. જો કે સગીરાએ હિંમત બતાવી આ શખ્સનો પ્રતિકાર કરતાં નરાધમ ગભરાયો હતો અને તે કોઇ પાશવી કૃત્ય કરે તે પહેલા તે ભાગી છુટ્યો હતો. આ શખ્સે સગીરાને બચકાં ભર્યા હતા અને અડપલાં કર્યા હતા. 

પોલીસે આરોપીને ઝડપી લીધો
નરેશ સોલંકી નામના આ નરાધમે બોટાદ જીલાના લીબોંડા ગામે રાત્રીના અંધારાનો લાભ લઈને કુદરતી હાજતે જતી સગીરાનો પીછો કર્યો હતો અને તેની સાથે અપકૃત્ય કરવાનો પ્રયાસ કરી બચકાં ભર્યા હતા જેથી સગીરા લોહીલુહાણ થઇ ગઇ હતી. મામલો પોલીસમાં પહોંચતાં પોલીસ પણ સતર્ક થઇ હતી.
આરોપીને ગુનાની કબુલાત કરી
બોટાદ એલસીબીએ પણ આ મામલે તપાસ શરુ કરી હતી. પોલીસે ગણતરીના દિવસોમાં આરોપી નરેશ સોલંકીને ઝડપી પાડ્યો હતો. નરેશ સોલંકીએ પોલીસ પૂછપરછમાં ગુનાની કબુલાત કરી હતી. પોલીસે સમગ્ર મામલે તપાસ શરુ કરી હતી. 
Advertisement
Tags :
Advertisement

.