ખેડા જિલ્લાનું નડિયાદ શહેર આઝાદી કાળથી પતંગ બનાવવાના વ્યવસાયમાં જાણીતું છે
નડિયાદ શહેરના ગાજીપુરવાડામાં પતંગ બનાવવાના ઘરે-ઘરે કારખાના ગૃહ ઉદ્યોગ ધમધમી રહ્યા છે. નડિયાદમાં પતંગ બનાવવાના કારખાનામાં કમાન કાપવાથી માંડી પેપર સ્ટીકર ચોટાડવા જેવી અલગ અલગ વ્યક્તિઓ કામગીરી કરતા હોય છે. નડિયાદમાં પતંગના વ્યવસાયમા હજારો પરિવારો રોજગારી મેળવી રહ્યા છે.નડિયાદ ગાજીપુરવાડામાં છેલ્લા ઘણાં વર્ષોથી પતંગ બનાવવાનો ગૃહ ઉદ્યોગ ધમધમી રહ્યો છે. પતંગ બનાવવામાં મોટાભાà
નડિયાદ શહેરના ગાજીપુરવાડામાં પતંગ બનાવવાના ઘરે-ઘરે કારખાના ગૃહ ઉદ્યોગ ધમધમી રહ્યા છે. નડિયાદમાં પતંગ બનાવવાના કારખાનામાં કમાન કાપવાથી માંડી પેપર સ્ટીકર ચોટાડવા જેવી અલગ અલગ વ્યક્તિઓ કામગીરી કરતા હોય છે. નડિયાદમાં પતંગના વ્યવસાયમા હજારો પરિવારો રોજગારી મેળવી રહ્યા છે.
નડિયાદ ગાજીપુરવાડામાં છેલ્લા ઘણાં વર્ષોથી પતંગ બનાવવાનો ગૃહ ઉદ્યોગ ધમધમી રહ્યો છે. પતંગ બનાવવામાં મોટાભાગે પરિવારના સભ્યો કામગીરીમાં જોત રાયેલા જોવા મળે છે. પતંગ બનાવવાની કામગીરી ઉતરાયણ બાદ થોડા દિવસ માટે બંધ રહે છે. બાદમાં આખું વર્ષ પતંગ બનાવવાની કામગીરી ચાલુ રહેતી હોય છે. પતંગ બનાવવાના ઢઢ્ઢા કમાન કલકત્તાથી મંગાવવામાં આવે છે. જ્યારે પતંગ બનાવવાના કાગળ દિલ્હી, કલકત્તા જેવા શહેરોમાંથી ખરીદી કરવામાં આવે છે. પતંગ બનાવવાની મજૂરી નંગ પર આપવામાં આવે છે.
જેથી પતંગ બનાવવાના વ્યવસાય પર તેની માઠી અસર જોવા મળી રહી છે. ઉતરાયણના પર્વ થોડા દિવસો બાકી રહ્યો છે. ચૂંટણીના કારણે પતંગ બનાવવાના વ્યવસાયમાં તેમજ ખરીદીમાં બ્રેક લાગી ગઈ હતી. હાલ ખેડા જિલ્લામાં વેપારીઓ સહિત સમગ્ર રાજ્યમાંથી વેપારીઓ નડિયાદમાંથી પતંગની ખરીદી કરવાનું પસંદ કરે છે. પતંગોમાં જુદા જુદા રંગ ડીઝાઈનો હોય છે. ફરાચીલ, સફેદ ચીલ, રંગીન પતાચીલ, કાટદાર, પ્લાસ્ટિક જેવી વિવિધ પ્રકારની પતંગો ની ભારે માંગ રહે છે. આમ નડિયાદ શહેરના બજારમાં પતંગોની ધમધમાટ શરૂ થયો છે.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Advertisement