નડિયાદના શહીદ BSF જવાન અને તેના પરિવારને ન્યાય અપાવાશે: BSF
વનીપુરાના યુવાને BSF જવાનની પુત્રીનો વિડીયો બનાવી વાયરલ કર્યો હતો7 વ્યક્તિ BSF જવાન પર ધારીયા અને લાકડી લઈ તૂટી પડ્યા હતા શહીદ BSF જવાન અને તેના પરિવારને ન્યાય અપાવાશે: BSFઈન્સ્પેક્ટર જનરલ BSF ગુજરાતે પોલીસના વરિષ્ઠ અધિકારીઓનો સંપર્ક કર્યો નડિયાદ (Nadiyad) તાલુકાના ચકલાસી ગામમાં BSF જવાનની હત્યા (Murder) કરવાના ચોંકાવનારા બનાવમાં ઈન્સ્પેક્ટર જનરલ BSF ગુજરાત રવિ ગાંધીએ ગુજરાત પોલીસના વરિષ્ઠ અધિકà
Advertisement
- વનીપુરાના યુવાને BSF જવાનની પુત્રીનો વિડીયો બનાવી વાયરલ કર્યો હતો
- 7 વ્યક્તિ BSF જવાન પર ધારીયા અને લાકડી લઈ તૂટી પડ્યા હતા
- શહીદ BSF જવાન અને તેના પરિવારને ન્યાય અપાવાશે: BSF
- ઈન્સ્પેક્ટર જનરલ BSF ગુજરાતે પોલીસના વરિષ્ઠ અધિકારીઓનો સંપર્ક કર્યો
નડિયાદ (Nadiyad) તાલુકાના ચકલાસી ગામમાં BSF જવાનની હત્યા (Murder) કરવાના ચોંકાવનારા બનાવમાં ઈન્સ્પેક્ટર જનરલ BSF ગુજરાત રવિ ગાંધીએ ગુજરાત પોલીસના વરિષ્ઠ અધિકારીઓનો સંપર્ક કરી આ મામલાની તપાસમાં વહેલી તકે સહકાર માંગ્યો હતો. મામલામાં પોલીસે (Police) 7 વ્યક્તિની ધરપકડ કરી છે ત્યારે ઈન્સ્પેક્ટર જનરલ BSF ગુજરાતે શહીદ BSF જવાન અને તેના પરિવારને ન્યાય અપાવવા માટે BSF સંપૂર્ણ પ્રતિબદ્ધ છે તેમ જણાવ્યું છે.
પુત્રીનો વિડીયો બનાવી વાયરલ કરતાં BSF જવાન ઠપકો આપવા ગયા હતા
નડિયાદના ચકલાસી નજીક વનીપુરાના યુવાને BSF જવાનની પુત્રીનો વિડીયો બનાવી વાયરલ કરતાં BSF જવાન આ યુવાનને ઠપકો આપવા ગયા હતા અને ત્યારે 7 વ્યક્તિ BSF જવાન પર ધારીયા અને લાકડી લઈ તૂટી પડ્યા હતા. ઘટના બાદ ગંભીર રીતે ઘાયલ થયેલા BSF જવાનનું મોત નિપજ્યું હતું. આ બનાવ સંદર્ભે ચકલાસી પોલીસમાં ફરિયાદ નોંધાઈ હતી.
BSF જવાનનો પુત્ર પણ ગંભીર રીતે ઘાયલ થયો
આ બનાવમાં 7 લોકોએ એકઠા થઈ BSF જવાન અને તેમની પત્ની તથા દિકરા પર ઘાતક હથિયારો વડે હુમલો કર્યો હતો. જેમાં BSF જવાનનો પુત્ર પણ ગંભીર રીતે ઘાયલ થયો છે. હાલમાં ચકલાસી પોલીસે ફરિયાદના આધારે હત્યાનો ગુનો નોંધી 7 લોકોને ઝઢપી પાડ્યા હતા. મળતી માહિતી પ્રમાણે મૃતક જવાન છેલ્લા 28 વર્ષ બીએસએફમાં નોકરી કરતા હતા. BSF જવાનો દ્વારા મૃતક BSF જવાન મેલાજી ભાઈ ડાયાભાઈ વાઘેલાને ગાર્ડ ઓફ ઑનર આપવામાં આવ્યુ હતું.
ઈન્સ્પેક્ટર જનરલ BSF ગુજરાત રવિ ગાંધીએ શું કહ્યું
દરમિયાન, ઈન્સ્પેક્ટર જનરલ BSF ગુજરાત રવિ ગાંધીએ અખબારી નિવેદનમાં કહ્યું હતું કે ગત 25 ડિસેમ્બરે ફ્રન્ટીયર HQ BSF ગુજરાતને દુર્ભાગ્યપૂર્ણ ઘટના વિશે માહિતી મળી હતી કે 56મી બટાલિયન BSFના હેડ કોન્સ્ટેબલ મેલાજીભાઈ કે જેઓ તેમના વતન સૂર્યનગર, ખેડા જિલ્લા ગુજરાત ખાતે રજા પર હતા ત્યારે તેમની હત્યા કરવામાં આવી હતી.
ગુજરાત પોલીસ અને પરિવારના સભ્યોનો તાત્કાલિક સંપર્ક કરાયો
તેમણે કહ્યું કે ઘટનાની હકીકત જાણવા માટે ગુજરાત પોલીસ અને પરિવારના સભ્યોનો તાત્કાલિક સંપર્ક કરવામાં આવ્યો હતો. ઈન્સ્પેક્ટર જનરલ BSF ગુજરાતે ગુજરાત પોલીસના વરિષ્ઠ અધિકારીઓનો સંપર્ક કર્યો અને આ મામલાની તપાસમાં વહેલી તકે સહકાર માંગ્યો. રાજ્ય પોલીસે ઝડપી કાર્યવાહી કરતાં આ કેસમાં અત્યાર સુધીમાં સાત આરોપીઓની ધરપકડ કરી છે. BSF અને રાજ્ય પોલીસ સાથે મળીને કામ કરી રહી છે અને હકીકતો બહાર લાવવા અને શહીદ BSF જવાન અને તેના પરિવારને ન્યાય અપાવવા માટે સંપૂર્ણ પ્રતિબદ્ધ છે.
પરિવારને ન્યાય અપાવાશે
તેમણે વધુમાં કહ્યું કે BSF મૃતક જવાનના પરિવારના સભ્યો સાથે સતત સંપર્કમાં છે અને તેમને તાત્કાલિક આર્થિક સહાય અને યોગ્ય તબીબી સારવાર સહિત તમામ સહાય પૂરી પાડી રહી છે. બીએસએફ મૃતક જવાનના પરિવારને શક્ય તમામ સહયોગ સુનિશ્ચિત કરવા માટે સંપૂર્ણપણે પ્રતિબદ્ધ છે.
આ પણ વાંચો--નડિયાદમાં 7 લોકોએ ભેગા મળી BSF જવાનની કરી કરપીણ હત્યા, સેનાના જવાનોએ ગાર્ડ ઓફ ઓનર સાથે આપી અંતિમ વિદાઈ
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.