Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

ભુજ તાલુકામાં મહિલાની મળી આવેલી લાશમાં હત્યાની આશંકા

ડિસેમ્બર ૨૦૨૨ના  સપ્તાહમાં ભુજના જ્યુબિલી સર્કલ પાસેથી ભેદી સંજોગોમાં ગુમ થઈ ગયેલી નખત્રાણાના સુખપર (રોહા)ની ૨૨ વર્ષિય યુવતીનો ભુજની ભાગોળે બાવળની ઝાડીમાંથી મૃતદેહ મળી આવ્યો છેમરણ જનાર મહિલા ૨૬-૧૨-૨૦૨૨ના  માધાપરમાં ગંગેશ્વર રોડ પર આવેલી વાડીમાં માસાના ઘેર આંટો મારવા આવી હતી સાંજે માસા તેને નખત્રાણા જતા વાહનમાં બેસાડવા પરત ભુજ જ્યુબિલી સર્કલે લઈ આવ્યા ત્યારે ભેદી સંજોગોમાં
ભુજ તાલુકામાં મહિલાની મળી આવેલી લાશમાં હત્યાની આશંકા
Advertisement
ડિસેમ્બર ૨૦૨૨ના  સપ્તાહમાં ભુજના જ્યુબિલી સર્કલ પાસેથી ભેદી સંજોગોમાં ગુમ થઈ ગયેલી નખત્રાણાના સુખપર (રોહા)ની ૨૨ વર્ષિય યુવતીનો ભુજની ભાગોળે બાવળની ઝાડીમાંથી મૃતદેહ મળી આવ્યો છેમરણ જનાર મહિલા ૨૬-૧૨-૨૦૨૨ના  માધાપરમાં ગંગેશ્વર રોડ પર આવેલી વાડીમાં માસાના ઘેર આંટો મારવા આવી હતી સાંજે માસા તેને નખત્રાણા જતા વાહનમાં બેસાડવા પરત ભુજ જ્યુબિલી સર્કલે લઈ આવ્યા ત્યારે ભેદી સંજોગોમાં તે ગુમ થઇ હતી
તકના પિતાએ દીકરીનું મૃત્યુ કેવા સંજોગોમાં અને કયા કારણોસર થયું છે
જે અંગે માસાએ પોલીસ મથકમાં ગુમ નોંધ લખાવી હતી  ત્યારથી મહિલાનો કોઈ અતોપત્તો ન હતો. દરમિયાન, સવારે સાડા નવના અરસામાં ભુજ-મુંદરા રોડ પર લક્કીવાળી ચાડીપાસે બાવળોની ઝાડીથી આચ્છાદિત ટેકરા પરથી વિકૃત મૃતદેહ મળી આવ્યો હતો. મૃતકના પિતાએ દીકરીનું મૃત્યુ કેવા સંજોગોમાં અને કયા કારણોસર થયું છે તે અંગે તેનું પોસ્ટમોર્ટમ કરી તપાસ કરવા ભુજ એ ડિવિઝન પોલીસને જાણ કરી છે.
પેઈન્ટીંગ કરીને પેટિયું રળતાં જગદીશનો 13  દિવસ બાદ જામીન પર છૂટકારો થયો 
મરણ જના૨એ ઓક્ટોબર માસમાં નખત્રાણા પોલીસ મથકે ભુજના ભારાસર ગામના ૨૩ વર્ષિય યુવક જગદીશ ધનજીભાઈ કોલી વિરુધ્ધ દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદ નોંધાઈ તેના ત્રણ માસ અગાઉ જગદીશના લગ્ન લેવાયાં હતા. પેઈન્ટીંગ કરીને પેટિયું રળતાં જગદીશનો ૧૩ દિવસ બાદ જામીન પર છૂટકારો થયો હતો. ત્યારબાદ જગદીશ અને મહિલા વચ્ચે ફરી ફોન ૫૨ વાર્તાલાપ શરૂ થયો હતો. મહિલાએ જગદીશને સમાધાનના નામે માધાપરમાં તેના માસની વાડીએ મળવા બોલાવ્યો હતો. બે જણ વાડી પાછળ આવેલી બીજી વાડીમાં સળંગ બે દિવસ મળ્યા હતા ત્યારબાદ ભેદી સંજોગોમાં જગદીશ ત્રણ દિવસ બાદ ભુજની ભાગોળે હરીપરની વાડીમાંથી બેહોશ મળી આવ્યો હતો. તેના શરીરે ઠેર ઠેર ઈજા થયેલી હતી. બનાવ અંગે જગદીશે મહિલા વિરુધ્ધ સમાધાનના નામે બોલાવી, ભેદી દ્રવ્યવાળું પાણી પીવડાવી માર મારી શરીરે ઈજા પહોંચાડી હોવાની માધાપર પોલીસ મથકે ૦૨-૦૧-૨૦૨૩ના રોજ ફરિયાદ નોંધાવી હતી.
પોલીસની શંકાની સોય માસા અરવિંદ કોલી પર તકાઈ હતી.
યુવતી ગુમ થવા પાછળ અને જગદીશને બેહોશ કરી માર મારી ફેંકી દેવાની ઘટનામાં માધાપર પોલીસની શંકાની સોય માસા અરવિંદ કોલી પર તકાઈ હતી. પોલીસની પૂછતાછ અને અન્ય સગાઓના ટોર્ચરથી કંટાળીને અરવિંદે ૦૩-૦૧-૨૦૨૩ના રોજ વાડીમાં ઝેરી દવા પી લીધી હતી. જો કે, ખાનગી હોસ્પિટલમાં સઘન સારવાર બાદ તે બચી ગયો હતો.મહિલા  ગુમ થયાં બાદ અત્યારસુધી ક્યાં હતી? મહિલાએ જગદીશને ખરેખર ભેદી દ્રવ્યવાળું પાણી પીવડાવી બેહોશ કરીને શહેરની બીજી ભાગોળે ફેંકી દીધો હતો કે કેમ તે અંગે રહસ્ય છે મહિલાએ આપઘાત કર્યો કે હત્યા? તે સહિતના મુદ્દે પોલીસે  તપાસ હાથ ધરી છે. આ બાબતે પી.આઈ. સોલંકીનો સંપર્ક સાધતા તપાસ ચાલી રહી છે તેમજ પરિવારજનોના નિવેદનો લેવાઈ રહ્યા હોવાનું જણાવ્યું હતું
આપણ  વાંચો-
Tags :
Advertisement

.

×