Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

ઉપલેટાને રખડતા પશુઓથી મુક્ત કરવા નગરપાલિકાની ઝુંબેશ

ઉપલેટા શહેરમાં માથાના દુખાવા સામાન રખડતા પશુઓના ત્રાસથી શહેરના લોકો થાકી ગયા છે. આ વિકરાળ પરિસ્થિતિનો કોઈ નિકાલ આવે તેવુ નહોતું લાગી રહ્યું. એવામાં  ઉપલેટા શહેરની આ કાયમી સમસ્યાના નિરાકરણ માટે ઉપલેટા નગરપાલિકા અને વડચોક ગૌ સેવા સમાજ દ્વારા વર્ષ 2019 માં નગરપાલિકા પ્રમુખ દાનાભાઈ ચન્દ્રવાડિયાના પ્રયત્નથી એનિમલ શેડમાં શહેરમાં રખડતા ઢોરના નીભાવનું આયોજન કરવામાં આવ્યું છે.ઉપલેટàª
03:10 AM May 09, 2022 IST | Vipul Pandya
ઉપલેટા શહેરમાં માથાના દુખાવા સામાન રખડતા પશુઓના ત્રાસથી શહેરના લોકો થાકી ગયા છે. આ વિકરાળ પરિસ્થિતિનો કોઈ નિકાલ આવે તેવુ નહોતું લાગી રહ્યું. એવામાં  ઉપલેટા શહેરની આ કાયમી સમસ્યાના નિરાકરણ માટે ઉપલેટા નગરપાલિકા અને વડચોક ગૌ સેવા સમાજ દ્વારા વર્ષ 2019 માં નગરપાલિકા પ્રમુખ દાનાભાઈ ચન્દ્રવાડિયાના પ્રયત્નથી એનિમલ શેડમાં શહેરમાં રખડતા ઢોરના નીભાવનું આયોજન કરવામાં આવ્યું છે.

ઉપલેટામાં રખડતા ઢોરના ત્રાસમાંથી શહેરના લોકોને કાયમી ધોરણે મુક્તિ મળે તે માટેનું આયોજન નગરપાલિકા અને વડચોક ગૌ સેવા સમાજે કર્યું છે. શહેરના વિવિધ વિસ્તારોમાં રખડતા પશુઓનો ભય રહેતો હોઈ જેથી, તેનું નિરાકારણ લાવી આવા રખડતા પશુઓને શોધી શોધીને પકડી અને નગરપાલિકાની ગૌશાળામાં આ પશુને નિભાવવામાં આવી રહ્યા છે. આશરે 600 જેટલા ગાય અને નંદીને પકડી આ એનિમલ હેસ્ટેલમાં લાવવામાં આવી રહ્યા છે. તેમજ હવે ઉપલેટા નગરજનોને પણ આશા બંધાઇ છે કે, રખડતા પશુઓના ત્રાસ અને ડરથી મુક્તિ મળશે. 
Tags :
AnimalGujaratGujaratFirstMunicipalcampaignstrayanimalsUpleta
Next Article