Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

મુલાયમ સિંહ યાદવની તબિયત બગડી, મેદાંતા હોસ્પિટલમાં દાખલ

સમાજવાદી પાર્ટીના વડા અને પૂર્વ મુખ્યમંત્રી મુલાયમ સિંહ યાદવની તબિયત ફરી એકવાર બગડી છે. 82 વર્ષીય મુલાયમ સિંહને ગુરુગ્રામની મેદાંતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. મળતી માહિતી મુજબ, મુલાયમ સિંહ રૂટીન ચેકઅપ માટે મેદાંતા હોસ્પિટલમાં ગયા હતા, જ્યાં તેમની તબિયત અચાનક બગડી હતી. જે બાદ તેને હોસ્પિટલમાં જ દાખલ કરવામાં આવ્યા હતા. આવતીકાલે અખિલેશ યાદવ મુલાયમ સિંહને મળવા ગુરુગ્રામનà
મુલાયમ સિંહ યાદવની તબિયત બગડી  મેદાંતા હોસ્પિટલમાં દાખલ
સમાજવાદી પાર્ટીના વડા અને પૂર્વ મુખ્યમંત્રી મુલાયમ સિંહ યાદવની તબિયત ફરી એકવાર બગડી છે. 82 વર્ષીય મુલાયમ સિંહને ગુરુગ્રામની મેદાંતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. મળતી માહિતી મુજબ, મુલાયમ સિંહ રૂટીન ચેકઅપ માટે મેદાંતા હોસ્પિટલમાં ગયા હતા, જ્યાં તેમની તબિયત અચાનક બગડી હતી. જે બાદ તેને હોસ્પિટલમાં જ દાખલ કરવામાં આવ્યા હતા. આવતીકાલે અખિલેશ યાદવ મુલાયમ સિંહને મળવા ગુરુગ્રામની મેદાંતા હોસ્પિટલમાં જઈ શકે છે.
ગયા વર્ષે 1 જુલાઈના રોજ પણ યુપીના પૂર્વ સીએમ મુલાયમ સિંહની તબિયત બગડી હતી. ત્યારે પણ તેને મેદાંતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. મુલાયમ સિંહની તબિયત લથડતા તેમને હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા. ડોક્ટરોની સલાહ બાદ તેને દાખલ કરવામાં આવ્યો હતો. આ પહેલા મુલાયમ સિંહ યાદવને યુરિનરી ટ્રેક્ટ ઈન્ફેક્શનના કારણે લખનૌની મેદાંતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ઘણા દિવસો સુધી ત્યાં સારવાર ચાલી. જે બાદ તેને ત્યાંથી રજા આપવામાં આવી હતી. સપા પ્રમુખ અખિલેશ યાદવ અને તેમની પત્ની ડિમ્પલ હોસ્પિટલ ગયા અને મુલાયમ સિંહ યાદવની હાલત જોઈ. જુલાઈમાં પણ મુલાયમ સિંહ યાદવને મેદાન્તામાં દાખલ કરવામાં આવ્યા હતા. તે સમયે તેને આંતરડામાં તકલીફ હતી, જો કે સારવાર બાદ તેને રાહત મળી અને તેને ઘરે મોકલી દેવામાં આવ્યો. મુલાયમ સિંહ યાદવને ઘણીવાર સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓનો સામનો કરવો પડે છે.
Advertisement
Tags :
Advertisement

.