Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

મુકેશ અંબાણીએ Reliance Jioમાંથી આપ્યું રાજીનામું, જુઓ હવે કોણ સંભાળશે..

મુકેશ અંબાણીની કંપની રિલાયન્સ જિયો ઈન્ફોટેક લિમિટેડમાં મેનેજમેન્ટ સ્તરે મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. માર્કેટ રેગ્યુલેટરી સેબીને આપવામાં આવેલી માહિતીમાં રિલાયન્સ જિયોએ જણાવ્યું કે બોર્ડની બેઠક 27 જૂન 2022ના રોજ મળી હતી. બેઠકમાં રિલાયન્સ જિયોના બોર્ડે બોર્ડના અધ્યક્ષ તરીકે આકાશ અંબાણીની નિમણૂકને મંજૂરી આપી દીધી છે. મુકેશ અંબાણીએ 27 જૂનથી કંપનીના ડિરેક્ટર પદેથી રાજીનામું આપી દà
મુકેશ અંબાણીએ reliance jioમાંથી આપ્યું રાજીનામું  જુઓ હવે કોણ સંભાળશે
મુકેશ અંબાણીની કંપની રિલાયન્સ જિયો ઈન્ફોટેક લિમિટેડમાં મેનેજમેન્ટ સ્તરે મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. માર્કેટ રેગ્યુલેટરી સેબીને આપવામાં આવેલી માહિતીમાં રિલાયન્સ જિયોએ જણાવ્યું કે બોર્ડની બેઠક 27 જૂન 2022ના રોજ મળી હતી. બેઠકમાં રિલાયન્સ જિયોના બોર્ડે બોર્ડના અધ્યક્ષ તરીકે આકાશ અંબાણીની નિમણૂકને મંજૂરી આપી દીધી છે. મુકેશ અંબાણીએ 27 જૂનથી કંપનીના ડિરેક્ટર પદેથી રાજીનામું આપી દીધું છે.
Advertisement


પંકજ મોહન મેનેજિંગ ડિરેક્ટર હશે
પંકજ મોહન પવાર 27 જૂનથી કંપનીના મેનેજિંગ ડિરેક્ટર તરીકે કાર્યભાર સંભાળશે. પંકજ મોહન આગામી પાંચ વર્ષ માટે મેનેજિંગ ડિરેક્ટર તરીકે ચાલુ રહેશે. રામિન્દર સિંહ ગુજરાલ અને કે.વી. ચૌધરીની કંપનીના એડિશનલ ડિરેક્ટર તરીકે નિમણૂક કરવામાં આવી છે. સેબીને આપવામાં આવેલી માહિતી અનુસાર મુકેશ ડી. અંબાણીએ 27 જૂન, 2022થી પ્રભાવી કંપનીના ડિરેક્ટર પદેથી રાજીનામું આપી દીધું છે. કંપનીના બોર્ડ ઓફ ડિરેક્ટર્સના ચેરમેન તરીકે આકાશ એમ. અંબાણીની નિમણૂકને નોન-એક્ઝિક્યુટિવ ડિરેક્ટર તરીકે મંજૂરી આપવામાં આવી છે.
રિલાયન્સના શેરમાં વધારો
તમને જણાવી દઈએ કે રિલાયન્સ જિયો મુકેશ અંબાણીની ટેલિકોમ કંપની છે. Jio Platforms એ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ (RIL) ની સંપૂર્ણ માલિકીની કંપની છે. કંપનીની સ્થાપના વર્ષ 2019 માં કરવામાં આવી હતી. રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝનો શેર આજે BSE પર રૂ. 2,529.00 પર બંધ થયો હતો, જે ગઈકાલના બંધ ભાવ કરતાં 1.49 ટકા વધુ છે. શેર NSE પર 1.50% વધીને ₹2530.00 પર બંધ થયો.
Tags :
Advertisement

.