Mudda Ni Vaat: ચાલુ સભામાં મંત્રીએ અધિકારીને તતડાવ્યા
કેંદ્રીય મંત્રી દેવુસિંહ ચૌહાણે મંચ પરથી જ અધિકારીઓનો ઉધડો લઈ લીધો હતો. કારણ હતું એક મહિલાને એક મહિનાથી આવકનો દાખલો ન આપવો. મંત્રી દેવુસિંહ ચૌહાણ આજે નર્મદાના નાંદોદ તાલુકાના જિઓરપાટી ગામે પહોંચ્યા હતા. અહીં એક મહિલાએ રજૂઆત કરી કે ગામના...
કેંદ્રીય મંત્રી દેવુસિંહ ચૌહાણે મંચ પરથી જ અધિકારીઓનો ઉધડો લઈ લીધો હતો. કારણ હતું એક મહિલાને એક મહિનાથી આવકનો દાખલો ન આપવો. મંત્રી દેવુસિંહ ચૌહાણ આજે નર્મદાના નાંદોદ તાલુકાના જિઓરપાટી ગામે પહોંચ્યા હતા. અહીં એક મહિલાએ રજૂઆત કરી કે ગામના તલાટી એક મહિનાથી આવકનો દાખલો નથી આપી રહ્યા. જેને લઈ કેંદ્રીય મંત્રી દેવુસિંહ ચૌહાણે મંચ પરથી જ તલાટીને તતડાવ્યા હતા. આ સાથે જ કલેક્ટરને કહ્યું, ફોલોઅપ લો છે કે નહીં. ગઈકાલે ટંકારી ગામમાં આયોજિત કાર્યક્રમમાં કલેક્ટર અને DDO હાજર રહ્યા ન હતા. જેને લઈ દેવુસિંહ ચૌહાણે ટકોર કરતાં આજે બંને અધિકારી હાજર રહ્યા હતા.
Advertisement