શોએબ અખ્તરના જીવન પર બનશે ફિલ્મ, બાયોપિકમાં જાણો કોણ હશે મુખ્ય ભૂમિકામાં
પાકિસ્તાનના પૂર્વ ફાસ્ટ બોલર શોએબ અખ્તર (Shoaib Akhtar) પર બાયોપિક બનવા જઈ રહી છે. અખ્તરની બાયોપિકનું નામ 'રાવલપિંડી એક્સપ્રેસ' (Rawalpindi Express) રાખવામાં આવ્યું છે કારણ કે સુપ્રસિદ્ધ ફાસ્ટ બોલર વિશ્વભરમાં આ નામથી જ પ્રખ્યાત છે. ત્યારે સૌ કોઇ હવે તે જાણવા માટે આતુર છે કે શોએબનો અભિનય કોઇ કરવાનું છે. મળી રહેલા સમાચાર મુજબ સિંગર-એક્ટર ઉમૈર જસવાલ (Umair Jaswal) શોએબ અખ્તરની બાયોપિકમાં મુખ્ય ભૂમિકા ભજવશે. ઉમરà
પાકિસ્તાનના પૂર્વ ફાસ્ટ બોલર શોએબ અખ્તર (Shoaib Akhtar) પર બાયોપિક બનવા જઈ રહી છે. અખ્તરની બાયોપિકનું નામ 'રાવલપિંડી એક્સપ્રેસ' (Rawalpindi Express) રાખવામાં આવ્યું છે કારણ કે સુપ્રસિદ્ધ ફાસ્ટ બોલર વિશ્વભરમાં આ નામથી જ પ્રખ્યાત છે. ત્યારે સૌ કોઇ હવે તે જાણવા માટે આતુર છે કે શોએબનો અભિનય કોઇ કરવાનું છે. મળી રહેલા સમાચાર મુજબ સિંગર-એક્ટર ઉમૈર જસવાલ (Umair Jaswal) શોએબ અખ્તરની બાયોપિકમાં મુખ્ય ભૂમિકા ભજવશે. ઉમરે તેના ઇન્સ્ટાગ્રામ પર બાયોપિક ફિલ્મનું પોસ્ટર શેર કરતા આ અંગેની માહિતી આપી છે. પોસ્ટરમાં ઉમરને શોએબની જર્સી નંબર 14માં જોઈ શકાય છે.
શોએબની આ બાયોપિકમાં ઉમૈર જસવાલ મુખ્ય પાત્ર
પાકિસ્તાન ક્રિકેટના એક સમયના સૌથી કતરનાક બોલર શોએબ અખ્તર (Shoaib Akhtar)ના જીવન પર એક ફિલ્મ બનવા જઇ રહી છે. પોતાના સમયમાં કોઇપણ ટીમના બેટ્સમેનને પોતાની રફ્તારથી ડરાવતા શોએબની આ બાયોપિકનું નામ 'રાવલપિંડી એક્સપ્રેસ' (Rawalpindi Express) રાખવામાં આવ્યું છે. આ બાયોપિકમાં મુખ્ય પાત્ર પોપ સિંગર અને એક્ટર ઉમૈર જસવાલ (Umair Jaswal) ભજવશે. શોએબ અખ્તર તેની ઝડપી બોલિંગ એક્શન અને ખતરનાક બાઉન્સર માટે કારકિર્દીની શરૂઆતથી જ રાવલપિંડી એક્સપ્રેસ તરીકે ઓળખાય છે. શોએબનું પાત્ર ભજવતા અભિનેતા ઉમૈર જસવાલે તેના ઇન્સ્ટાગ્રામ પર આની જાહેરાત કરી હતી. ભૂતપૂર્વ જમણા હાથના ફાસ્ટ બોલર ક્રિકેટના ઇતિહાસમાં સૌથી ઝડપી બોલનો રેકોર્ડ ધરાવે છે. તેણે 161.3 કિમી પ્રતિ કલાકની ઝડપે બોલિંગ કરી છે.
ક્યારે રિલીઝ થશે ફિલ્મ "રાવલપિંડી એક્સપ્રેસ"
ઉમૈરે ઈન્સ્ટાગ્રામ પર લખ્યું, “રાવલપિંડી એક્સપ્રેસમાં મોટા પડદા પર શોએબ અખ્તરની ભૂમિકા ભજવીને હું સન્માનિત અનુભવ કરી રહ્યો છું. અલ્લાહના આશીર્વાદથી અમે અમારા પ્રયત્નોમાં સફળ થવાના છીએ. અમે તમારા માટે વિશ્વભરમાં માન્યતા પ્રાપ્ત કરવા લાયક તેમના પ્રકારની પ્રથમ બાયોપિક ફિલ્મ લાવવા માટે આતુર છીએ.” આ બાયોપિકમાં શોએબની બાળપણથી લઈને 2002 સુધીની સફર બતાવવામાં આવશે. ફિલ્મનું શૂટિંગ આ વર્ષે ડિસેમ્બરમાં શરૂ થશે. પાકિસ્તાન ઉપરાંત આ ફિલ્મનું શૂટિંગ દુબઈ, ન્યૂઝીલેન્ડ અને ઓસ્ટ્રેલિયામાં પણ થશે. ફિલ્મના અન્ય કલાકારોના નામ ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે. 'રાવલપિંડી એક્સપ્રેસ' આવતા વર્ષે 16 નવેમ્બરે રિલીઝ થશે.
પાકિસ્તાની સ્પોર્ટ્સ પર્સનાલિટી પર પ્રથમ ફિલ્મ
પૂર્વ ફાસ્ટ બોલરે ટ્વીટ કર્યું હતું - આ સુંદર સફરની શરૂઆત. માય સ્ટોરી, માય લાઈફ, માય બાયોપિક, રાવલપિંડી એક્સપ્રેસ – રેસિંગ અગેન્સ્ટ ઓડ્સના લોન્ચની જાહેરાત. તમે એવી સવારીનો આનંદ માણશો જેનો તમે પહેલાં ક્યારેય અનુભવ કર્યો નથી. પાકિસ્તાની રમતવીર વિશેની પ્રથમ વિદેશી ફિલ્મ. તમારો શોએબ અખ્તર.
નોંધપાત્ર વાત એ છે કે, શોએબ અખ્તરે ડિસેમ્બર 1997માં વેસ્ટ ઈન્ડિઝ સામેની ટેસ્ટ મેચથી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પ્રવેશ કર્યો હતો અને તેણે તેની છેલ્લી મેચ 2011માં ન્યૂઝીલેન્ડ સામે રમી હતી. આ દરમિયાન તેણે ટેસ્ટમાં 178 અને વનડેમાં 247 વિકેટ ઝડપી હતી. T20માં તેની 19 વિકેટ પણ છે. શોએબની ગણતરી વિશ્વના સૌથી ઝડપી બોલરોમાં નંબર વન પર થાય છે.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Advertisement