Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

ફૂટબોલ ખેલાડી ક્રિસ્ટિયાનો રોનાલ્ડો પર તૂટી પડ્યો દુઃખનો પહાડ

પોર્ટુગલના સ્ટાર ફૂટબોલ ખેલાડી ક્રિસ્ટિયાનો રોનાલ્ડોના ઘરે ખુશી અને દુ:ખના સમાચાર એક સાથે આવ્યા છે. રિપોર્ટ્સ અનુસાર, રોનાલ્ડોની લાઇફ પાર્ટનર જ્યોર્જિના રોડ્રિગ્ઝે રવિવારે સાંજે જોડિયા બાળકોને જન્મ આપ્યો હતો. તેમાંથી તેમની પુત્રી સ્વસ્થ છે પરંતુ પુત્રએ રવિવારે જ અંતિમ શ્વાસ લીધા હતા. રોનાલ્ડોએ આ સમાચાર ઇન્સ્ટાગ્રામ દ્વારા શેર કર્યા અને દરેકને આ સમયે પરિવારને સંપૂર્ણ ગોપનà
ફૂટબોલ ખેલાડી ક્રિસ્ટિયાનો રોનાલ્ડો પર તૂટી પડ્યો દુઃખનો પહાડ
Advertisement
પોર્ટુગલના સ્ટાર ફૂટબોલ ખેલાડી ક્રિસ્ટિયાનો રોનાલ્ડોના ઘરે ખુશી અને દુ:ખના સમાચાર એક સાથે આવ્યા છે. રિપોર્ટ્સ અનુસાર, રોનાલ્ડોની લાઇફ પાર્ટનર જ્યોર્જિના રોડ્રિગ્ઝે રવિવારે સાંજે જોડિયા બાળકોને જન્મ આપ્યો હતો. તેમાંથી તેમની પુત્રી સ્વસ્થ છે પરંતુ પુત્રએ રવિવારે જ અંતિમ શ્વાસ લીધા હતા. રોનાલ્ડોએ આ સમાચાર ઇન્સ્ટાગ્રામ દ્વારા શેર કર્યા અને દરેકને આ સમયે પરિવારને સંપૂર્ણ ગોપનીયતા આપવાની અપીલ કરી.
ક્રિસ્ટિયાનો રોનાલ્ડોએ સોશિયલ મીડિયા પર લખ્યું છે કે, 'ઘણા દુ:ખ સાથે અમે જણાવીએ છીએ કે અમારા નવજાત પુત્રનું નિધન થયું છે. કોઈપણ માતા-પિતા સહન ન કરી શકે તેવું આ સૌથી મોટું દુ:ખ છે. દીકરીનો જન્મ આપણને શક્તિ આપે છે અને આ દુ:ખ સહન કરવાની શક્તિ આપે છે. અમે તમામ ડોકટરો અને નર્સોનો આભાર માનીએ છીએ જેમણે અમને ટેકો આપ્યો. રોનાલ્ડોએ ચાહકોને તેમની પ્રાઈવસીનું ધ્યાન રાખવાની અપીલ કરી હતી. તેણે કહ્યું કે, 'અમારો પુત્ર અમારો દેવદૂત હતો, અમે તેને હંમેશા પ્રેમ કરીશું.'
તેના ઘણા સાથી ખેલાડીઓ અને જાણીતી હસ્તીઓએ રોનાલ્ડોના દુઃખમાં શોક વ્યક્ત કર્યો છે. ઓલિમ્પિક સુવર્ણ ચંદ્રક વિજેતા દોડવીર ઉસૈન બોલ્ટ, સ્પેનના યુવન્ટિસ ફૂટબોલ સ્ટ્રાઈકર અલવારો મોરાટા, માન્ચેસ્ટર યુનાઈટેડના ખેલાડી એલેક્સ ટેલેસ અને અન્ય ઘણી હસ્તીઓ રોનાલ્ડોના દુઃખમાં જોડાઈ છે. માન્ચેસ્ટર યુનાઈટેડે પણ તેના સત્તાવાર ટ્વિટર હેન્ડલ દ્વારા રોનાલ્ડોને સાંત્વના આપી હતી. ઉલ્લેખનીય છે કે, ક્રિસ્ટિયાનો રોનાલ્ડો અને તેની પાર્ટનર જ્યોર્જિનાએ ઓક્ટોબરમાં જાહેરાત કરી હતી કે તેઓ ટ્વિન્સના પેરેન્ટ્સ બનવાના છે. બંનેએ હોસ્પિટલની એક તસવીર પણ શેર કરી છે. આ બે બાળકોની ડિલિવરી સમયે પુત્રનું મોત નીપજ્યું છે, જ્યારે પુત્રી સુરક્ષિત છે.
મહત્વનું છે કે, જ્યારે ક્રિસ્ટિયાનો રોનાલ્ડો રિયલ મેડ્રિડ માટે રમતો હતો ત્યારે તેની મુલાકાત 2016માં જ્યોર્જીના સાથે ગુચીના એક સ્ટોરમાં થઈ હતી જ્યાં જ્યોર્જીના કામ કરતી હતી. ત્યારથી બંને એકબીજાના સંબંધમાં છે. જોકે, રોનાલ્ડોએ હજુ લગ્ન નથી કર્યા પરંતુ તે 4 બાળકોનો પિતા છે. રોનાલ્ડો 25 વર્ષની ઉંમરે પ્રથમ વખત પિતા બન્યો, વર્ષ 2010માં તેને જૂનિયર રોનાલ્ડો નામનો પુત્ર થયો. આ પછી, તે 2017 માં જોડિયા (1 પુત્ર અને 1 પુત્રી) ના પિતા બન્યા. આ પછી, તેને જ્યોર્જીનાથી એક પુત્રી અલાના માર્ટિના પણ છે.
Tags :
Advertisement

Related News

featured-img
video

Vijay Rupani Funeral : અનંતની સફરે 'કોમનમેન'! ધ્રુસકેને ધ્રુસકે રડ્યું Rajkot

featured-img
video

Vijay Rupani Funeral: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પૂર્વ CM Vijay Rupani ને પાઠવી શ્રદ્ધાંજલિ

featured-img
video

Ahmedabad Plane Crash : અંબાલાલ પટેલે વિમાન દુર્ઘટનાને લઇ આપી ગ્રહદશાની જાણકારી

featured-img
video

Gujarat Monsoon : ગુજરાતમાં ચોમાસાનું ધમાકેદાર આગમન, ભારે વરસાદની શક્યતા

featured-img
video

Gujarat Monsoon 2025 LIVE : ફરી જામ્યુ ચોમાસું, મધ્યમાં ચોમેર પાણી-પાણી ભાવનગર નજીક કોઝ-વે ધોવાયો

featured-img
video

PM મોદીને મળ્યું સાયપ્રસનું સર્વોચ્ચ નાગરિક સન્માન

Trending News

.

×