Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

મોરક્કોનું તૂટ્યું સપનું, ફ્રાન્સે સેમિફાઈનલમાં હરાવી કર્યો ફાઈનલમાં પ્રવેશ, મેસ્સીની ટીમ સામે થશે અંતિમ જંગ

ફિફા વર્લ્ડ કપ (FIFA World Cup)ની બીજી સેમિફાઇનલ મેચમાં ફ્રાન્સ અને મોરોક્કો (France vs Morocco) વચ્ચે રોમાંચક મુકાબલો થયો હતો. આ મેચમાં ફ્રાન્સે જબરદસ્ત રમતનું પ્રદર્શન કરતા મોરોક્કોને 2-0થી હરાવ્યું હતું. પહેલા હાફમાં બંને ટીમોનો સ્કોર 1-0 હતો. પ્રથમ હાફની લીડ જાળવી રાખતા ફ્રાન્સની ટીમે બીજા હાફની 79મી મિનિટે બીજો ગોલ કર્યો હતો. આ સાથે ફ્રાન્સે મોરોક્કોને 2-0થી હરાવ્યું હતું. આ જીત સાથે ફ્રાન્સની ટીમ વર
મોરક્કોનું તૂટ્યું સપનું  ફ્રાન્સે સેમિફાઈનલમાં હરાવી કર્યો ફાઈનલમાં પ્રવેશ  મેસ્સીની ટીમ સામે થશે અંતિમ જંગ
ફિફા વર્લ્ડ કપ (FIFA World Cup)ની બીજી સેમિફાઇનલ મેચમાં ફ્રાન્સ અને મોરોક્કો (France vs Morocco) વચ્ચે રોમાંચક મુકાબલો થયો હતો. આ મેચમાં ફ્રાન્સે જબરદસ્ત રમતનું પ્રદર્શન કરતા મોરોક્કોને 2-0થી હરાવ્યું હતું. પહેલા હાફમાં બંને ટીમોનો સ્કોર 1-0 હતો. પ્રથમ હાફની લીડ જાળવી રાખતા ફ્રાન્સની ટીમે બીજા હાફની 79મી મિનિટે બીજો ગોલ કર્યો હતો. આ સાથે ફ્રાન્સે મોરોક્કોને 2-0થી હરાવ્યું હતું. આ જીત સાથે ફ્રાન્સની ટીમ વર્લ્ડ કપની ફાઇનલમાં પહોંચી ગઈ છે અને હવે ફાઇનલમાં તેનો મુકાબલો આર્જેન્ટિના સામે થશે. 
કતારમાં ચાલી રહેલ ફૂટબોલ વર્લ્ડ કપ 2022 (Football World Cup 2022)હવે તેના અંતિમ તબક્કામાં પહોંચી ગયો છે. લગભગ 25 દિવસ સુધી ચાલી રહેલ 32 ટીમો વચ્ચેના જબરદસ્ત જંગ બાદ હવે બે ફાઇનલિસ્ટ મળી આવ્યા છે. મંગળવારે રાત્રે રમાયેલી પ્રથમ સેમિફાઇનલમાં આર્જેન્ટિનાએ ક્રોએશિયાને 3-0થી હરાવી ફાઇનલમાં જગ્યા બનાવી હતી. બીજી તરફ બુધવારે રાત્રે રમાયેલી બીજી સેમિફાઇનલમાં ડિફેન્ડિંગ ચેમ્પિયન ફ્રાન્સે પ્રથમ વખત અંતિમ-4માં પહોંચેલા મોરોક્કોને 2-0થી હરાવીને સતત બીજી વખત ફાઇનલમાં જગ્યા બનાવી લીધી છે. હવે રવિવારે (18 ડિસેમ્બર) તેનો મુકાબલો કતારના લુસેલ સ્ટેડિયમમાં આર્જેન્ટિના સામે થશે.
Advertisement

ફ્રાન્સનો વર્લ્ડ કપમાં એક રસપ્રદ રેકોર્ડ રહ્યો છે કે જ્યારે પણ તેણે પ્રથમ હાફમાં લીડ લીધી હોય ત્યારે તે ક્યારેય મેચ હાર્યું નથી. ફ્રાન્સે પ્રથમ હાફમાં લીડ લીધા બાદ 25 વખત વર્લ્ડ કપ જીત્યો છે, જ્યારે મેચ માત્ર એક જ વખત ડ્રોમાં સમાપ્ત થઈ છે, પરંતુ ફ્રાન્સ ક્યારેય હાર્યું નથી. રસપ્રદ વાત એ છે કે ફ્રાન્સ સતત બીજી વખત વર્લ્ડ કપની ફાઇનલમાં પહોંચ્યું છે.

આ મેચમાં ફ્રાન્સ તરફથી થિયો હર્નાન્ડીઝ અને રેન્ડલ કોલો મુઆનીએ ગોલ કર્યા હતા. બીજી તરફ મોરોક્કોના સ્ટ્રાઈકર આ મેચમાં એક પણ ગોલ કરી શક્યા નહોતા. બે વખતની ચેમ્પિયન ફ્રાન્સ (1998 અને 2018) પાસે હવે ટાઇટલની હેટ્રિક પુરી કરવાની તક છે. આ સાથે જ ટીમ સતત બીજી વખત ફિફા વર્લ્ડ કપ જીતીને ઈતિહાસ રચી શકે છે. બીજી તરફ આર્જેન્ટિના પણ તેની ત્રીજી વર્લ્ડ કપ ટ્રોફીની લાંબા સમયથી રાહ જોઈ રહ્યું છે. બંને ટીમના સ્ટાર ખેલાડીઓ કૈલિયન એમબાપ્પે અને લિયોનેલ મેસ્સી શાનદાર ફોર્મમાં છે. આવી સ્થિતિમાં 18 ડિસેમ્બરે યોજાનારી ટાઈટલ મેચ રસપ્રદ બની રહી છે. 

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Advertisement
Tags :
Advertisement

.