Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

પાકિસ્તાનમાં ભૂલથી ભારતીય મિસાઇલ પડવાના કેસમાં વાયુસેનાના એકથી વધુ અધિકારીઓ જવાબદાર

9 માર્ચ 2022ના રોજ ભારતની નિઃશસ્ત્ર સુપરસોનિક મિસાઈલ ભૂલથી લોન્ચ થઇ ગઇ હતી. જે પાકિસ્તાનમાં જઇને પડી હતી. આ અકસ્માતમાં કોઈ પ્રકારન જાન કે માલનું નુકસાન નહોતું થયું. આ ઘટનામાં હવે ભારતીય વાયુસેનાએ બેદરકારી માટે વાયુસેનાના એકથી વધુ અધિકારીઓને જવાબદાર ઠેરવ્યા છે. તેમની સામે ટૂંક સમયમાં કાર્યવાહી કરવામાં આવશે.એક ઉચ્ચ સરકારી અધિકારીએ એક મીડિયા હાઉસને જણાવ્યું હતું કે આ ઘટનાની તપાસ વàª
પાકિસ્તાનમાં ભૂલથી ભારતીય મિસાઇલ પડવાના કેસમાં વાયુસેનાના એકથી વધુ અધિકારીઓ જવાબદાર
9 માર્ચ 2022ના રોજ ભારતની નિઃશસ્ત્ર સુપરસોનિક મિસાઈલ ભૂલથી લોન્ચ થઇ ગઇ હતી. જે પાકિસ્તાનમાં જઇને પડી હતી. આ અકસ્માતમાં કોઈ પ્રકારન જાન કે માલનું નુકસાન નહોતું થયું. આ ઘટનામાં હવે ભારતીય વાયુસેનાએ બેદરકારી માટે વાયુસેનાના એકથી વધુ અધિકારીઓને જવાબદાર ઠેરવ્યા છે. તેમની સામે ટૂંક સમયમાં કાર્યવાહી કરવામાં આવશે.
એક ઉચ્ચ સરકારી અધિકારીએ એક મીડિયા હાઉસને જણાવ્યું હતું કે આ ઘટનાની તપાસ વાઇસ એર માર્શલ આરકે સિન્હા દ્વારા કરવામાં આવી હતી. તેમણે આવી બેદરકારી માટે એરફોર્સના એકથી વધુ અધિકારીઓને જવાબદાર ગણાવ્યા છે. આ અધિકારીઓ મિસાઈલ સ્ક્વોડ્રન સાથે જોડાયેલા છે. ટૂંક સમયમાં આ લોકો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. તેમની સામે કડક પગલા લેવામાં આવશે.
ભવિષ્યમાં ભૂલ ના થાય તે માટે સતર્કતા વધારી
એરફોર્સ હેડક્વાર્ટરએ જણાવ્યું હતું કે સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજરનું કડકપણે પાલન કરવા સૂચના આપવામાં આવી છે જેથી ભવિષ્યમાં આવી ભૂલ ન થાય. ઉલ્લેખનીય છે કે 9 માર્ચના રોજ ભારતીય સુપરસોનિક મિસાઈલ (નિશસ્ત્ર) લાહોરથી લગભગ 275 કિલોમીટર દૂર પાકિસ્તાની વિસ્તારમાં પડી હતી. જેના કારણે કોલ્ડ સ્ટોરેજને નુકસાન થયું હતું. જો કે આ અકસ્માતમાં કોઈનું મોત થયું નથી. જેના પર પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાને કહ્યું હતું કે, ભારતીય મિસાઈલ પાકિસ્તાનમાં પડ્યા બાદ અમે જવાબ આપી શક્યા હોત, પરંતુ અમે સંયમ બતાવ્યો.
આ મામલે ઉચ્ચ સ્તરીય તપાસ ચાલી રહી હતી
ભારતીય વાયુસેનાની મિસાઈલ અકસ્માતે પાકિસ્તાનની સરહદમાં પડી તેની ઉચ્ચ સ્તરીય તપાસ ચાલી રહી છે. આ તપાસમાં ભારતીય ગ્રુપ કેપ્ટન પર શંકા હોવાના અહેવાલ આવ્યા હતા. ભારતીય વાયુસેનાની તપાસમાં હવે ગ્રુપ કેપ્ટન રેન્કના અધિકારીઓનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. ભારત તરફથી મિસાઈલ પાકિસ્તાનની સરહદમાં ઘૂસી ગઈ હતી અને મિયાં ચન્નુ નામના સ્થળે પડી હતી. પાકિસ્તાન સરકારે તેનો વિરોધ કર્યો હતો. જો કે તે પહેલા જ ભારત તરફથી આ ઘટનાની તપાસના આદેશ આપવામાં આવ્યા હતા.
રાજનાથ સિંહે શું કહ્યું હતું?
રક્ષા મંત્રી રાજનાથ સિંહે આકસ્મિક રીતે પાકિસ્તાનમાં પડેલી ભારતીય મિસાઈલ પર ગૃહમાં પ્રતિક્રિયા આપી હતી. તેમણે સંસદ ગૃહમાં કહ્યું હતું કે આ અજાણતા થયેલી આ ઘટના ખેદજનક છે, આપણી મિસાઈલ સિસ્ટમ ખૂબ જ સુરક્ષિત અને ભરોસાપાત્ર છે. રાજનાથ સિંહે કહ્યું હતું કે આ ઘટના ઇન્ટ્રક્શન દરમિયાન અજાણતા મિસાઈલ છોડવા સાથે જોડાયેલી છે. પરંતુ રાહતની વાત એ છે કે આ ઘટનાથી કોઈ નુકસાન થયું નથી. સરકારે આ ઘટનાને ખૂબ ગંભીરતાથી લીધી છે.
Advertisement
Tags :
Advertisement

.