Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ભરૂચ જિલ્લામાં થર્ટી ફર્સ્ટની રાત્રે 50થી વધુ પીધેલાઓ આવ્યા પોલીસની ઝપટમાં

ભરૂચ જિલ્લા પોલીસે થર્ટી ફસ્ટ અને ન્યૂ યરે પોલીસના મહેમાન બની રાત લોકઅપમાં ન વિતે તે માટે સૌ કોઈને અગાઉથી જ વોર્ન કર્યા હતા. જોકે ૩૧મી ડિસેમ્બરની ડાન્સ, ડ્રીંક એન્ડ ડ્રાઈવ સાથે ઉજવણી કરવામાં નશેબાજો ભરૂચ જિલ્લા પોલીસની ચેતવણી નજર અંદાજ કરી ગયા હતા.૩૧મીની સાંજથી જ ભરૂચ, અંકલેશ્વર શહેર સહિત જિલ્લાભરમાં તમામ પોલીસ હાઇવે, બ્રિજ, સર્કલ, ચોકડી અને પોઈન્ટો ઉપર ચેકીંગમાં ગોઠવાઈ ગઈ હતી. à
ભરૂચ જિલ્લામાં થર્ટી ફર્સ્ટની રાત્રે 50થી વધુ પીધેલાઓ આવ્યા પોલીસની ઝપટમાં
ભરૂચ જિલ્લા પોલીસે થર્ટી ફસ્ટ અને ન્યૂ યરે પોલીસના મહેમાન બની રાત લોકઅપમાં ન વિતે તે માટે સૌ કોઈને અગાઉથી જ વોર્ન કર્યા હતા. જોકે ૩૧મી ડિસેમ્બરની ડાન્સ, ડ્રીંક એન્ડ ડ્રાઈવ સાથે ઉજવણી કરવામાં નશેબાજો ભરૂચ જિલ્લા પોલીસની ચેતવણી નજર અંદાજ કરી ગયા હતા.
૩૧મીની સાંજથી જ ભરૂચ, અંકલેશ્વર શહેર સહિત જિલ્લાભરમાં તમામ પોલીસ હાઇવે, બ્રિજ, સર્કલ, ચોકડી અને પોઈન્ટો ઉપર ચેકીંગમાં ગોઠવાઈ ગઈ હતી. ખરાબ ડ્રાઇવિંગ, ડ્રીંક એન્ડ ડ્રાઈવ, અન્ય અસામાજિક પ્રવૃત્તિ સામે પોલીસની ટીમોએ ઠેર ઠેર ચેકીંગ હાથ ધર્યું હતું.જેમાં રાત સુધીમાં જ જિલ્લાના ૧૩ પોલીસ સ્ટેશનના હદ વિસ્તારમાં ૫૦થી વધુ પીધેલાઓના કેસ કરાયા હતા. જેઓએ નવા વર્ષની રાત લોકઅપમાં પોલીસના વિશેષ મહેમાન બની ગુજારવાનો વારો આવ્યો હતો.
અંકલેશ્વરમાં ૨૮ પીધેલાઓ પકડાયા હતા. જિલ્લામાં રાત સુધીમાં પીધેલાઓની અડધી સદી વાગી ગઈ હતી.આ ઉપરાંત ઉમલ્લામાં ૫, ભરૂચ સી ડિવિઝનમાં ૩, આમોદ, નબીપુર, નેત્રંગ અને વેડચમાં ૨ - ૨ જ્યારે જંબુસર, દહેજ મરીન, પાલેજ, ભરૂચ રૂરલ, રાજપારડી અને હાંસોટ પોલીસ સ્ટેશન વિસ્તારમાં રાતે ચેકીંગ દરમિયાન કેટલાક પીધેલા પકડાયા હતા.  ભરૂચ જિલ્લામાં મોડી રાત્રે જાહેર માર્ગો ઉપરથી નીકળતા વાહનચાલકોને રોકી પોલીસે મોઢામાં મશીન મૂકી નશો કરેલો છે કે કેમ તેની તપાસ કરી કાર્યવાહી કરી હતી જેના પગલે વાહનચાલકો અને નશો કરેલી હાલતમાં રખડવા નીકળેલા લોકોમાં પણ ફાફડાટ મચી ગયો હતો.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Advertisement
Tags :
Advertisement

.