Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિમનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

12 વર્ષમાં 16 લાખ લોકોએ ભારતીય નાગરિકતા છોડી, ગયા વર્ષે સૌથી વધારે લોકોએ છોડી નાગરીકતા, જાણો આંકડાઓ

બજેટ સત્ર (Budget Session) દરમિયાન કેન્દ્ર સરકારે રાજ્યસભામાં મોટી માહિતી આપી. જણાવવામાં આવ્યું કે છેલ્લા 12 વર્ષમાં 16 લાખથી વધુ ભારતીયોએ તેમની ભારતીય નાગરિકતા છોડીને અન્ય દેશની નાગરિકતા લીધી છે. પ્રશ્નકાળ દરમિયાન એક પ્રશ્નના જવાબમાં વિદેશ મંત્રી એસ જયશંકરે (S Jaishankar) આ માહિતી આપી. તેમણે કહ્યું કે 2011થી અત્યાર સુધીમાં 16 લાખથી વધુ ભારતીયોએ તેમની નાગરિકતા છોડી દીધી છે. તેમાંથી બે લાખ (2,25,620) થી વધુ લ
05:12 PM Feb 09, 2023 IST | Vipul Pandya
બજેટ સત્ર (Budget Session) દરમિયાન કેન્દ્ર સરકારે રાજ્યસભામાં મોટી માહિતી આપી. જણાવવામાં આવ્યું કે છેલ્લા 12 વર્ષમાં 16 લાખથી વધુ ભારતીયોએ તેમની ભારતીય નાગરિકતા છોડીને અન્ય દેશની નાગરિકતા લીધી છે. પ્રશ્નકાળ દરમિયાન એક પ્રશ્નના જવાબમાં વિદેશ મંત્રી એસ જયશંકરે (S Jaishankar) આ માહિતી આપી. તેમણે કહ્યું કે 2011થી અત્યાર સુધીમાં 16 લાખથી વધુ ભારતીયોએ તેમની નાગરિકતા છોડી દીધી છે. તેમાંથી બે લાખ (2,25,620) થી વધુ લોકોએ ગત વર્ષ 2022માં નાગરિકતા છોડી દીધી હતી.
આંકડાઓ
વર્ષ                ભારતીય નાગરીકતા છોડનારાની સંખ્યા
2011                            1,22,819
2012                            1,20,923
2013                            1,31,405
2014                            1,29,328
2015                            1,31,489
2016                            1,41,603
2017                            1,33,049
2018                            1,34,561
2019                            1,44,017
2020                               85,256
2021                            1,63,370
2022                            2,25,620

12 વર્ષમાં 16 લાખો લોકોએ છોડી નાગરિકતા
વિદેશ મંત્રી એસ. જયશંકરે જણાવ્યું કે, આ રીતે વર્ષ 2011થી અત્યાર સુધીમાં દેશની નાગરીકતા છોડનારાઓની સંખ્યા 16,63,440 થઈ ગઈ છે. જયશંકરે તે 135 દેશોની યાદી પણ આપી જેની નાગરિકતા ભારતના લોકોએ લીધી છે. તેની સાથે અન્ય સવાલના જવાબમાં જણાવ્યું કે, છેલ્લા ત્રણ વર્ષોમાં પાંચ ભારતીયોએ સંયુક્ત અરબ અમીરાતની નાગરીકતા લીધી છે.
એકલ નાગરિકતાની વ્યવસ્થા
ભારતના બંધારણ પ્રમાણે આપણાં દેશમાં એકલ નાગરિકતાની વ્યવસ્થા છે. તેનો અર્થ છે કે એક ભારતીય નાગરિક એક સમયમાં માત્ર એક જ દેશના નાગરિક થઈ શકે છે અને જો કોઈ વ્યક્તિ બીજા દેશની નાગરિકતા લે તો એ સાથે તેની ભારતીય નાગરિકતા આપોઆપ પૂર્ણ થઈ જાય છે.
આવનારા સમયમાં આંકડાઓ બદલાઈ શકે
જોકે તજજ્ઞોનું માનવું છે કે, ભલે ભારતીય નાગરિકતા છોડનારા લોકોના આંકડાઓ વધ્યાં હોય પણ આવનારા સમયમાં આંકડાઓ ઘટી શકે છે કારણ કે અન્ય દેશોની તુલનામાં ભારતની આર્થિક સ્થિતિ સારી થઈ છે.
આ પણ વાંચો - અમને તમારી ચિંતા છે, ભારતે તુર્કીને મોકલી મદદ, જુઓ તસવીરો
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Tags :
GujaratFirstindianIndianCitizenshipnewsRajyasabhasjaishankar
Next Article