Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ઇન્ટરનેટ પર 24 કલાકમાં સૌથી વધુ સર્ચ થયું મોરબી, 100માંથી 90 યુઝર્સે સર્ચ કરી આ ઘટના

મોરબી દુર્ઘટના ઇન્ટરનેટ પર ટ્રેન્ડિંગ થતા Googleએ SOS જાહેર કર્યુ મોરબી ઝૂલતા પુલ દુર્ઘટના ઇન્ટરનેટ પર ટ્રેન્ડિંગ થઇ હતી. વિશ્વભરમાં 24 કલાકમાં 25 કરોડથી વધુ  યુઝર્સે ગૂગલ પર મોરબી શબ્દ સર્ચ કરી આ ઘટના અંગે માહિતી મેળવી હતી. મોરબીની દુર્ઘટના ઇન્ટરનેટ પર ટ્રેન્ડિંગ થતા ગૂગલે SOS એલર્ટ જાહેર કર્યુ હતું. SOS મારફતે મોરબીની દુર્ઘટના અંગે અફવા અથવા ખોટી માહિતી ન ફેલાય અને લોકો સુધી સચોટ માહિતી
ઇન્ટરનેટ પર 24 કલાકમાં સૌથી વધુ સર્ચ થયું મોરબી  100માંથી 90 યુઝર્સે સર્ચ કરી આ ઘટના

મોરબી દુર્ઘટના ઇન્ટરનેટ પર ટ્રેન્ડિંગ થતા Googleએ SOS જાહેર કર્યુ 
મોરબી ઝૂલતા પુલ દુર્ઘટના ઇન્ટરનેટ પર ટ્રેન્ડિંગ થઇ હતી. વિશ્વભરમાં 24 કલાકમાં 25 કરોડથી વધુ  યુઝર્સે ગૂગલ પર મોરબી શબ્દ સર્ચ કરી આ ઘટના અંગે માહિતી મેળવી હતી. મોરબીની દુર્ઘટના ઇન્ટરનેટ પર ટ્રેન્ડિંગ થતા ગૂગલે SOS એલર્ટ જાહેર કર્યુ હતું. SOS મારફતે મોરબીની દુર્ઘટના અંગે અફવા અથવા ખોટી માહિતી ન ફેલાય અને લોકો સુધી સચોટ માહિતી પહોંચે તેવો ગુગલે પ્રયાસ કર્યો.
આ KEY WORDSથી કરાઇ ઘટનાને સર્ચ 
યુઝર્સે  morbi, morbi bridge, collepse, hanging bridge, morbi julto pul news , suspension bridge morbi, morbi incident, machhu river,morbi hadsa વગેરે જેવા શબ્દોથી ગુગલ પર સર્ચ કરી આ ઘટનાની માહિતી મેળવી હતી.

100માંથી 90 યુઝર્સે મોરબીની ઘટના સર્ચ કરી 
Googleના દર 100માંથી 90 યુઝર્સે મોરબી ઘટના સર્ચ કરી હતી. કોઇપણ એક ઘટના પર ચોક્કસ શબ્દનું પાંચ હજાર ટકા કરતા વધુ સર્ચ કરવામાં આવે તો Google તેને બ્રેક આઉટ આપે છે. મોરબી અંગે વિવિધ કી વર્ડથી સર્ચ થયેલા તમામ શબ્દોને ગુગલે ગઇકાલે આપેલુ બ્રેક આઉટ આજે પણ યથાવત છે. કોરોના કાળ બાદ મોરબીની ઘટના પ્રથમ એવી ઘટના છે. જેના માટે ગુગલ પર કરોડો યુઝર્સે સર્ચ કર્યુ હોય. યુક્રેન અને રશિયા યુદ્ધ અંગે પણ ગુગલ પર આટલું સર્ચ કરવામાં આવ્યું નહોવાનું સાયબર એકસપર્ટ્સ જણાવે છે.
Advertisement
Tags :
Advertisement

.