Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

આજથી સંસદનું ચોમાસું સત્ર શરૂ થશે, કુલ 24 નવા બિલ રજૂ કરવામાં આવશે

આજથી સંસદનું ચોમાસુ સત્ર શરૂ થવા જઈ રહ્યું છે. આ સત્ર 18 જુલાઈથી 12 ઓગષ્ટ સુધી ચાલશે. આ સત્રમાં સંસદની 18 બેઠકો થશે. આ સત્રમાં લગભગ 32 બિલ રજૂ કરવામાં આવશે. આજથી શરૂ થઈ રહેલું સંસદનું ચોમાસુ સત્ર વિરોધી પક્ષોના ઘેરાબંધીની તૈયારીઓ છતાં સરકાર માટે યાદગાર સત્ર બનવા જઇ રહ્યું છે. સત્રના પહેલા જ દિવસે એટલે કે આજે રાષ્ટ્રપતિ પદ માટે ચૂંટણી યોજાવાની છે. લોકસભા અને રાજ્યસભાના બંને ગૃહોના સભ્યો
આજથી સંસદનું ચોમાસું સત્ર શરૂ થશે  કુલ 24 નવા બિલ રજૂ કરવામાં આવશે
આજથી સંસદનું ચોમાસુ સત્ર શરૂ થવા જઈ રહ્યું છે. આ સત્ર 18 જુલાઈથી 12 ઓગષ્ટ સુધી ચાલશે. આ સત્રમાં સંસદની 18 બેઠકો થશે. આ સત્રમાં લગભગ 32 બિલ રજૂ કરવામાં આવશે. આજથી શરૂ થઈ રહેલું સંસદનું ચોમાસુ સત્ર વિરોધી પક્ષોના ઘેરાબંધીની તૈયારીઓ છતાં સરકાર માટે યાદગાર સત્ર બનવા જઇ રહ્યું છે. સત્રના પહેલા જ દિવસે એટલે કે આજે રાષ્ટ્રપતિ પદ માટે ચૂંટણી યોજાવાની છે. લોકસભા અને રાજ્યસભાના બંને ગૃહોના સભ્યો સંસદ ભવન સંકુલમાં નવા રાષ્ટ્રપતિ માટે મતદાન કરશે.
26 દિવસ સુધી ચાલનારા આ સત્ર દરમિયાન 18 બેઠકો થવાની છે અને કુલ 108 કલાકનો સમય હશે. 108 કલાકમાંથી લગભગ 62 કલાક સત્તાવાર કામકાજ માટે હશે, બાકીનો સમય પ્રશ્નકાળ, શૂન્યકાળ અને બિન-સત્તાવાર સભ્યોના કામ માટે ફાળવવામાં આવશે. આ સત્ર દરમિયાન 14 પેન્ડિંગ બિલ અને 24 નવા બિલને લગતી ચર્ચાઓ થવાની અપેક્ષા છે. સંસદના અગાઉના સત્રોની જેમ આ સત્રમાં પણ યોગ્ય કોવિડ-19 પ્રોટોકોલનું પાલન કરવામાં આવશે અને આ સંદર્ભે પૂરતી વ્યવસ્થા કરવામાં આવી છે. સંસદના આ ચોમાસા સત્રમાં હંગામો થવાની ધારણા છે. કોંગ્રેસ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા રાહુલ ગાંધી સાથે પૂછપરછ, મોંઘવારી, બેરોજગારી અને અન્ય મહત્વપૂર્ણ મુદ્દાઓને લઈને સરકારને ઘેરી શકે છે. આ સાથે વિપક્ષ મોંઘવારી, એલપીજી અને તેલની વધતી કિંમતોને લઈને સરકારને ઘેરવાની તૈયારી કરી રહ્યો છે. આ સાથે જ વિપક્ષ અગ્નિપથ યોજનાને જોરશોરથી ઉઠાવવાની યોજના બનાવી રહ્યું છે. આ સિવાય નુપૂર શર્માના નિવેદનથી સર્જાયેલી રાજકીય ઉથલપાથલ સંસદમાં પણ સરકાર માટે મોટો માથાનો દુખાવો બની શકે છે.
Advertisement

સંસદીય બાબતોના પ્રધાન પ્રહલાદ જોશીનું કહેવું છે કે, આ ચોમાસા સત્રમાં 18 બિલ ચર્ચા વિના પસાર થશે નહીં. વાસ્તવમાં આ વખતે સંસદના ચોમાસું સત્રમાં હોબાળો થવાની આશા છે. સંસદનું ચોમાસુ સત્ર શરૂ થવાના એક દિવસ પહેલા સરકારે રવિવારે સર્વપક્ષીય બેઠક બોલાવી હતી, જેમાં વિવિધ રાજકીય પક્ષોના નેતાઓએ હાજરી આપી હતી. આ વખતે સંસદનું ચોમાસુ સત્ર એટલા માટે પણ ખાસ છે કારણ કે આજે રાષ્ટ્રપતિની ચૂંટણી માટે મતદાન થવાનું છે. વળી, રાજ્યસભા સચિવાલય અનુસાર, રાજ્યસભાનું સત્ર આજે 18 જુલાઈથી શરૂ થશે. હંગામો થવા જઈ રહેલા આ સત્રમાં કોંગ્રેસ મોંઘવારી, બેરોજગારી જેવા મુદ્દાઓ પર સરકારને ઘેરી શકે છે.
Advertisement
Tags :
Advertisement

.