Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

સમય કરતા ત્રણ દિવસ પહેલા કેરળ પહોંચ્યુ ચોમાસુ, જાણો તમારા રાજ્યમાં ક્યારે થશે વરસાદ?

દેશભરના લોકો અને તેમાં પણ ખાસ કરીને ખેડૂતો માટે સારા સમાચાર છે. દેશમાં દક્ષિણ-પશ્ચિમી ચોમાસાનો પ્રારંભ થઇ ચુક્યો છે. આ વર્ષે સમય કરતા ત્રણ દિવસ પહેલા જ દક્ષિણ-પશ્ચિમી ચોમાસુ કેરળ પહોંચી ગયું છે. કેરળમાં અત્યારે વરસાદ પડી રહ્યો છે. આ સિવાય આગામી સમયમાં કેરળ તથા આસપાસના વિસ્તારનમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી પણ આપવામાં આવી છે. આ માહિતી દેશના હવામાન વિભાગ દ્વારા આપવામાં આવી છે.હàª
09:06 AM May 29, 2022 IST | Vipul Pandya
દેશભરના લોકો અને તેમાં પણ ખાસ કરીને ખેડૂતો માટે સારા સમાચાર છે. દેશમાં દક્ષિણ-પશ્ચિમી ચોમાસાનો પ્રારંભ થઇ ચુક્યો છે. આ વર્ષે સમય કરતા ત્રણ દિવસ પહેલા જ દક્ષિણ-પશ્ચિમી ચોમાસુ કેરળ પહોંચી ગયું છે. કેરળમાં અત્યારે વરસાદ પડી રહ્યો છે. આ સિવાય આગામી સમયમાં કેરળ તથા આસપાસના વિસ્તારનમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી પણ આપવામાં આવી છે. આ માહિતી દેશના હવામાન વિભાગ દ્વારા આપવામાં આવી છે.
હવામાન વિભાગની આગાહી સાચી પડી
ભારતીય હવામાન વિભાગ દ્વારા આ વર્ષે દક્ષિણ-પશ્ચિમી ચોમાસુ એક જૂનના દિવસે કેરળ પહોંચશે તેવું અનુમાન લગાવવામાં આવ્યું હતું. જેના ત્રણ દિવસ પહેલા જ ચોમાસાએ કેરળમાં દસ્તક આપી દીધી છે.  હવે આગામી દિવસોમાં કેરળના બાકીના ભાગો સાથે ચામાસુ કર્ણાટક અને મહારાષ્ટ્રમાં આગળ વધશે. ચોમાસાને લઈને હવામાન વિભાગની આગાહી સચોટ સાબિત થઈ છે. હવામાન વિભાગે અગાઉ આગાહી કરી હતી કે બંગાળની ખાડીમાં ચક્રવાતી તોફાન 'આસાની'ની અસરને કારણે આ વખતે ચોમાસું સમય કરતાં વહેલું કેરળ પહોંચી જશે. ચોમાસું 16 મેના રોજ આંદામાન અને નિકોબાર ટાપુ પર સમય કરતાં ઘણું વહેલું પહોંચી ગયું હતું અને ચક્રવાતની અસરને કારણે તે ઝડથી આગળ વધવાની ધારણા હતી.

 દેશની 65 ટકા ખેતી ચોમાસાના વરસાદ પર આધારિત
ભારતીય હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી 24 કલાક દરમિયાન ઉત્તરપૂર્વ ભારત, તમિલનાડુ, કેરળ, લક્ષદ્વીપ, આંદામાન અને નિકોબાર ટાપુઓ તેમજ દક્ષિણ અને તટીય કર્ણાટકમાં કેટલાક સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. IMD અનુસાર બિહાર, ઝારખંડ, ઓડિશા, છત્તીસગઢ, ઉત્તર પ્રદેશ, પૂર્વ મધ્ય પ્રદેશ, તેલંગાણા-આંધ્ર પ્રદેશમાં કેટલાક સ્થળોએ હળવો વરસાદ પડી શકે છે. દક્ષિણ-પશ્ચિમ ચોમાસાને ભારતની કૃષિ આધારિત અર્થવ્યવસ્થાની જીવનરેખા માનવામાં આવે છે. ખેડૂતોથી લઈને સરકાર સુધી સૌ કોઈ ચોમાસાના આગમનની રાહ જોઈ રહ્યા હતા. કારણ કે દેશની લગભગ 65 ટકા ખેતી ચોમાસાના વરસાદ પર આધારિત છે. જ્યાં સિંચાઈના સાધનો હોય ત્યાં પણ ચોમાસાનો વરસાદ જરૂરી છે. 
બિહારના અનેક જિલ્લાઓમાં વરસાદ
હવામાન વિભાગનો અંદાજ છે કે બિહારના 8 જિલ્લામાં વરસાદ પડી રહ્યો છે. જેના કારણે વાતાવરણ ઠંડુ બન્યું છે. રાતના સમયથી અહીં ભારે પવન ફૂંકાઈ રહ્યો છે. અને રવિવાર સવારથી જ વરસાદ પડી રહ્યો છે. બિહારના પટના, વૈશાલી, મુઝફ્ફરપુર, ગયા, ભાગલપુર, કટિહાર, પૂર્ણિયા અને અરરિયામાં પણ વરસાદ પડી રહ્યો છે. આ સિવાય મધ્યપ્રદેશમાં પણ ઘણી જગ્યાએ વરસાદ પડી રહ્યો છે. ચોમાસું 15 જૂન પછી ઈન્દોર અને જબલપુર થઈને અહીં પહોંચે તેવી શક્યતા છે. જ્યારે 20 જૂને સમગ્ર રાજ્યમાં વરસાદ પડી શકે છે. 
દિલ્હીમાં ચોમાસું ક્યારે પહોંચશે?
કેરળમાં દસ્તક આપ્યા બાદ ચોમાસુ ધીમે ધીમે ઉત્તર ભારત તરફ આગળ વધશે. આ મહિનાના અંતે ચોમાસું 27 જૂન સુધીમાં દિલ્હી પહોંચી શકે છે. જેથી રાજધાનીના લોકોને ગરમીથી રાહત મેળવી શકશે. એટલે કે દિલ્હીના લોકોને હજુ એક મહિના સુધી વરસાદની રાહ જોવી પડશે.
ગુજરાતમાં ચોમાસુ ક્યારે આવશે?
હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે આજે કેરળ પહોંચેલું દક્ષિણ-પશ્ચિમ ચોમાસું વીસેક દિવસ બાદ ગુજરાત પહોંચી શકે છે. ેટલે કે આગામી 20 જૂન આસપાસ ગુડડરાતમાં ચોમાસાની શરુઆત તશે. માત્ર ગુજરાત જ નહીં પણ સાથે ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ અને ઉત્તરાંખડમાં પણ આ જ તારીખથી ચોમાસાની શરુઆત થઇ શકે છે.
Tags :
GujaratFirstIMDKeralaMonsoonMonsoonForecastMonsooninKeralaMonsoonUpdatePremonsoonRainsouthwestmonsoonWeatherWeatherUpdateકેરળમાંચોમાસુચોમાસુદક્ષિણપશ્ચિમચોમાસુ
Next Article