Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

યુનાઇટેડ કિંગડમ, પોર્ટુગલ અને સ્પેનમાં મંકીપોક્સ ફાટી નીકળ્યો 36થી વધુ કેસો નોંધાયા

યુનાઇટેડ કિંગડમ, પોર્ટુગલ અને સ્પેનમાં મંકીપોક્સ વાયરસ ફાટી નીકળ્યો છે. હજુ ફક્ત 36 શંકાસ્પદ કેસો ત્રણ દેશોમાં જોવા મળ્યાં છે, જેમાં ઈંગ્લેન્ડમાં આઠ અને પોર્ટુગલમાં 20 છે. યુ.એસ.માં પણ એક કેસ નોંધાયો છે. પોર્ટુગીઝ આરોગ્ય અધિકારીઓએ બુધવારે મંકીપોક્સના પાંચ નવા કેસોની પુષ્ટિ કરી. મંકી પોક્સ શીતળા સંબંધિત એક દુર્લભ વાયરલ ચેપ છે. સામાન્ય રીતે આફ્રિકામાં જોવા મળતા આ વાયરસે હવે યપરોપ અàª
યુનાઇટેડ કિંગડમ  પોર્ટુગલ અને સ્પેનમાં મંકીપોક્સ ફાટી નીકળ્યો 36થી વધુ કેસો નોંધાયા
યુનાઇટેડ કિંગડમ, પોર્ટુગલ અને સ્પેનમાં મંકીપોક્સ વાયરસ ફાટી નીકળ્યો છે. હજુ ફક્ત 36 શંકાસ્પદ કેસો ત્રણ દેશોમાં જોવા મળ્યાં છે, જેમાં ઈંગ્લેન્ડમાં આઠ અને પોર્ટુગલમાં 20 છે. યુ.એસ.માં પણ એક કેસ નોંધાયો છે. પોર્ટુગીઝ આરોગ્ય અધિકારીઓએ બુધવારે મંકીપોક્સના પાંચ નવા કેસોની પુષ્ટિ કરી. મંકી પોક્સ શીતળા સંબંધિત એક દુર્લભ વાયરલ ચેપ છે. સામાન્ય રીતે આફ્રિકામાં જોવા મળતા આ વાયરસે હવે યપરોપ અને લંડન, સ્પેન અને પોર્ટુગલમાં દેખાદીધી છે. 
બાય સેક્સ્યુઅલ પુરુષોમાં મંકીપોક્સ ચેપના ચાર કેસ 
પોર્ટુગલના આરોગ્ય માટેના જનરલ ડિરેક્ટોરેટે જણાવ્યુ હતું કે તે અન્ય 15 શંકાસ્પદ કેસોની તપાસ ચાલુ છે. આ તમામ કેસો આ મહિને રાજધાની લિસ્બનની આસપાસ નોંધાયા હતાં. અધિકારીઓએ જણાવ્યું હતું કે તમામ પોર્ટુગીઝ કેસોમાં પુરુષો સામેલ છે, જેમાંથી મોટા ભાગના યુવાન છે. તેમની ત્વચા પર જખમ છે અને તેઓ સ્થિર સ્થિતિમાં હોવાનું નોંધાયું છે. બ્રિટીશ આરોગ્ય અધિકારીઓએ સોમવારે જણાવ્યું હતું કે, તેઓએ લંડનમાં ગેઅને બાયસેક્સ્યુઅલપુરુષોમાં મંકીપોક્સ ચેપના ચાર કેસ શોધ્યા છે, આ વાયરસ કુલ સાત લોકોમાં જોવા મળ્યો છે. સ્પેનના આરોગ્ય મંત્રાલયે બુધવારે જણાવ્યું હતું કે તેણે મંકીપોક્સના આઠ શંકાસ્પદ કેસ પણ શોધી કાઢ્યા છે જેની પુષ્ટિ કરવાની હજુ જરૂર છે. પોર્ટુગીઝ આરોગ્ય અધિકારીઓએ બુધવારે મંકીપોક્સના પાંચ કેસોની પુષ્ટિ કરી છે. ટ્રાન્સમિશનના કદાચ નવી રીતે ફેલાયુ હોઇ શકે રોગચાળાના નિષ્ણાત સુસાન હોપકિન્સ, જેઓ યુકે હેલ્થ સિક્યુરિટી એજન્સી (UKHSA) ના મુખ્ય તબીબી સલાહકાર છે, તેમણે સોમવારે એક નિવેદનમાં જણાવ્યું હતું." આ રોગ યુરોપમાં દુર્લભ અને અસામાન્ય છે ,ચોક્કસ રીતે લોકોને આ ચેપ કેવી રીતે લાગ્યો તેની તપાસ ચાલુ છે.  

તેનો મૃત્યુદર 1% કરતા ઓછો છે
યુ.કે.ની આરોગ્ય એજન્સી નોંધે છે. કે મંકીપોક્સ એ ખરાબ બીમારી હોઈ શકે છે. આ બીમારીમાં  તાવ, શરીરમાં દુખાવો, વિસ્તૃત લસિકા ગાંઠો અને છેવટે "પોક્સ" અથવા ચહેરા, હાથ અને પગ પર પીડાદાયક, પ્રવાહીથી ભરેલા ફોલ્લાઓ થાય છે. મંકીપોક્સ વાયરસનો એક પ્રકાર  જીવલેણપણ સાબિત થઇ શકે છે. જેમાં  ચેપગ્રસ્ત 10% જેટલા લોકોને જ મૃત્યુને ભય છે. જો કે હાલમાં ઈંગ્લેન્ડમાંનું આ રોગને પ્રકોપ હળવો છે. તેનો મૃત્યુદર 1% કરતા ઓછો છે. એક કેસ સામાન્ય રીતે બે થી ચાર અઠવાડિયામાં સાજો થઇ જાય છે. સામાન્ય રીતે, લોકો પશ્ચિમ આફ્રિકા અથવા મધ્ય આફ્રિકાના પ્રાણીઓમાંથી મંકીપોક્સ આવે છે.અને ચેપગ્રસ્ત લોકો અન્ય દેશમાં તેનો ફેલાવો કરે છે.  આ રોગનું વ્યક્તિ-થી-વ્યક્તિ ટ્રાન્સમિશન સરળ નથી, કારણ કે તેને શારીરિક પ્રવાહી સાથે નજીકના સંપર્કથી ફેલાય છે. જેમ કે ખાંસીમાંથી લાળના સંસર્ગમાં અથવા જખમમાંથી પરુના સંસર્ગમાં આવવાથી ફેલાય છે. 

વાયરસ ઇંગ્લેન્ડમાંથી જ ફેલાયો
પરંતુ ઈંગ્લેન્ડમાં, 8 માંથી 7 કેસમાં આફ્રિકાની મુસાફરીની હિસ્ટ્રી દેખાઇ નથી જે સૂચવે છે કે તે કેસોમાં આ વાયરસ ઇંગ્લેન્ડમાંથી જ ફેલાયો છે. UKHSAએ મંગળવારે અહેવાલ આપ્યો જેના ડેટા સૂચવે છે કે વાયરસ સમુદાયમાં દેશમાંથી જ ફેલાયો છે. રોગચાળાના નિષ્ણાત માતેઓ પ્રોચાઝકાએ ટ્વિટ કર્યું હતું કે, એવા પુરાવા મળ્યા છે કે આ કે વાયરસ નવા રસ્તે ફેલાયો છે જેમાં  જાતીય સંપર્ક પણ હોઇ શકે. 

આ રોગની શરૂઆત યુરોપમાં કેવી રીતે થઈ?
યુકે હેલ્થ સિક્યોરિટી એજન્સી (UKHSA) એ યુરોપમાં સૌપ્રથમ આરોગ્ય અધિકારી હતી જેણે 7 મેના રોજ જાહેરમાં મંકીપોક્સનો કેસ જોવા મળ્યો હતો. આ વ્યક્તિ નાઇજીરીયાથી યુકેમાં આવી હતી. ત્યારબાદ વધુ છ કેસોની પુષ્ટિ થઇ છે અને કહ્યું છે કે તે તેમાંથી ચાર વચ્ચે કોઇ લિંક  છે કે  લિંક્સની તપાસમાં જાણવા મળ્યું કે બધા લંડનમાંથી સંક્રમિત થયા હોવાનું જણાય છે અને તમામ લોકો ગે, કે બાયસેક્સ્યુઅલ હોવાનું પણ સામે આવ્યું છે.

સમલૈંગિક અને હોમોસેકસ્યુઅલ હોય તેવા પુરૂષોએ વધુ સાવચેત રહેવું 
એજન્સીના મુખ્ય તબીબી સલાહકાર ડૉ. સુસાન હોપકિન્સે જણાવ્યું હતું કે, "અમે ખાસ કરીને સમલૈંગિક અને હોમોસેકસ્યુઅલ હોય તેવા પુરૂષોને કોઈપણ અસામાન્ય ફોલ્લીઓ અથવા જખમ વિશે અવેર રહેવા અને વિલંબ કર્યા વિના સ્વાસ્થ્ય સેવાનો સંપર્ક કરવા વિનંતી કરીએ છીએ." UKHSAએ ખાસ કરીને જો ગુપ્તાંગ પર કોઇ જખમ હોય તો તાત્કાલિક તબીબોનો સંપર્ક કરવાનું પણ કહ્યું છે. બ્રિટને અગાઉ મંકીપોક્સના ત્રણ અગાઉના કેસ નોંધ્યા હતા, જેમાં બે લોકો એક જ ઘરમાં રહેતા હતા અને ત્રીજા એવા વ્યક્તિ કે જેઓ નાઇજીરિયા ગયો હતો, જ્યાં આ રોગ પ્રાણીઓમાં વારંવાર જોવા મળે છે.
મંકીપોક્સના લક્ષણો શું છે?
- મંકીપોક્સ શીતળાનો સંબંધી છે, એક રોગ જે 1980 માં નાબૂદ કરવામાં આવ્યો હતો, આ બીમારી સામાન્ય રીતે બે થી ચાર અઠવાડિયા સુધી ચાલે છે અને ચેપ લાગ્યાના પાંચ થી 21 દિવસ પછી લક્ષણો ક્યાંય પણ દેખાઈ શકે છે.
- મંકીપોક્સના લક્ષણો સામાન્ય રીતે તાવ, માથાનો દુખાવો, સ્નાયુઓમાં દુખાવો, પીઠનો દુખાવો, શરદી, થાક અને સોજો લસિકા ગાંઠોના મિશ્રણથી શરૂ થાય છે.
- વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (ડબ્લ્યુએચઓ) અનુસાર, આ પછીનું લક્ષણ સામાન્ય રીતે ડોકટરોને ચિકનપોક્સ અથવા શીતળામાંથી મંકીપોક્સને અલગ પાડવામાં મદદ કરે છે.
- એકવાર તમને તાવ આવે તે પછી, મંકીપોક્સનું મુખ્ય લક્ષણ, એક બીભત્સ ફોલ્લીઓ, એક થી ત્રણ દિવસ પછી જોવાં મળે છે, જે ઘણીવાર ચહેરા પર શરૂ થાય છે અને પછી શરીરના અન્ય ભાગોમાં ફેલાય છે.જખમની સંખ્યા થોડાકથી હજારો સુધીની હોઈ શકે છે.

આ રોગ કેવી રીતે ફેલાય છે
સેન્ટર્સ ફોર ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શન (CDC) અનુસાર, મંકીપોક્સ તાવ, માથાનો દુખાવો, સ્નાયુઓમાં દુખાવો અને થાક સાથે શરૂ થાય છે. મંકીપોક્સ માટે  સમયગાળો સામાન્ય રીતે 7-14 દિવસનો હોય છે પરંતુ તે 5-21 દિવસ સુધીનો હોઈ શકે છે. તાવ દેખાયા પછી 1 થી 3 દિવસની અંદર (ક્યારેક લાંબા સમય સુધી) દર્દીના શરીરમાં મોટી ફોલ્લીઓ થાય છે, જે ઘણીવાર ચહેરા પરખી શરૂ થઇને ધીમે ધીમે શરીરના અન્ય ભાગોમાં ફેલાય છે.
 
 કેમ આ રોગને મંકીપોક્સ કેમ કહેવામાં આવે છે?
મંકીપોક્સ વાયરસ પોક્સવિરીડે પરિવારમાં ઓર્થોપોક્સ વાયરસ જીનસનો છે. તે પ્રથમ વખત 1958માં શોધાયો હતો જ્યારે સંશોધન માટે રાખવામાં આવેલા લેબમાં વાંદરાઓમાં પોક્સ જેવા રોગ ફાટી નીકળ્યો હતો, તેથી તેનું નામ મંકી પોક્સ પડ્યું જોકે WHO જણાવે છે કે "ઉષ્ણકટિબંધીય વરસાદી જંગલોની નજીક જ્યાં આ વાયરસ વહન કરતા પ્રાણીઓ હોય છે ત્યાં આ રોગના કેસો વારંવાર જોવા મળે છે.  ખિસકોલી, ગેમ્બિયન, પોચ્ડ ઉંદરો, ડોર્મિસ, વાંદરાઓની વિવિધ પ્રજાતિઓ અને અન્ય પ્રાણીઓમાં મંકીપોક્સ વાયરસના ચેપના પુરાવા મળ્યા છે. તેના દ્વારા તે માણસમાં ફેલાય છે. સાથ જ આ વાયરસ  શારીરિક પ્રવાહીના સંપર્ક દ્વારા, ચામડી પર અથવા આંતરિક મ્યુકોસલ સપાટીઓ, જેમ કે મોં અથવા ગળામાં, શ્વસનના ટીપાં અને દૂષિત વસ્તુઓ દ્વારા પ્રસારિત થાય છે.
મંકીપોક્સ સામાન્ય રીતે ક્યાં જોવા મળે છે?
માનવ મંકીપોક્સ મુખ્યત્વે મધ્ય અને પશ્ચિમ આફ્રિકાના ઉષ્ણકટિબંધીય વરસાદી જંગલોમાં ફાટી નીકળે છે અને સામાન્ય રીતે યુરોપમાં જોવા મળતું નથી. ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ કોંગો (ડીઆરસી) માં 1970માં મંકીપોક્સનો પ્રથમ માનવ કેસ નોંધાયો હતો. ત્યારથી, 11 આફ્રિકન દેશોમાં આ રોગના કેસ નોંધાયા છે: બેનિન, કેમેરૂન, સેન્ટ્રલ આફ્રિકન રિપબ્લિક, ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ ધ કોંગો, ગેબોન, આઇવરી કોસ્ટ, લાઇબેરિયા, નાઇજીરીયા, રિપબ્લિક ઓફ કોંગો, સિએરા લિયોન અને દક્ષિણ સુદાન.
યુરોપમાં પ્રથમ વાર ક્યારે દેખાદીધી
યુએસ સેન્ટર્સ ફોર ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શન (CDC) અનુસાર આફ્રિકાની બહાર મંકીપોક્સનો પ્રથમ કેસ યુનાઇટેડ સ્ટેટ્સમાં 2003માં ચેપગ્રસ્ત સસ્તન પ્રાણીઓની આયાત કરતાં જોવાં મળ્યો હતો. તાજેતરમાં જ, 2018 અને 2019 માં, યુનાઇટેડ કિંગડમના બે પ્રવાસીઓ, એક ઇઝરાયેલનો અને એક સિંગાપોરની હતી આ બંન્ને કે, જેઓ નાઇજીરીયામાં મુસાફરીનો ઇતિહાસ ધરાવતા હતા, તેમને   મંકીપોક્સ હોવાનું નિદાન થયું હતું. શીતળા અને મંકીપોક્સના લક્ષણો વચ્ચેનો મુખ્ય તફાવત એ છે કે શીતળામાં રોગમાં ફોલ્લીઓ નાની હોય છે. જ્યારે આ રોગમા બાદમાં લસિકા ગાંઠો ફૂલી જાય છે. જ્યારે શીતળામાં એવું થતું નથી.
ભારતમાં વાયરસના કોઈ કેસ નોંધાયા નથી 
હજુ ભારતમાં આ રોગે દેખા દીધી નથી. આ એક ઝૂનોસિસ રોગ છે., જે પ્રાણીઓમાંથી મનુષ્યોમાં ફેલાય છે, મંકીપોક્સ એ એક ઓર્થોપોક્સ વાયરસ છે જે શીતળા જેવા લક્ષણો ઘરાવે છે. પરંતુ  તે વધુ ગંભીર રોગ નથી. “મંકીપોક્સ વાયરસ પોક્સવીરીડે પરિવારમાં ઓર્થોપોક્સ વાયરસ જીન્સનો છે. તે 1958 માં શોધી કાઢવામાં આવ્યું હતું જ્યારે સંશોધન માટે રાખવામાં આવેલા પ્રયોગશાળા વાંદરાઓમાં પોક્સ જેવા રોગ ફાટી નીકળ્યો હતો, જેના પરથી આ રોગનું નામ પાડવામાં આવ્યું છે," ડો. વિક્રાંત શાહ, કન્સલ્ટિંગ ફિઝિશિયન, ઇન્ટેન્સિવિસ્ટ અને ચેપી રોગ નિષ્ણાત, ઝેન મલ્ટિસ્પેશિયાલિટી હોસ્પિટલે જણાવ્યું હતું. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (ડબ્લ્યુએચઓ) અનુસાર, જ્યારે 1980માં શીતળાને નાબૂદ કરવામાં આવ્યો હતો, ત્યારે મંકીપોક્સ મધ્ય અને પશ્ચિમ આફ્રિકાના દેશોમાં જોવાં મળ્યો હતો.
શું છે સારવાર 
ડબ્લ્યુએચઓ મુજબ મંકીપોક્સ માટે પોલિમરેઝ ચેઇન રિએક્શન (પીસીઆર) દ્વારા વાયરલ ડીએનએની તપાસ એ પ્રાધાન્યવાળી પ્રયોગશાળા પરીક્ષણ છે. શ્રેષ્ઠ ડાયગ્નોસ્ટિક નમુનાઓ સીધા ફોલ્લીઓમાંથી લેવાય છે. બાયોપ્સી. એન્ટિજેન અને એન્ટિબોડી  દ્વારા વાયરસની તપાસ કરવામાં આવે છે . સામાન્ય રીતે, મંકી પોક્સથી પીડિત વ્યક્તિઓના  મૃત્યુનું પ્રમાણ માત્ર 1 ટકા છે, જેમાંના મોટાભાગના મૃત્યુ નાની  ઉંમરના બાળકોમાં જોવા મળે છે. ચેપી રોગના નિષ્ણાત ડો. અનુજ શાહે જણાવ્યું હતું. કે હાલમાં, મંકીપોક્સ વાયરસના ચેપ માટે કોઈ સલામત સારવા શોધાઇ  નથી, CDCનોંધે છે કે યુનાઇટેડ સ્ટેટ્સમાં મંકીપોક્સના પ્રકોપને નિયંત્રિત કરવાના માટે, શીતળાની રસી, એન્ટિવાયરલ અને વેક્સિનિયા ઇમ્યુન ગ્લોબ્યુલિન (VIG)નો ઉપયોગ કરી શકાય છે. શીતળા સામે રસીકરણ મંકીપોક્સને રોકવા માટે અસરકારક સાબિત થઈ શકે છે,"
Advertisement
Tags :
Advertisement

.