ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

મોદી સરકાર દોઢ વર્ષમાં આપશે 10 લાખ નોકરી, પીએમઓની જાહેરાત

મોદી સરકાર લોકોને નોકરી આપવાની દિશામાં મોટું પગલું ભરવા જઈ રહી છે. આ વાત ખુદ સરકારે જ જણાવી છે. મંગળવારે સવારે વડાપ્રધાન કાર્યાલય દ્વારા કહેવામાં આવ્યું હતું કે મોદી સરકાર આગામી દોઢ વર્ષમાં 10 લાખ નોકરીઓ આપશે. પીએમઓએ ટ્વિટ કર્યું કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ તમામ વિભાગો અને મંત્રાલયોની સમીક્ષા કરી છે અને નિર્દેશ આપ્યો છે કે આગામી દોઢ વર્ષમાં 10 લાખ લોકોની મિશન મોડમાં ભરતી કરવામાં
05:00 AM Jun 14, 2022 IST | Vipul Pandya
મોદી સરકાર લોકોને નોકરી આપવાની દિશામાં મોટું પગલું ભરવા જઈ રહી છે. આ વાત ખુદ સરકારે જ જણાવી છે. મંગળવારે સવારે વડાપ્રધાન કાર્યાલય દ્વારા કહેવામાં આવ્યું હતું કે મોદી સરકાર આગામી દોઢ વર્ષમાં 10 લાખ નોકરીઓ આપશે. પીએમઓએ ટ્વિટ કર્યું કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ તમામ વિભાગો અને મંત્રાલયોની સમીક્ષા કરી છે અને નિર્દેશ આપ્યો છે કે આગામી દોઢ વર્ષમાં 10 લાખ લોકોની મિશન મોડમાં ભરતી કરવામાં આવે.
પીએમઓ દ્વારા ટ્વિટ કરાયુ કે પીએમ નરેન્દ્ર મોદીએ તમામ વિભાગો અને મંત્રાલયોમાં માનવ સંસાધનની સ્થિતીની સમિક્ષા કરી હતી અને ત્યાર બાદ વડાપ્રધાને નિર્દેશ આપ્યો કે સરકાર આવનારા દોઢ વર્ષમાં મિશન મોડમાં 10 લાખ લોકોની ભરતી કરવામાં આવે. 

ત્યારબાદ  કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રી અનુરાગ ઠાકરે પીએમઓ વતી નોકરીની જાહેરાત પર ટ્વિટ કરીને તેને આત્મનિર્ભર ભારત બનવા તરફનું એક બીજું પગલું ગણાવ્યું. તેમણે કહ્યું કે પીએમ મોદીએ સમય જતાં સરકારને વધુ જવાબદાર બનાવી દીધી છે અને સરકારનું ધ્યાન હવે લોકો તરફ ગયું છે.
બીજી તરફ, કોંગ્રેસે પીએમઓની આગામી દોઢ વર્ષમાં 10 લાખ લોકોને નોકરી આપવાની જાહેરાત પર કટાક્ષ કર્યો છે. કોંગ્રેસ પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ કહ્યું આ દેશમાં લોકશાહીને કચડી નાખવામાં આવી છે. બેરોજગારી ઐતિહાસિક રીતે વધી છે. પીએમ ક્યાં સુધી ટ્વિટર ટ્વિટર કરતા રહેશે?

આ સાથે સુરજેવાલાએ ટ્વિટ કરીને કહ્યું- “દર વર્ષે 2 કરોડ નોકરીઓ આપવાનું વચન આપ્યું હતું, 8 વર્ષમાં 16 કરોડ નોકરીઓ આપવામાં આવશે. હવે તેઓ કહી રહ્યા છે કે 2024 સુધીમાં માત્ર 10 લાખ નોકરીઓ જ આપવામાં આવશે. માત્ર સરકારોમાં 60 લાખ જગ્યાઓ ખાલી છે, કેન્દ્ર સરકારમાં 30 લાખ જગ્યાઓ ખાલી છે. કેટલા સમય સુધી? 
Tags :
announcementCongressGujaratFirstjobsModigovernmentPMO
Next Article