Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ધારાસભ્યોના હોર્સ ટ્રેડિંગની આશંકાને જોતા 3 બસોમાં MLAને શિફ્ટ કરાયા

ઝારખંડમાં રાજકીય સંકટ (Jharkhand Political crisis) વચ્ચે આજે રાજ્યના મુખ્યમંત્રી હેમંત સોરેનના નિવાસસ્થાને મહાગઠબંધન માટે ધારાસભ્યોની બેઠક મળી હતી. જ્યારે બેઠક પુરી થયાં બાદ ત્રણ બસો ભરીને સત્તાધારી પક્ષના ધારાસભ્યોને લઈને મુખ્યમંત્રી નિવાસસ્થાનેથી સુરક્ષિત રિસોર્ટમાં લઈ જવામાં આવી રહ્યાં છે.  બસમાં ઝારખંડ મુક્તિ મોર્ચા (JMM), કોંગ્રેસ, RJDના ધારાસભ્યોને ચુસ્ત બંદોબસ્ત શિફ્ટ કરવામાં આવી રહ્યà
ધારાસભ્યોના હોર્સ ટ્રેડિંગની આશંકાને જોતા 3 બસોમાં mlaને શિફ્ટ કરાયા
ઝારખંડમાં રાજકીય સંકટ (Jharkhand Political crisis) વચ્ચે આજે રાજ્યના મુખ્યમંત્રી હેમંત સોરેનના નિવાસસ્થાને મહાગઠબંધન માટે ધારાસભ્યોની બેઠક મળી હતી. જ્યારે બેઠક પુરી થયાં બાદ ત્રણ બસો ભરીને સત્તાધારી પક્ષના ધારાસભ્યોને લઈને મુખ્યમંત્રી નિવાસસ્થાનેથી સુરક્ષિત રિસોર્ટમાં લઈ જવામાં આવી રહ્યાં છે.  બસમાં ઝારખંડ મુક્તિ મોર્ચા (JMM), કોંગ્રેસ, RJDના ધારાસભ્યોને ચુસ્ત બંદોબસ્ત શિફ્ટ કરવામાં આવી રહ્યાં છે. ધારાસભ્યોને ખરીદી લેવામાં આવે તેવી આશંકાઓ વચ્ચે ધારસભ્યોને સુરક્ષિત જગ્યાએ મોકલવામાં આવી રહ્યાં છે.
આ તમામ ધારાસભ્યોને ખુટીના રિસોર્ટમાં શિફ્ટ  કરવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે. બીજી તરફ તમામ ધારાસભ્યોના ફોન બંધ કરી દેવામાં આવ્યાછે. અગાઉ તમને છત્તીસગઢ (Chhattisgarh) શિફ્ટ કરવામાં આવે તેવી અટકળો ચાલી રહી હતી. જોકે સુત્રો દ્વારા જાણવા મળ્યા અનુસાર તેમને ખુટીના કોઈ રિસોર્ટમાં શિફ્ટ કરવામાં આવી રહ્યાં છે. મહાગઠબંધનના દરેક ધારાસભ્યો (Mahagathbandhan MLA) સાથે છે. રણનીતિ બનાનવા માટે મુખ્યમંત્રીના નિવાસસ્થાને સત્તાધારી ગઠબંધનના ધારાસભ્યની આજે ત્રીજા તબક્કાની બેઠક થઈ હતી. તમામ સત્તાધારી પક્ષના ધારાસભ્યો પોતાના સામાન સાથે બેઠકમાં હાજર રહ્યાં હતા.
હેમંત સોરેનની (Hemant Soren) ખુરશી જવાની શક્યતાને કારણે સત્તા બચવવા એડી ચોટીનું જોર લગાવવામાં આવી આવી રહ્યું છે. ધારાસભ્યોને કૂટનૈતિક રીતે શિફ્ટ કરાયા છે. જો કોઈ પણ એવી સ્થિતિ બને અને બાદમાં તેમણે ફ્લોર ટેસ્ટનો (Floor Test) સામનો કરવો પડે તો તે પહેલા જ ધારાસભ્યોને વ્હિપ જાહેર કરવામાં આવશે. તે બાદ તેમને રાંચીમાં પરત લાવવામાં આવશે તેથી ધારાસભ્યો કેટલા સમય માટે રાંચીની બહાર રહેશે તે સ્પષ્ટ કહી શકાય નહી. તેમજ કોંગ્રેસે પણ રાજ્યમાં કોઈ પણ પ્રકારના હોર્સ ટ્રેડિંગથી બચવા માટે પોતાના ત્રણ ધારાસભ્યોને સસ્પેન્ડ કરી 1લી સપ્ટેમ્બર સુધીમાં જવાબ આપવા માટે કહ્યું હતું. જો આ ત્રણેય ધારાસભ્યોએ ફ્લોર ટેસ્ટમાં મહાગઠબંધનના સમર્થનમાં મત ના આપ્યો તો તેમનું ધારાસભ્ય પદ રદ્દ થશે.
Advertisement
Tags :
Advertisement

.