Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

આ ધારાસભ્યો વિધાનસભામાં બોલ્યા... अहं विधायकत्वेन शपथं गृह्णामि....

ગુજરાત વિધાનસભા (Gujarat Assembly) ની ચૂંટણી પૂર્ણ થઇ ગઇ છે અને 156 ધારાસભ્યો સાથે ભાજપે સત્તા સંભાળી લીધી છે. દરમિયાન,આજથી બે દિવસ માટે વિધાનસભાનું સત્ર બોલાવામાં આવ્યું છે. સત્રના પહેલા દિવસે આજે ચૂંટાયેલા તમામ ધારાસભ્યોને શપથ (Oath) લેવાડાવાયા હતા. ઘણા ધારાસભ્યોએ સંસ્કૃતમાં શપથ લીધા હતા જ્યારે એક ધારાસભ્ય વાંચી લખી શકતના ના હોવાના કારણે પ્રોટેમ સ્પીકરે બોલીને તેમને શપથ લેવડાવ્યા હતા. આજે પà
આ ધારાસભ્યો વિધાનસભામાં બોલ્યા    अहं विधायकत्वेन शपथं गृह्णामि
ગુજરાત વિધાનસભા (Gujarat Assembly) ની ચૂંટણી પૂર્ણ થઇ ગઇ છે અને 156 ધારાસભ્યો સાથે ભાજપે સત્તા સંભાળી લીધી છે. દરમિયાન,આજથી બે દિવસ માટે વિધાનસભાનું સત્ર બોલાવામાં આવ્યું છે. સત્રના પહેલા દિવસે આજે ચૂંટાયેલા તમામ ધારાસભ્યોને શપથ (Oath) લેવાડાવાયા હતા. ઘણા ધારાસભ્યોએ સંસ્કૃતમાં શપથ લીધા હતા જ્યારે એક ધારાસભ્ય વાંચી લખી શકતના ના હોવાના કારણે પ્રોટેમ સ્પીકરે બોલીને તેમને શપથ લેવડાવ્યા હતા. આજે પગાર ભથ્થા માટે ધારાસભ્યોના નવા બેંક ખાતા ખોલાયા છે. 
15મી વિધાનસભાનું સત્ર
ગુજરાતની 15મી વિધાનસભાનું સત્ર આજે શરુ થયું છે. આજે સવારે 9.30 વાગે પહેલા ભાજપ શાસક પક્ષના ધારાસભ્યોની વિધાનસભાના ચોથા માળે ખાસ બેઠક મળી હતી. જેમાં મુખ્યમંત્રી અને તમામ મંત્રીઓ સહિત ભાજપના તમામ ધારાસભ્યો હાજર રહ્યા હતા. શાસક પક્ષની બેઠકમાં ધારાસભ્યોના શપથગ્રહણ તથા એક દિવસીય વિધાનસભા સત્ર પર ચર્ચા થઇ
પ્રોટેમ સ્પીકરે શપથ લેવડાવ્યા
ત્યારબાદ પ્રોટેમ સ્પીકર યોગેશ પટેલ રાજ્યપાલ સમક્ષ શપથ લેવા ગયા હતા. સવારે ૧૦ વાગે પ્રોટેમ સ્પીકર તરીકે યોગેશ પટેલ રાજ્યપાલ નિવાસસ્થાને શપથ લીધા અને પછી બપોરે ૧૨ વાગે તેમણે તમામ 182 ધારાસભ્યોને શપથ લેવડાવ્યા હતા. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે શપથ લીધા હતા અને ત્યારબાદ તબક્કાવાર તમામ ધારાસભ્યોએ શપથ લીધા હતા. હાલ આ પ્રક્રિયા ચાલી રહી છે
આ ધારાસભ્યોએ સંસ્કૃત અને હિન્દીમાં શપથ લીધા હતા
  • શિક્ષણ મંત્રી કુબેર ડીંડોરે સંસ્કૃત ભાષામાં શપથ લીધા
  • રાજકોટ પશ્ચિમ ધારાસભ્ય દર્શીતા શાહએ પણ સંસ્કુત મા શપથ લીધા.
  • અબડાસા બેઠકના ધારાસભ્ય પ્રધુમનસિંહ ને પ્રોટેમ સ્પીકર શપથ લેવડાવ્યા
  • પ્રદયુમનસિહ જાડેજા લખી વાંચી ન શકતા હોવાના કારણે પ્રોટેમ સ્પીકર બોલીને શપથ લેવડાવ્યા
  • નાંદોદના ધારાસભ્ય ડો દર્શના દેશમુખ સંસ્કૃતમા શપથ લીધા
  • કચ્છ માંડવીના ધારાસભ્ય અનિરુદ્ધ દવે સંસ્કૃતમા શપથ લીધા.
  • પાલનપુર ધારાસભ્ય અનિકેત ઠાકર સંસ્કૃતમા શપથ લીધા
  • ઊંઝા ધારાસભ્ય કિરીટ પટેલે પણ સંસ્કૃત ભાષામાં શપથ લીધા
  • બાપુનગર દીનેશસિંહ કુશવાહા એ હિન્દીમાં શપથ લીધા
  • કનૈયાલાલ કિશોરીએ સંસ્કુતમા શપથ લીધા
  • કોંગ્રેસના ધારાસભ્ય અર્જુન મોઢવાડિયાએ સંસ્કુતમા શપથ લીઘા
  •  ભાજપના ધારાસભ્ય પ્રધ્યુમન વાજાએ સંસ્કુતમા શપથ લીધા

મંગળવારે અધ્યક્ષ ઉપાધ્યક્ષની ચૂંટણી
ત્યારબાદ મંગળવારે 20મી એ એક દિવસનું વિધાનસભા સત્ર મળશે. મંગળવારે વિધાનસભાના અધ્યક્ષ અને ઉપાધ્યક્ષની ચૂંટણી યોજાશે. આ દિવસે ગૃહમાં શોક દર્શક ઠરાવ અને રાજ્યપાલનું સંબોધન રહેશે. આ સાથે ઇમ્પેક્ટ ફી અંગેનું બિલ પણ વિધાનસભા ગૃહમાં રજૂ કરાશે. ત્યારબાદ રાજ્યપાલના ભાષણ પર સંબોધન સાથે એક દિવસીય વિધાનસભા ગૃહની કાર્યવાહી પુરી થશે. આજે સ્પીકર અને ડે.સ્પીકર માટે ભાજપના શંકર ચૌધરી અને જેઠાભાઇ ભરવાડે શપથ લીધા હતા.
ધારાસભ્યોના બેંક ખાતા ખોલવાની પ્રક્રિયા
બીજી તરફ તમામ ધારાસભ્યોના બેન્ક એકાઉન્ટ આજે ખોલવાની પ્રોસેસ શરુ થઇ છે. તમામ ધારાસભ્યોના આઈકાર્ડ પણ આજે ઇસ્યુ થશે. શપથ લેતા જ ધારાસભ્યોના પગાર ભથ્થાઓ શરુ થયા હતા. ધારાસભ્યોના પગાર ભથ્થાઓના બેન્ક એકાઉન્ટ ખોલવા માટે વિધાનસભા ગૃહ ખાતે એસબીઆઈના અધિકારીઓ એ કેમ્પ કર્યો હતો. 

શું કહ્યું હાર્દિક પટેલે
બીજી તરફ ભાજપના વિરમગામના ધારાસભ્ય હાર્દિક પટેલે ગૃહ શરુ થતાં પહેલા કહ્યું કે ગુજરાતની જનતાએ જીત અપાવી છે અને આજે પ્રથમ વાર તમામ ધારાસભ્યોની શપથ વિધિ થશે.  તેમણે કહ્યું કે  પાટીદાર આંદોલનના 28 કેસો  મારા પર થયા છે. પાટીદાર કેસો પરત ખેંચવા માટે થોડા દિવસ અગાઉ ઋષિકેશ પટેલ સાથે વાતચીત થઈ હતી .આગામી સમયમાં પાટીદાર આંદોલનના કેસો પરત ખેંચવામાં આવ્યા હતા.  તેમણે કહ્યું કે  અમે જ સરકાર અને હવે અને વિપક્ષની ભૂમિકા ભજવીશું.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Advertisement
Tags :
Advertisement

.