Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

બરોડા ડેરીના વહીવટદારો સામે ધારાસભ્ય કેતન ઇનામદારનો હુંકાર, કહ્યું ભૂલ સ્વીકારો નહીંતર જોવા જેવી થશે

મઘ્ય ગુજરાતની સૌથી મોટી સહકારી સંસ્થા એટલે કે બરોડા ડેરી છેલ્લા ઘણા સમયથી ભારે ચર્ચામાં છે, ડેરીમાં ચાલતા ગેરવહીવટ અને ભ્રષ્ટાચાર મામલે સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદારે  ડેરીના વહીવટદારો સામે મોરચો માંડ્યો છે. આજે વડોદરા જિલ્લાના વરણામા સ્થિત ત્રી મંદિર ખાતે સાવલીના ધારાસભ્ય કેતન ઈનામદાર દ્વારા પશુપાલકોની ખાસ બેઠક બોલાવવામાં આવી હતી જેમાં મોટી સંખ્યામાં વડોદરા જિલ્લા તેમજ
01:11 PM Feb 17, 2023 IST | Vipul Pandya
મઘ્ય ગુજરાતની સૌથી મોટી સહકારી સંસ્થા એટલે કે બરોડા ડેરી છેલ્લા ઘણા સમયથી ભારે ચર્ચામાં છે, ડેરીમાં ચાલતા ગેરવહીવટ અને ભ્રષ્ટાચાર મામલે સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદારે  ડેરીના વહીવટદારો સામે મોરચો માંડ્યો છે. આજે વડોદરા જિલ્લાના વરણામા સ્થિત ત્રી મંદિર ખાતે સાવલીના ધારાસભ્ય કેતન ઈનામદાર દ્વારા પશુપાલકોની ખાસ બેઠક બોલાવવામાં આવી હતી જેમાં મોટી સંખ્યામાં વડોદરા જિલ્લા તેમજ છોટાઉદેપુરના પશુમાલિકો ઉપસ્થિત રહ્યા હતા,જેમાં કેતન ઈનામદારની ડેરી સામેની લડાઈમાં જિલ્લાના ત્રણ ધારાસભ્યો  પણ પોતાનો ટેકો જાહેર કર્યો હતો.
આજે મળેલી આ બેઠકમાં સાવલીના ધારાસભ્ય કેતન ઈનામદારે પોતાનું સંબોધન આપતા જણાવ્યું હતું કે પશુપાલકોના હિતમાં આજે તમામ લોકો એકઠા થયા છે,પશુપાલકને રોજગારી મળે અને ગરીબ પશુપાલક આર્થિક રીતે મજબૂત થાય તે હેતુથી બરોડા ડેરીની સ્થાપના કરવામાં આવી હતી પરંતુ અહીંયા ઉલ્ટી ગંગા વહી રહી છે બરોડા ડેરીમાં સંસ્થા અને પશુપાલકો નહિ બલ્કે ફક્ત ડેરીના વહીવટદારોનો જ વિકાસ થઈ રહ્યો છે.અને આ ભ્રષ્ટાચારી સત્તાધીશોના પાપે પશુપાલકની સ્થિતિ કફોડી થઈ રહી છે,જેથી જ અમે ડેરીના સત્તાધીશો સામે યુદ્ધના મેદાનમાં ઉતર્યા છીએ અમે પશુપાલકોના હિતમાં મરતા સુધી ગેરરીતિ સામે લડતા રહીશું.
વધુ માં કેતન ભાઈ એ જણાવ્યું હતું કે આજે ત્રણ તાલુકાના ધારાસભ્યો ડેરી સામે ની લડાઈમાં જોડાયા છે,વાઘોડિયાના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા,કરજણના ધારાસભ્ય અક્ષય પટેલે પશુપાલકોનું સમર્થન કર્યું છે,તમામ ધારાસભ્યો દ્વારા ડેરીમાં ચાલતા ગેર વહીવટ સામે સરકારમાં ઉગ્ર રજૂઆત કરવામાં આવનાર છે,અમારો અવાજ કોઈ દબાવી નહિ શકે,હું રાજકારણ નહિ બલ્કે પશુપાલકોના હિત માં આગળ આવ્યો છું,કેટલાક વિરોધીઓ કહી રહ્યા છે કે કેતન ઈનામદાર ડેરીમાં વહીવટ કરવા માટે વિરોધ નોંધાવી રહ્યા છે ત્યારે આ વિરોધીઓ ને કહી દઉં છું કે  હું કે મારા પરિવારના સભ્યો ડેરીના કોઈ પદ પર ક્યારેય નહિ આવીએ  ડેરી માં વહીવટ કરવાની અમને લાલસા નથી,

પશુપાલકોનો અવાજ દબાવવાની કોઈના બાપમાં તાકાત નથીઃ કેતન ઇનામદાર 
કેતન ઇનામદારે વધુમાં કહ્યું કે તમારા દબાઈ ગયેલા અવાજ ને હવે મોટો કરવાનો છે,એવો અવાજ કરો કે આવનાર દિવસો માં સારું પરિણામ તમારી ચોખટ પર હોય,પશુપાલકો નો અવાજ દબાવવાની કોઈ ના બાપ માં તાકાત નથી,ડેરી મામલે લોકો મારા પર આક્ષેપ કરી રહ્યા છે,લોકો કહેશે કે આ લોકો વ્યક્તિગત હિસાબ પતાવવા નીકળ્યા છે,અમે હિસાબ પતાવવા નહિ પોતે પતી જવા નીકળ્યા છે,હિસાબ તો મારી પ્રજા પતાવશે કેતન ઈનામદાર નહિ,જ્યાં સુધી ડેરીના સત્તાધીશો ગેરરીતિ અંગે ખુલાસો નહિ આપે ત્યાં સુધી લડતા રહીશું,ડેરી ના વહીવટદારો ને છઠ્ઠી નું ધાવણ યાદ કરાવી દઇશું આ મારો ખુલ્લો પડકાર છે એમને જેટલા ધમપછાડા કરવા હોય કરી લે,કેતન નો જીવ નીકળી જશે પણ અવાજ દબાય નહિ,ડેરી ના વહીવટદારો માં તાકાત હોય તો પશુપાલક ને ધમકાવી જુએ,આજે જાહેરમાં કહી દઉં છું,સોમવારે બપોરે 12 વાગ્યા સુધી દૂધનો પોષણક્ષમભાવ જોઈએ,જો કિલો ફેટ ભાવ વધારો નહિ આપ્યો તો બપોરે 2 વાગ્યે જોવાવારી થશે,ભલે અમારું રાજકારણ પતી જાય પશુ પાલકો ને નહિ પતવા દઈએ,હજી સમય છે નિયામક મંડળના સભ્યો ભૂલ સ્વીકારી લે બાકી મોત પણ સારું નહિ મળે
...તો આગામી સમયમાં જોવા જેવી થશે 
તેમણે વધુમાં કહ્યું કે તમે બઉ ધમકાવ્યા પશુપાલકો ને,જે લોકો ભ્રષ્ટાચાર માં સામેલ ન થયા તેમની મંડળી બંધ કરાવી દીધી જો તમે  સાચા હોય તો કરો પોતાની જાત ને સાબિતઉલ્લેખનીય છે કે સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદારે ડેરી ના સંચાલકો સામે ગંભીર પ્રકાર ના આરોપો લગાવ્યા છે ત્યારે આજે વધુ આરોપ લગાવતા તેમણે જણાવ્યું હતું કે ડેરીના 13 ડિરેક્ટરો બોર્ડ મિટિંગમાં કવરો લઈને ગેર વહીવટ કરે છે,હજી સમય છે ડેરીના નિયામક મંડળના સભ્યો પોતે પોતાની ભૂલનો જાહેર માં સ્વીકાર કરી જાતે જ સજા નક્કી કરી લે નહિ તો આગામી સમયમાં જોવા જેવી થશે,અને જો વહીવટ ચોખ્ખો કર્યો હોય તો જાહેરમાં આવી ચર્ચા કરી લે,અમે ધારાસભ્ય નહિ બલ્કે પશુ પાલક તરીકે ડેરી બહાર દેખાઓ કરીશું.અમને તાત્કાલિક પરિણામ જોઈએ છે,

ડેરી ને બચાવવા આપણે સૌ મેદાને પડયા છીએ ઃ અક્ષય પટેલ 
આજે મળેલી આ બેઠક માં ઉપસ્થિત રહેલા કરજણ ના ધારાસભ્ય અક્ષય પટેલે પણ પોતાનું નિવેદન આપતા જણાવ્યું હતું કેસબરોડા ડેરી પશુપાલકો ને રોજગારી આપતી એક સંસ્થા છે આ સંસ્થા નું અત્યારે અહિત થઈ રહ્યું છે જેથી ડેરી ને બચાવવા આપણે સૌ મેદાને પડયા છીએ,મને પણ કરજણ તાલુકાના પશુપાલકોની ફરિયાદો મળી એટલે આજે હું મારી જવાબદારી સમજી પશુપાલકો સાથે ઊભો છું,ડેરી માં ચાલતા ગેરવહીવટ ના કારણે અમારા કરજણ તાલુકામાં બરોડા ડેરી હસ્તક કરજણની અનેક મંડળી બંધ થઈ ગઈ છે,એટલું જ નહિ બરોડા ડેરી ના ગેર વહીવટ ના કારણે જિલ્લાની અનેક મંડળીઓ બંધ થવા માંડી છે,ત્યારે હવે અમે ચૂપ નહિ બેસીએ પશુપાલકો વતી અમે મુખ્યમંત્રી ને રજૂઆત કરીશું,બંધ થયેલી મંડળી ફરી શરૂ થાય તેવો પ્રયાસ કરીશું,હાલના વહીવટદારો ભૂલ કબૂલ કરે એવી અમારી માંગ છે,

પશુપાલકોને દૂધનો પોષણક્ષમ ભાવ મળતો નથીઃ ધર્મેન્દ્રસિંહ વાઘેલા 
વાઘોડિયાના ધારાસભ્ય પણ ડેરી ના ગેર વહીવટ સામે મજબૂત અવાજ બન્યા છે ત્યારે ધર્મેન્દ્રસિંહ વાઘેલા એ કહ્યું હતું કે વાઘોડિયા તાલુકાના દૂધ ઉત્પાદકોએ બરોડા ડેરી વિરૂદ્ધ અનેક ફરિયાદો આપી ત્યારે મને પણ થયું કે એક જન પ્રતિનિધિ તરીકે માટે અવાજ ઉઠાવવો જોઈએ,મને મળેલી ફરિયાદો મુજબ પશુપાલકોને દૂધના પોષણક્ષમ ભાવ મળતો નથી,સત્તાધીશો દ્વારા દાણ અને બિયારણ મોંઘુ કરી દેવામાં આવ્યું છે,બરોડા ડેરીના સંચાલકો બજારમાં દૂધ મોંઘુ વેચી દૂધ ઉત્પાદકોને નફ્ફો નથી આપતા,
સોમવારના બપોરે 12 વાગ્યા સુધીનું અલ્ટીમેટમ
સોમવારે બપોરે 12 વાગ્યા સુધી જો બરોડા ડેરીના સત્તાધીશો પશુ પાલકોને પોષણ ક્ષમ ભાવ નહિ આપે અને ડેરી માં ચાલતી ગેરરીતિ અને ભ્રષ્ટાચાર અંગે ખુલાસો નહિ આપેતો સાવલીના ધારાસભ્ય કેતન ઈનામદાર દ્વારા હજારો પશુપાલકો સાથે બરોડા ડેરીના મુખ્ય દ્વાર બહાર  ઉપવાસ પર બેસી જવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે ત્યારે વડોદરા જિલ્લા ના રાજકારણનું ગઢ ગણાતી બરોડા ડેરી ના રાજકારણમાં ભારે ફફડાટ ફેલાયો છે.
આ પણ વાંચોઃ કચ્છમાં સુજલામ સુફલામ જળ અભિયાનનો પ્રારંભ , ૨૦૦૦થી વધુ જળસંચયના કામો કરવામાં આવશે
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Tags :
administratorsBarodaDairyGujaratFirstKetanInamdarMLAwarning
Next Article