Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

મીતીયાળા ગામે આજે ભૂકંપના બે આંચકા નોંધાયા, લોકો ઘરની બહાર દોડી આવ્યા

અમરેલી (Amreli) જિલ્લાના સાવરકુંડલા તાલુકાના મીતીયાળા ગામે (Mitiyala village) આજે ભૂકંપના        (Earthquake) આંચકા થી કાચા અને પાકા અનેક મકાનોમાં તીરાડો પડી જવા પામી હતી જોકે ગામના લોકોને કહેવા   મુજબ છેલ્લા આઠ થી દસ દિવસથી ભૂકંપના આચકા  મીતીયાળા ગામે આવી રહ્યા હોવાનું જણાવ્યું હતું મીતીયાળા ગામ ચારે બાજુથી ડુંગરાઓથી ઘેરાયેલું ગામ છે અને પથરાળ જમીન હોવાથી અહીં વારંવાર ભૂકંપ આવતા હોવાનું પણ ગ્રામજનોàª
03:22 PM Nov 23, 2022 IST | Vipul Pandya
અમરેલી (Amreli) જિલ્લાના સાવરકુંડલા તાલુકાના મીતીયાળા ગામે (Mitiyala village) આજે ભૂકંપના        (Earthquake) આંચકા થી કાચા અને પાકા અનેક મકાનોમાં તીરાડો પડી જવા પામી હતી જોકે ગામના લોકોને કહેવા   મુજબ છેલ્લા આઠ થી દસ દિવસથી ભૂકંપના આચકા  મીતીયાળા ગામે આવી રહ્યા હોવાનું જણાવ્યું હતું 
મીતીયાળા ગામ ચારે બાજુથી ડુંગરાઓથી ઘેરાયેલું ગામ છે અને પથરાળ જમીન હોવાથી અહીં વારંવાર ભૂકંપ આવતા હોવાનું પણ ગ્રામજનોએ જણાવ્યુ હતુ મિતિયાળા માં છેલ્લાં આંઠ દસ દિવસથી ભૂકંપના આચકા આવતા હોવાથી લોકોમાં પણ ભયનું વાતાવરણ જોવા મળેલ છે ત્યારે ભૂકંપના આચકા અંગે સરકારી તંત્ર પાસે ભૂકંપની કોઈ નોંધ ન હોવાનું પણ જાણવા મળી રહ્યું છે.
મળતી માહિતી અનુસાર અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના મિતિયાળા ગામે છેલ્લા આઠથી દસ દિવસથી ભૂકંપના નાના નાના ધરતીકંપના આંચકાઓ ગામના લોકો અનુભવી રહ્યા છે ત્યારે આજે બપોરે 1:30 થી 2:00 વાગ્યા દરમિયાન ભુકંપના બે આચકાઓ આવેલ હતા ને આ ધરતીકંપના આંચકાનો અહેસાસ ભાડ ગામની સીમ અને વાંકીયા ગમાં અને સીમ વિસ્તારમાં અનુભવાયો હોવાનું જાણવા મળી રહ્યું છે જેના કારણે ગામના ગ્રામજનોના પાકા તેમજ કાચા મકાનોમાં તિરાડો પણ પડી જવા પામી હતી 
છેલ્લા આઠ દસ દિવસથી અહીં ભૂકંપના આચકાઓ આવી રહ્યા છે ત્યારે ગામના લોકો પણ ભયના ઓથાર નીચે જીવી રહ્યા છે ત્યારે આ અંગે સરકાર તંત્ર પાસે પણ ભૂકંપ અંગેની કોઈ નોંધ ન હોવાનું પણ જાણવા મળી રહ્યું છે. મીતીયાળા ગામે મિતિયાળા ગીર અભ્યારણ પણ આવેલું છે અહીં જંગલી જાનવરો સિંહ દીપડા જેવા જાનવરોનો પણ રહેવાસ હોય 
ત્યારે તંત્રએ આગમચેતી રૂપે અહીં ભૂકંપની નોંધ લેવી જરૂરી બને છે. મિતિયાળા ગામ ડુંગરાઓની વચ્ચે આવેલું ગામ છે અને કડક અને પથરાલ જમીન હોવાથી અહીંયા ભૂકંપના આંચકાઓ સતત આવી રહ્યા હોવાનું પણ જાણવા મળેલ છે.
આ પણ વાંચો- નકલી PSI બની લોકોના ઘરમાં જઈ ચા પાણી નાસ્તો કરી ખંખેરતો હતો રૂપિયા
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Tags :
AmreliearthquakeGujaratGujaratFirstMitiyalavillage
Next Article