ભૂજ નગરપાલિકાએ પ્રેમ લગ્ન કરનારી સગીરાનું બનાવી દીધું મેરેજ સર્ટિફીકેટ
ભૂજ નગરપાલિકાની ગંભીર બેદરકારી સામે આવી છે. ભુજ નગરપાલિકામાં લગ્ન-નોંધણી રજીસ્ટ્રાર શાખા દ્વારા 18 વર્ષથી નીચેની યુવતીનું મેરેજ સર્ટી બનાવી દેવામાં આવ્યું હોવાનું સામે આવ્યું હતું. જે મુદ્દો ટોક ઓફ ધી ટાઉન બન્યો છે.આ અંગેની ફરીયાદ ખુદ પ્રેમ લગ્ન કરનાર સગીરાના પિતાએ કરી હતી. આ બાબતે સગીરાના પિતાએ માહિતી આપતાં જણાવ્યું હતું કે દીકરીએ પરિવારની મરજી વિરુદ્ધ લગ્ન કરવા હેતુ પાલિકાન
ભૂજ નગરપાલિકાની ગંભીર બેદરકારી સામે આવી છે. ભુજ નગરપાલિકામાં લગ્ન-નોંધણી રજીસ્ટ્રાર શાખા દ્વારા 18 વર્ષથી નીચેની યુવતીનું મેરેજ સર્ટી બનાવી દેવામાં આવ્યું હોવાનું સામે આવ્યું હતું. જે મુદ્દો ટોક ઓફ ધી ટાઉન બન્યો છે.
આ અંગેની ફરીયાદ ખુદ પ્રેમ લગ્ન કરનાર સગીરાના પિતાએ કરી હતી. આ બાબતે સગીરાના પિતાએ માહિતી આપતાં જણાવ્યું હતું કે દીકરીએ પરિવારની મરજી વિરુદ્ધ લગ્ન કરવા હેતુ પાલિકાની લગ્ન નોંધણી શાખામાં મેરેજ સર્ટી તૈયાર કરાવી લીધું હતું. પરંતુ તેની જાણ મુખ્ય અધિકારી સમક્ષ કરતા અંતે લગ્ન-નોંધણી રજીસ્ટ્રાર શાખા દ્વારા આ મેરેજ સર્ટી રદ કરી દેવામાં આવ્યું હતું.
આ અંગે ભુજ નગરપાલિકાનાં પ્રમુખે જણાવ્યું હતું કે ક્લેરિકલ ભૂલના કારણે સર્ટીફીકેટ જનરેટ થઈ ગયું હતું જેમાં વર્ષ ફેરફાર થતા તેની ઉંમરની કાઇટેરિયામાં મિસમેચ થતા, તે બાબત ધ્યાન આવતા સર્ટી રદ કરી દેવામાં આવ્યું છે. ગેરરીતિથી બનાવેલા મેરેજ સર્ટીમાં સાથ આપનારા વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે એવી સગીરાના પિતાએ માગ કરી છે. હાલ આ મુદ્દો ટોક ઓફ ધી ટાઉન બની જવા પામ્યો છે.આ રીતે બેદરકારી થઈ તો કેમ થઈ,સગીરા હોવા છતાં સર્ટિ કેમ તૈયાર થયું. આવી અનેક બાબતો ચર્ચાના એરણે પહોંચી છે
પાલિકામાં સર્ટિ બનાવતા સમયે બે થી ત્રણ ટેબલોમાં ચેક થવા જાય છે તો પછી ભૂલ કેમ થઈ,તે પણ પ્રશ્ન છે. જો આવી ગંભીર ભૂલ રહી જતી હોય તો અત્યાર સુધી અનેકના આવા સર્ટિ નહીં બન્યા હોય તેની શું ખાત્રી, આ અંગે તપાસ કરવા માંગ તેમજ સંબંધિત કર્મચારી સામે પગલાં લેવાની પણ માંગ કરાઇ છે.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Advertisement