Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

પાર્સલ લેવા ઉભેલી સગીરાની છેડતી બાદ ધીંગાણું સર્જાયું, પોલીસ ફરિયાદ નોંધાઈ

પાર્સલ લઈને નીકળેલી સગીરાનો પીછો કર્યોસગીરાના ભાઈની એકટીવાને ટક્કર મારીહુમલાખોરોએ તલવાર કાઢી મારામારી કરીભરૂચ જિલ્લામાં વિધાનસભાની ચૂંટણીના પ્રચાર-પ્રસાર વચ્ચે કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસ પણ ચુસ્ત પોલીસ બંદોબસમાં રહી છે પરંતુ ભરૂચના નેશનલ હાઇવે 48 ઉપર મેકડોનલ્ડસમાં પાર્સલ લેવા ઉભેલી સગીરાને કેટલાક તત્વો અભદ્ર ચેન ચાળા કરી છેડતી કરતા હોય જેને લઇ સગીરા પાર્સલ લàª
પાર્સલ લેવા ઉભેલી સગીરાની છેડતી બાદ ધીંગાણું સર્જાયું  પોલીસ ફરિયાદ નોંધાઈ
  • પાર્સલ લઈને નીકળેલી સગીરાનો પીછો કર્યો
  • સગીરાના ભાઈની એકટીવાને ટક્કર મારી
  • હુમલાખોરોએ તલવાર કાઢી મારામારી કરી
ભરૂચ જિલ્લામાં વિધાનસભાની ચૂંટણીના પ્રચાર-પ્રસાર વચ્ચે કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસ પણ ચુસ્ત પોલીસ બંદોબસમાં રહી છે પરંતુ ભરૂચના નેશનલ હાઇવે 48 ઉપર મેકડોનલ્ડસમાં પાર્સલ લેવા ઉભેલી સગીરાને કેટલાક તત્વો અભદ્ર ચેન ચાળા કરી છેડતી કરતા હોય જેને લઇ સગીરા પાર્સલ લઈને બહાર નીકળતા તેનો પીછો કરી તેના ભાઈની એકટીવાને ટક્કર મારી રોડ પર પાડી દઈ મારામારી કરતા એક હુમલાખોરે તલવાર બહાર કાઢી હતી જેના પગલે સમગ્ર મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો
છેડતી કરી
ભરૂચ C ડિવિઝન પોલીસ મથકમાં નોંધાયેલી ફરિયાદ અનુસાર ભરૂચના પૂર્વ પટ્ટી વિસ્તારના એક ગામમાં રહેતી સગીરા તેના ભાઈ સાથે ભરૂચ નેશનલ હાઈવે 48 ઉપર આવેલ મેકડોનલ્ડસમાં ખાણી પીણીની ચીજ વસ્તુનું પાર્સલ લેવા લાઈનમાં ઊભી હતી તે દરમિયાન 2 એકટીવા ઉપર 4 લોકો આવ્યા હતા અને તેઓ સગીરા પાર્સલ લેવા લાઈનમાં ઉભી હતી તે વેળા અભદ્ર ઈશારા અને ચેનચાળા કર્યા હતા.
તલવાર કાઢી મારામારી કરી
સગીરા પોતાનું પાર્સલ લઇ મેકડોનલ્ડસમાં બહાર નીકળી ભાઈ સાથે પરત ફરી રહી હતી તે દરમિયાન 2 એક્ટીવા ઉપર 4 લોકો જેમાં તુલસીધામ સોસાયટીનો રહીશ ઋષભ વસાવા અને મહાદેવ નગર સોસાયટીમાં રહેતો સ્વપ્નિલ તથા અન્ય અજાણ્યા 2 મળી 4 જણાએ સગીરા અને તેના ભાઈનો પીછો કર્યો હતો અને તેણીના ભાઈની એકટીવાને રસ્તામાં ટક્કર મારી રસ્તા ઉપર પાડી દઈ ધાક ધમકી આપી ધીંગાણું કર્યું હતું. જેમાં ઋષભ વસાવાએ કપડામાં વિટારેલી તલવાર બહાર કાઢી મારામારી કરતા સગીરાના ભાઈએ તેના પરિવારને જાણ કરતા પરિવાર પણ સ્થળ ઉપર દોડી આવ્યું હતું
પોલીસે ગુન્હો નોંધ્યો
સમગ્ર મામલો પોલીસ મથકે પહોંચતા પોલીસે ઋષભ વસાવા, સ્વપ્નિલ તથા અન્ય 2 અજાણ્યા મળી કુલ 4 શખ્સો સામે પોલીસે મારામારી એક્ટ 323, જાનથી મારી નાખવાની ધમકી આપવા બદલ 506(2) હથિયાર ધારા 509, 114 તથા સગીરાની છેડતી કરવા બદલ પોકસો એક્ટ હેઠળ ગુનો દાખલ કરી હુમલાખોરોની ધરપકડના ચક્રોગતિમાન કર્યા છે.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Advertisement
Tags :
Advertisement

.