Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ડભોઇના કરણેટ ગામે ઓરસંગ નદીમાં કરોડોની સફેદ રેતીનું ખનન થઈ ગયા બાદ ખાણ ખનીજની કાર્યવાહી

ડભોઇ (Dabhoi) તાલુકાના કરણેટ ગામે ખાણ ખનીજ વિભાગનો (Department of Mines and Minerals) સપાટો 1 ટ્રેક્ટર, 1 ડમ્પર, અને 1 જેસીબી મશીન, જપ્ત જ્યારે 4 ટ્રેક્ટરો ભાગી છુટ્યા તંત્રના આ સપાટાને લઈ ખનીજ ચોરો માં ફફડાટ 15 થી 20 લાખ રૂપિયાનો મુદ્દા માલ કબજે કરવામાં આવ્યો છે નદીના પટમાં કરોડો રૂપિયાને રેતી ખનન થઈ ગયો પછી અધિકારીઓ જાગ્યા છે.છેલ્લા કેટલાક સમયથી ડભોઇ તાલુકાના કરણેટ ગામે થી પસાર થતી ઓરસંગ નદીમાં સફેદ  રેતી ની ચà«
ડભોઇના કરણેટ ગામે ઓરસંગ નદીમાં કરોડોની સફેદ રેતીનું ખનન થઈ ગયા બાદ ખાણ ખનીજની કાર્યવાહી
ડભોઇ (Dabhoi) તાલુકાના કરણેટ ગામે ખાણ ખનીજ વિભાગનો (Department of Mines and Minerals) સપાટો 1 ટ્રેક્ટર, 1 ડમ્પર, અને 1 જેસીબી મશીન, જપ્ત જ્યારે 4 ટ્રેક્ટરો ભાગી છુટ્યા તંત્રના આ સપાટાને લઈ ખનીજ ચોરો માં ફફડાટ 15 થી 20 લાખ રૂપિયાનો મુદ્દા માલ કબજે કરવામાં આવ્યો છે નદીના પટમાં કરોડો રૂપિયાને રેતી ખનન થઈ ગયો પછી અધિકારીઓ જાગ્યા છે.
છેલ્લા કેટલાક સમયથી ડભોઇ તાલુકાના કરણેટ ગામે થી પસાર થતી ઓરસંગ નદીમાં સફેદ  રેતી ની ચોરી નો ધંધો ખુલ્લેઆમ ફુલ્યો ફાલ્યો હતો. અનેક વાર ગ્રામજનો દ્વારા રજૂઆત કરવા આવી હતી. ત્યારે વડોદરા માઇન સુપરવાઇઝર ભૂસ્તર શાસ્ત્રી કચેરી ખાતે ફરજ બજાવતા દેવાભાઈ છારીયા ભૂસ્તર વિજ્ઞાન અને ખાણ ખનીજ ખાતા દ્વારા રવિવાર બપોરના સમયે ડભોઇ તાલુકાના કરણેટ ઓરસંગ નદીમાંથી ખનીજ ચોરી કરી રહેલા હોવાની બાતમી આધારે અધિકારી સુનિતાબેન અરોરા ભૂસ્તરશાસ્ત્રીઓને જાણ કરવામાં આવી હતી.
કરણેટ ગામે થી રેતી ની ચોરી થઈ રહી છે સુચના મુજબ તેઓની સાથે સિક્યુરિટી લઈ ખાનગી ફોરવીલ ગાડી માં વડોદરા થી ડભોઇ તાલુકાના કરણેટ બ્રીજ થી જમણી બાજુ ઓરસંગ નદીમાંથી ગેરકાયદેસર ખનન થઈ રહેલું હતું ક્યા તંત્ર એ ચારે બાજુથી ઘેરો ઘાલી છાપો મારતા એક ટ્રેક્ટર ટ્રોલી સાથેનું નંબર GJ-06-HS-2477 અને એક ડમ્પર GJ-05-BT-3517ને વાહન સહિત ડ્રાઇવરો સાથે ઝડપી પાડયા હતા.
જ્યારે કે એક જેસીબી મશીન પીળા કલરનું રેતી ખનન ની ગેરકાયદે પ્રવૃત્તિ કરતા ચાલક મશીન લઈને ભાગી છુટ્યો હતો જ્યારે કે તે દરમિયાન નદીમાંથી ગેરકાયદે રેતી ભરવા આવેલા અન્ય ચાર જેટલા ટ્રેક્ટરો ટ્રોલી સાથેના ચાલકોને ઉભું રાખવાનું કહેતા તેઓ બેદરકારી પૂર્વક હંકારી ભાગી છુટ્યા હતા. ઝડપી પાડેલા વાહનો સામે આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જેમાંથી કરનેટ ઓરસંગ નદીમાં થયેલી ખનીજ ચોરીનો ટ્રેક્ટર અને ડમ્પર ડભોઇ પોલીસને હવાલે કરી એક જેસીબી મશીન અને ચાર ટ્રેક્ટરના નામ સરનામા મળી આવ્યા નથી.
એકબીજાની મદદગારી કરી તેઓના વિરોધ માઇનસ એન્ડ મિનરલ રેગ્યુલેશન એન્ડ ડેવલોપમેન્ટ એકટ 1957ની કલમ 4(1)4A21 તથા ગુજરાત મિનરલ્સ પ્રેવેનન્સ ઓફ ઈ લીગલ ટ્રાન્સપોર્ટેશન અને સ્ટોરેજ 2017ના નિયમ 3 તથા 7ના ભંગ બદલ 21 મુજબ તથા આઇપીસી કલમ 379 186 279 તથા 114 મુજબ ગુનો નોંધાવી વાહન કબજે કરી આગળ કાર્યવાહી કરવા અત્યાર સુધીમાં થયેલી ખનીજ ચોરીનું માપ કરી અને યોગ્ય દંડ આપવાની ખાણ ખનીજ વિભાગ દ્વારા જાણવા મળ્યું છે.? જોકે એક ટ્રક અને ટ્રેક્ટર ઝડપી પાડી ખાણ ખનીજ ના દરોડા થી ખનીજ ચોરો માં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Advertisement
Tags :
Advertisement

.