રાજસ્થાનમાં ભાજપ સાંસદ પર ખનન માફિયાઓનો હુમલો, આ રીતે બચાવ્યો જીવ
રાજસ્થાનના ભરતપુરથી ભાજપ સાંસદ રંજીતા કોલી પર માઈનીંગ માફિયાઓએ હુમલો કર્યો હોવાનું સામે આવી રહ્યું છે. સ્થિતિ એટલી ખરાબ થઈ ગઈ હતી કે, સાંસદે ખેતરોમાં દોડીને પોતાનો જીવ બચાવવો પડ્યો હતો. આ હુમલામાં ભાજપના સાંસદ આબાદ બચી ગયા છે. સાંસદ રંજીતાનું કહેવું છે કે, માઈનીંગ માફિયાઓએ તેમના ઉપર ડમ્પર ચઢાવવાનો પ્રયાસ કર્યો અને તેમની કારના કાચ તોડી નાખ્યા. ભાજપ સાંસદે મીડિયાને જણાવ્યું કે, àª
04:29 AM Aug 08, 2022 IST
|
Vipul Pandya
રાજસ્થાનના ભરતપુરથી ભાજપ સાંસદ રંજીતા કોલી પર માઈનીંગ માફિયાઓએ હુમલો કર્યો હોવાનું સામે આવી રહ્યું છે. સ્થિતિ એટલી ખરાબ થઈ ગઈ હતી કે, સાંસદે ખેતરોમાં દોડીને પોતાનો જીવ બચાવવો પડ્યો હતો. આ હુમલામાં ભાજપના સાંસદ આબાદ બચી ગયા છે. સાંસદ રંજીતાનું કહેવું છે કે, માઈનીંગ માફિયાઓએ તેમના ઉપર ડમ્પર ચઢાવવાનો પ્રયાસ કર્યો અને તેમની કારના કાચ તોડી નાખ્યા.
ભાજપ સાંસદે મીડિયાને જણાવ્યું કે, તે રવિવારે રાત્રે દિલ્હીથી પરત ફરી રહી હતી. આ દરમિયાન, તેમણે કામા બોર્ડર પર ગેરકાયદેસર ખાણકામ સાથે ઓવરલોડ ટ્રકોની કતાર જોઈ. ટ્રકોને રોકવામાં આવતા ખનન માફિયાઓએ હુમલો કર્યો હતો. ભારે પથ્થરમારાના કારણે કોળીની કારના કાચ તૂટી ગયા હતા. તેમની કારને પણ ટ્રકે ટક્કર મારી હતી. તે સુરક્ષાકર્મીઓ સાથે ખેતરમાં દોડી ગયા હતા. ત્યાં હુમલાખોરોએ તેમનો પીછો કર્યો હતો. અવાજ સાંભળીને ગ્રામજનો ઘટનાસ્થળે પહોંચ્યા ત્યારે હુમલાખોરો ત્યાંથી ભાગી ગયા હતા. સાંસદનું કહેવું છે કે, તેમણે પહેલા જ ભરતપુર એસપીને ગેરકાયદેસર ખનન વિશે જણાવ્યું હતું.
ભાજપના સાંસદ ધરણા પર બેસવાને કારણે વહીવટીતંત્રમાં ખળભળાટ મચી ગયો હતો. ડીએમ આલોક રંજન અને એસપી શ્યામ સિંહ ઘટનાસ્થળે પહોંચ્યા અને તેમની પાસેથી ઘટના અંગે પૂછપરછ કરી. વળી, તેમણે આરોપ લગાવ્યો કે ઘટનાની જાણ કર્યા પછી પણ નજીકની પોલીસ ચોકીમાંથી કોઈ મદદ મળી ન હતી અને પોલીસ 2 કલાક મોડી પહોંચી હતી. મામલાની ગંભીરતા જોઈને સાંસદ ધરણા પર બેસી ગયા છે. આજે સવાર સુધી ધરણા પર બેઠેલા ભાજપના સાંસદે પોલીસ અને વહીવટીતંત્રને હુમલાખોરોને પકડવા અને ગેરકાયદેસર ખનન રોકવાની માંગ કરી છે. રંજીતા કોલી કહે છે કે માઈનીંગ માફિયાઓ 150 જેટલા ટ્રકો લઈ જતા હતા. ધીલાવટી ચોકી પાસે તેમને રોકવા માટે તેમના પર હુમલો કરવામાં આવ્યો હતો.
Next Article