દેવગઢ બારીયા તાલુકાના ભુવાલ ગામ નજીક ખાણ-ખનીજ વિભાગનો દરોડો, કરોડોનો મુદ્દામાલ જપ્ત
ખાણ-ખનીજ વિભાગે 2.5 કરોડનો મુદ્દામાલ કબ્જે કર્યોપાનમ, ઉજળ જેવી અનેક નદીઓમાં મોટા પાયે ગેરકાયદેસર ખનનરામા, નાથુડી, રાતડીયા, ઉચવાણ જેવા ગામોમાં ખનીજ ચોરીદાહોદ જિલ્લાના દેવગઢ બારીયા તાલુકામાં સફેદ રેતીનો કાળો કારોબાર ફાલ્યો ફૂલ્યો છે ત્યારે રોજની હજારો ટન રેતી મોટાપાયે ગેરકાયદેસર ખનન થાય છે. રેતી ખનનને લઈ જિલ્લા ખનીજ વિભાગ તેમજ સ્થાનિક તંત્ર દ્વારા યોગ્ય કાર્યવાહી ના થતા રેત માફ
- ખાણ-ખનીજ વિભાગે 2.5 કરોડનો મુદ્દામાલ કબ્જે કર્યો
- પાનમ, ઉજળ જેવી અનેક નદીઓમાં મોટા પાયે ગેરકાયદેસર ખનન
- રામા, નાથુડી, રાતડીયા, ઉચવાણ જેવા ગામોમાં ખનીજ ચોરી
દાહોદ જિલ્લાના દેવગઢ બારીયા તાલુકામાં સફેદ રેતીનો કાળો કારોબાર ફાલ્યો ફૂલ્યો છે ત્યારે રોજની હજારો ટન રેતી મોટાપાયે ગેરકાયદેસર ખનન થાય છે. રેતી ખનનને લઈ જિલ્લા ખનીજ વિભાગ તેમજ સ્થાનિક તંત્ર દ્વારા યોગ્ય કાર્યવાહી ના થતા રેત માફિયાઓ જાણે બેફામ બન્યા હોય તેમ જોવાઈ રહ્યું છે ત્યારે આજરોજ ખનીજ વિભાગ જાણે મોડું મોડું જાગ્યું હોય તેમ વહેલી સવારે ભુવાલ ગામે ગેરકાયદેસર રેતી ખનન થતું હોવાની બાતમી આધારે ખાણ-ખનીજ વિભાગ દ્વારા દરોડો પાડવામાં આવ્યો હતો.
અઢી કરોડનો મુદ્દામાલ કબ્જે
વિભાગ દ્વારા રેતી ખનન કરતા ત્રણ મશીન સહિત 5 જેટલા ડમ્પર મળી કુલ અઢી કરોડ રૂપિયાનો મુદ્દા માલ ઝડપી પાડી વધુ કાર્યવાહી હાથ ધરી ખનીજ વિભાગના દરોડાને લઈ રેત માફિયાઓમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે. દેવગઢ બારીયા તાલુકાના ભુવાલ ગામની પાનમ નદીના કિનારે થી ગેરકાયદેસર રેતી ખનન થતું હતું.
રેત માફિયાઓમાં ફફડાટ
મળતી વિગતો પ્રમાણે તાલુકાની પાનમ નદી, ઉજળ નદી સહિત અન્ય નદીઓમાં મોટાપાયે ગેરકાયદેસર રેતી ખનન ચાલતું હતુ. તેમજ તાલુકાના રામા, નાથુડી, રાતડીયા, ઉચવાણ, ભુવાલ, જુના બારિયા, ભૂલવણ, વાંદર જેવા ગામોમાં મોટા પાયે ગેરકાયદે ખનન ચાલે છે ત્યારે ખાણ ખનીજ વિભાગની આ કાર્યવાહીથી રેત માફિયાઓમાં ફફડાટ ફેલાયો છે.
આ પણ વાંચો - માલેતુજારોને ટિકિટ આપી પાયાના હોદ્દેદારોને પડતા મૂક્યા હોવાના આક્ષેપ સાથે ખેસની હોળી કરાઈ
Advertisement