ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

મહેસાણાનું એક એવું પ્રિન્ટિંગ પ્રેસ, જે ફક્ત મહિલાઓથી ચાલે છે, રૂપિયા 4 કરોડનું છે ટર્નઓવર

સામાન્ય રીતે પ્રિન્ટિંગ પ્રેસ અને મશીન પર કામગીરી કરવાનું કામ વર્ષોથી પુરુષો કરતા આવ્યા છે , પરંતુ હવે મહિલાઓ પણ પુરુષ સાથે કદમથી કદમ મિલાવી આગળ વધી રહી છે અને એવું કોઈ ક્ષેત્ર નહિ હોય કે જ્યાં મહિલાઓ ન પહોંચી હોય..મહેસાણામાં આવ્યું છે મહિલાઓ દ્વારા ચાલતું આ પ્રિન્ટીંગ પ્રેસ  વાત કરીએ મહેસાણાની.. મહેસાણાના વિસનગરમાં મહિલાઓ દ્વારા છેલ્લા 30 વર્ષથી પ્રિન્ટીંગ પ્રેસ ચલાવવામાં આવે
06:14 AM Dec 26, 2022 IST | Vipul Pandya
સામાન્ય રીતે પ્રિન્ટિંગ પ્રેસ અને મશીન પર કામગીરી કરવાનું કામ વર્ષોથી પુરુષો કરતા આવ્યા છે , પરંતુ હવે મહિલાઓ પણ પુરુષ સાથે કદમથી કદમ મિલાવી આગળ વધી રહી છે અને એવું કોઈ ક્ષેત્ર નહિ હોય કે જ્યાં મહિલાઓ ન પહોંચી હોય..
મહેસાણામાં આવ્યું છે મહિલાઓ દ્વારા ચાલતું આ પ્રિન્ટીંગ પ્રેસ 
 વાત કરીએ મહેસાણાની.. મહેસાણાના વિસનગરમાં મહિલાઓ દ્વારા છેલ્લા 30 વર્ષથી પ્રિન્ટીંગ પ્રેસ ચલાવવામાં આવે છે. મહિલાઓની એક સહકારી મંડળી દ્વારા આ પ્રિન્ટિંગ પ્રેસ ચલાવાઈ રહ્યો છે અને જેમાં દર વર્ષે 4 કરોડનું ટર્નઓવર  છે અને આમાં ખાસ વિશેષતા એ છે કે અહીં તમામ કામ મહિલાઓ દ્વારા કરવામાં આવે છે 
30 વર્ષ પૂર્વે ઉભુ કરાયેલુ પ્રિન્ટીંગ પ્રેસ આજે વટવૃક્ષ બનીને ઉભુ છે 
મહિ‌લાઓ સ્વમાનભેર જીવી શકે તે માટે 30 વર્ષ પૂર્વે મહેસાણાના વિસનગરમાં ઉભું કરાયેલું પ્રિન્ટિંગ પ્રેસ આજે વટવૃક્ષ બની મહિ‌લાઓને સ્વરોજગાર તરફ પ્રેરી રહ્યું છે. દસ મહિ‌લાઓથી શરૂ કરાયેલા આ મહિ‌લા પ્રિન્ટિંગ પ્રેસમાં આજે 4 હજાર મહિ‌લા સભાસદો છે અને વાર્ષિ‌ક 4 કરોડ જેટલું ટર્નઓવર થઈ રહ્યું છે વિસનગરમાં વર્ષ ૧૯૯૦માં શ્રી વિસનગર મહિ‌લા મુદ્રણાલયની સ્થાપના કરાઇ હતી. આ મુદ્રણાલય 30 વર્ષ બાદ 4000 મહિ‌લા સભાસદ છે. જેનો વહીવટ તેમજ કામગીરી મહિ‌લાઓના હાથમાં છે. આ મુદ્રણાલયમાં મહિ‌લાઓ પોતાના ઘર આંગણે ફાઇલો બનાવવી, છાપકામ, કટીંગ કામ, બુક બાઇન્ડીંગ સહિ‌ત સ્ટેશનરીને લગતી તમામ વસ્તુઓ બનાવી સ્વનર્ભર  બની રહી છે આ મુદ્રણાલય આજે રૂ.4 કરોડના ટર્નઓવર આંબી જતાં મહિ‌લાઓના આર્થિ‌ક વિકાસ માટે મહત્વનું બની રહ્યું છે 
10 મહિલાઓથી થઇ હતી આ પ્રિન્ટીંગ પ્રેસની શરૂઆત 
શરૂઆતમાં આ મહિલા પ્રેસમાં 10 મહિલાઓને રોજગારી આપવામાં આવતી હતી પરંતુ હાલમાં 250 જેટલી મહિલાઓને રોજગારી આપવામાં આવે છે કેટલીક મહિલાઓ સેન્ટર પર આવી કામ કરે છે તો કેટલીક મહિલાઓ અહીંથી સામાન ઘરે લઈ જઈને કામ કરે છે અહીં એ પણ ધ્યાન રાખવામાં આવે છે કે મહિલાઓને પોતાના ઘરનું પણ કામ કરવાનું હોય છે જેથી તમામ મહિલાઓ બપોરે 12 વાગ્યા પછી ઘરનું કામ કર્યા બાદ અહીં આવે છે જેથી ઘર પણ સચવાઈ જાય અને નોકરી પણ તેઓ કરી શકે 

સરકારી તેમજ અર્ધ સરકારી કચેરીઓના ટેન્ડરો ભરવામાં આવે છે 
આ સંસ્થા દ્વારા સરકારી તેમજ અર્ધ સરકારી કચેરીઓના કામોના  ટેન્ડરો ભરવામાં આવે છે અને ત્યાર બાદ આ ટેન્ડર પ્રમાણે તેમને જે કામ મળે છે તે કામ આ મહિલાઓ દ્વારા પૂર્ણ કરવામાં આવે છે ત્યાર બાદ જે પણ નફો થાય તે તેમના સભાસદો વચ્ચે વહેંચવામાં આવે છે અને સભાસદો પણ ફફત મહિલાઓ જ બની શકે છે.
આ પણ વાંચોઃ  ઓહો આશ્ચર્યમ રમકડાંને બદલે સાપ થી રામે છે આ બાળકી, તમે પણ જોશો તો રહી જશો દંગ

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Tags :
4croreGujaratFirstMehsanaprintingpressturnoverwomen
Next Article