Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

મહેસાણાની દિકરી દ્રષ્ટિએ એથ્લેટીક્સ ચેમ્પિયનશિપમાં જીત્યો ગોલ્ડ મેડલ

દ્રષ્ટિ ચૌધરીએ ગુજરાત સહિત મહેસાણા જિલ્લાનું નામ કર્યું રોશનગુવાહાટી ખાતે યોજાયેલ દોડની સ્પર્ધામાં મેળવ્યું પ્રથમ સ્થાનગુવાહાટી ખાતે 57th નેશનલ ક્રોસ કન્ટ્રી ચેમ્પિયનશીપ માં લીધો હતો ભાગગર્લ્સની 6000 હજાર મીટર દોડની હતી સ્પર્ધાભારતના અલગ અલગ રાજ્યોમાંથી 96 છોકરીઓ એ લીધો હતો ભાગ મહેસાણા (Mehsana) નજીકના હરદેસણ ગામના ખેડૂત પરિવારની દોડવીર દીકરી દ્રષ્ટિએ ગુવાહાટી ખાતે 57th નેશનલ ક્રોસ àª
મહેસાણાની  દિકરી  દ્રષ્ટિએ એથ્લેટીક્સ ચેમ્પિયનશિપમાં જીત્યો ગોલ્ડ મેડલ
  • દ્રષ્ટિ ચૌધરીએ ગુજરાત સહિત મહેસાણા જિલ્લાનું નામ કર્યું રોશન
  • ગુવાહાટી ખાતે યોજાયેલ દોડની સ્પર્ધામાં મેળવ્યું પ્રથમ સ્થાન
  • ગુવાહાટી ખાતે 57th નેશનલ ક્રોસ કન્ટ્રી ચેમ્પિયનશીપ માં લીધો હતો ભાગ
  • ગર્લ્સની 6000 હજાર મીટર દોડની હતી સ્પર્ધા
  • ભારતના અલગ અલગ રાજ્યોમાંથી 96 છોકરીઓ એ લીધો હતો ભાગ
  •  
મહેસાણા (Mehsana) નજીકના હરદેસણ ગામના ખેડૂત પરિવારની દોડવીર દીકરી દ્રષ્ટિએ ગુવાહાટી ખાતે 57th નેશનલ ક્રોસ કન્ટ્રી એથ્લેટીક્સ ચેમ્પિયનશીપ (Athletics Championship)માં ભાગ લીધો હતો. એથ્લેટીક્સ ચેમ્પિયનશિપમાં ગોલ્ડ મેડલ હાંસલ કરીને મહેસાણા સહિત ગુજરાતનું  ગૌરવ વધાર્યું છે. દ્રષ્ટિએ ગોલ્ડ મેડલ હાંસલ કરતા પરિવારજનો તેમજ ગ્રામજનોમાં હર્ષ વ્યાપ્યો છે.
6000 મીટર દોડમાં દ્રષ્ટિ ચૌધરીએ ગોલ્ડ મેડલ જીત્યો
મહેસાણા જિલ્લાના નાનકડા એવા ગામ હરદેશણની દીકરીએ અગાઉ 5000 મીટર દોડમાં પંજાબના સંગુર ખાતે યોજાયેલ આ સ્પર્ધામાં દેશમાં બીજો નંબર હાંસલ કર્યો હતો. ત્યારે હાલમાજ ગુજરાતનું પ્રતિનિધિત્વ કરતી દ્રષ્ટિ ચૌધરીએ ગુવાહાટી ખાતે 57th નેશનલ ક્રોસ કન્ટ્રી ચેમ્પિયનશીપમાં ભાગ લીધો હતો જેમાં ભારતના અલગ અલગ તમામ રાજ્યો માંથી 96 છોકરીઓ એ ભાગ લીધો હતો. 6000 મીટર દોડમાં ગુજરાતની દ્રષ્ટિ ચૌધરી એ ગોલ્ડ મેડલ મેળવી પ્રથમ સ્થાન હાંસલ કરી ગુજરાત અને તેના વતન મહેસાણા જિલ્લાનું નામ સમગ્ર દેશમાં રોશન કર્યું છે. દ્રષ્ટિ ચૌધરી આ જીત માટે નો શ્રેય તેના માતા પિતા અને કોચને આપી રહી છે. દ્રષ્ટિ પોતાની લાંબી છલાંગ વાળી દોડ અહીં પૂરતી સીમિત નથી માનતી. દ્રષ્ટિ એ અત્યાર સુધી ગુજરાતનું પ્રતિનિધિત્વ કર્યું છે પરંતુ તે ભારતનું પ્રતિનિધિત્વ કરી ઓલિમ્પિક માં જવાનું સ્વપ્ન પણ સેવી રહી છે.
બાળપણથી જ પિતાએ હુન્નર પારખ્યું હતું
મહેસાણાની દોડવીર દ્રષ્ટિ ચૌધરીને નાનપણથી જ રમત ગમત ખૂબ શોખ હતો. બાળપણમાં જ તેના પિતા એ દીકરીનું હુન્નર પારખી લીધું હતું જેથી તેને તમામ પ્રકારનો સહયોગ આપવાનું શરૂ કરી દીધું હતું. સવારે દીકરીને વહેલી ઉઠાડી તેની સાથે તેના પિતા પણ દોડ લગાવતા હતા. તેમજ દ્રષ્ટિને પ્રાથમિક શાળાના સમયે વ્યાયામ શિક્ષકો તેમજ કોલેજ ના અભ્યાસ દરમિયાન કોચનો ખુબ સહયોગ મળ્યો જેથી દ્રષ્ટિ પોતાના લક્ષ તરફ વળગી રહી અને આગળ વધતી રહી. તેના પિતા અને દ્રષ્ટિનું એક લક્ષ છે કે તે દેશ વતી ઓલમ્પિક ગેમમાં હિસ્સો લે અને દેશનું નામ રોશન કરે.
સ્પર્ધામાં 96 છોકરીઓએ ભાગ લીધો 
મહેસાણાના હરદેસણ ગામના ખેતી અને પશુપાલન પર જીવન નિર્વાહ કરતા મધ્યમવર્ગના પિતા પ્રવિણભાઈ ચૌધરી ની દીકરી દ્રષ્ટિની સ્પર્ધક તરીકે ગુજરાતમાંથી 6000 મીટરની દોડમાં તાજેતરમાં ગુવાહાટી ખાતે 57th નેશનલ ક્રોસ કન્ટ્રી ચેમ્પિયનશીપમાં ભાગ લીધો જેમાં ભારત ના અલગ અલગ રાજ્યો માંથી 96 છોકરીઓની દોડ યોજાઈ જેમાં પ્રથમ સ્થાન મેળવી ગોલ્ડ મેડલ હાંસલ કરી ગુજરાતનું નામ રોશન કર્યું છે.

અગાઉ સિલ્વર મેડલ જીત્યો હતો
આ અગાઉ સ્પર્ધામાં પંજાબ ખાતે યોજાયેલ નેશનલ ફેડરેશન કપ જુનિયર અંડર 20 એથ્લેટીક્સ ચેમ્પિયનશિપમાં સિલ્વર મેડલ હાંસલ કરીને મહેસાણા સહિત ગુજરાતનું નામ રોશન કર્યું હતું.  અંડર 20 ફેડરેશન કપ સગુર પંજાબ માં સિલ્વર મેડલ દ્વિતિય સ્થાન મેળવેલ જેમાં ગુજરાત માંથી એકમાત્ર દ્રષ્ટિએ ભાગ લીધો હતો. મહેસાણા સહિત ગુજરાતના ગર્વ સમાન દ્રષ્ટિએ અગાઉ અન્ય અનેક સ્પર્ધાઓમાં પણ સિદ્ધિ મેળવી છે જેમા ગુવાહાટીમાં ખેલો ઇન્ડિયા ફિટ ઇન્ડિયા માં 2 સિલ્વર મેડલ 3 કિમિ અને 1500 મીટર દોડમાં મેળવ્યા હતા તેમજ વિજયવાડા જુનિયર નેશનલમાં નેશનલ કક્ષામાં 3 કિમિ દોડમાં સિલ્વર મેડલ અને  ખેલ મહાકુંભ હિંમતનગર ખાતે ગોલ્ડ મેડલ પણ મેળવ્યો હતો.
ગ્રામજનોમાં ખુશી
હરદેશણ ગામની મધ્યમ પરિસ્થિતિ ધરાવતા ખેડૂત પુત્રી દ્રષ્ટિની સિદ્ધિ થી પરિવારજનો સાથે ગ્રામજનોમાં પણ ખૂબ ખુશી પ્રસરી છે. ગ્રામજનો દ્વારા તેનું ભવ્ય  સ્વાગત પણ કરવામાં આવ્યું અને ગ્રામજનો શુભેચ્છા પાઠવી હજુ પણ દિન પ્રતિદિન વધુ પ્રગતિ કરે પોતાના ગામ અને દેશનું નામ રોશન કરે તેવી અભિલાષા પણ વ્યક્ત કરી રહ્યા છે.

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Advertisement
Tags :
Advertisement

.