ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

MLA જીગ્નેશ મેવાણી અને NCP નેતા રેશ્મા પટેલને મહેસાણા કોર્ટે જેલની સજા ફટકારી

વડગામ ધારાસભ્ય જીગ્નેશ મેવાણીની મુશ્કેલીઓમાં સતત વધારો થઇ રહ્યો છે. તાજેતરમાં મળી રહેલી માહિતી અનુસાર, ધારાસભ્ય જીગ્નેશ મેવાણીને ગુજરાતના મહેસાણાની મેજિસ્ટ્રેટ કોર્ટે ગુરુવારે પરવાનગી વિના રેલી કાઢવાના કેસમાં દોષિત ઠેરવ્યા છે.ધારાસભ્ય જીગ્નેશ મેવાણી જ નહીં તેમના ઉપરાંત અન્ય નવને પણ પોલીસની પરવાનગી વિના રેલી કાઢવાના કેસમાં દોષિત ઠેરવવામાં આવ્યા છે. જુલાઇ 2017માં મહેસાણા શહ
09:25 AM May 05, 2022 IST | Vipul Pandya

વડગામ ધારાસભ્ય જીગ્નેશ મેવાણીની મુશ્કેલીઓમાં સતત વધારો થઇ રહ્યો છે. તાજેતરમાં મળી રહેલી માહિતી અનુસાર, ધારાસભ્ય જીગ્નેશ મેવાણીને ગુજરાતના મહેસાણાની મેજિસ્ટ્રેટ કોર્ટે ગુરુવારે પરવાનગી વિના રેલી કાઢવાના કેસમાં દોષિત ઠેરવ્યા છે.
ધારાસભ્ય જીગ્નેશ મેવાણી જ નહીં તેમના ઉપરાંત અન્ય નવને પણ પોલીસની પરવાનગી વિના રેલી કાઢવાના કેસમાં દોષિત ઠેરવવામાં આવ્યા છે. જુલાઇ 2017માં મહેસાણા શહેરમાંથી રેલી માટે ગેરકાયદેસર રીતે ભેગા થવાના ફોજદારી કેસમાં કોર્ટે તેમને દોષિત ઠેરવ્યા છે. તમામ દોષિતોને ત્રણ મહિનાની કેદ અને એક-એક હજાર રૂપિયાના દંડની સજા ફટકારવામાં આવી છે. જીગ્નેશ મેવાણી ઉપરાંત દોષિત ઠેરવવામાં આવેલા આરોપીઓમાં રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP)ના નેતા રેશ્મા પટેલનો પણ સમાવેશ થાય છે. મહેસાણા પોલીસે તેમની સામે ભારતીય દંડ સંહિતા (IPC) ની કલમ 143 હેઠળ ગેરકાયદેસર રીતે ભેગા થવાનો કેસ નોંધ્યો હતો કારણ કે તેમને માર્ચ યોજવાની મંજૂરી આપવામાં આવી ન હતી. પોલીસે આ કેસમાં 12 લોકો સામે ચાર્જશીટ દાખલ કરી હતી. 12 જુલાઇ 2017 ના રોજ, મેવાણી અને તેના સહયોગીઓએ ઉનામાં કેટલાક દલિતોને જાહેરમાં માર માર્યાના એક વર્ષને ચિહ્નિત કરવા માટે મહેસાણાથી પડોશી બનાસકાંઠા જિલ્લામાં ધાનેરા સુધીની 'આઝાદી કૂચ'નું નેતૃત્વ કર્યું. તે સમયે દલિતોની મારપીટને લઈને રાજ્યમાં જોરદાર આંદોલન થયું હતું.
ઉલ્લેખનીય છે કે, હાલમાં જીગ્નેશ મેવાણી જામીન પર બહાર છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિરુદ્ધ વિવાદાસ્પદ ટ્વિટ કરવા બદલ આસામ પોલીસે ગુજરાતમાંથી મેવાણીની ધરપકડ કરી હતી. ત્યારબાદ જીગ્નેશ મેવાણીને કોકરાઝાર કોર્ટમાંથી જામીન મળી ગયા. જોકે, થોડી જ વારમાં પોલીસે જીગ્નેશને અન્ય પોલીસ સ્ટેશનમાં મહિલા પોલીસકર્મી સાથે ગેરવર્તણૂક કરવા બદલ ધરપકડ કરી હતી. બાદમાં મેવાણીને આ કેસમાં પણ જામીન મળી ગયા હતા. હાલમાં આસામ સરકારે આ જામીન સામે ગુવાહાટી હાઈકોર્ટમાં અપીલ દાખલ કરી છે. આ મામલે હવે 27 મેના રોજ સુનાવણી થવાની છે.
Tags :
GujaratGujaratFirstMahesanaMLAMLAJigneshMevani
Next Article