Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

રાજકીય હલચલ વચ્ચે હવે મહેબૂબા મુફતી ટપક્યાં, પાકિસ્તાનને લઈને આપ્યું એવું નિવેદન કે...

પાકિસ્તાનમાં રાજકીય હલચલ ચાલી રહી છે. ઈમરાન ખાનની સરકારે બહુમતી ગુમાવી દીધી છે અને હવે નવા વડાપ્રધાન તરીકે શાહબાઝ શરીફની પસંદગી કરવામાં આવી છે. પાકિસ્તાન ઉપરાંત દુનિયાભરના લોકોની નજર આ રાજકીય પલટવાર પર છે. આ દરમિયાન હવે જમ્મુ-કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી અને પીડીપી પ્રમુખ મહેબૂબા મુફ્તીએ પણ પાકિસ્તાન વિશે નિવેદન આપ્યું છે. મહેબૂબાએ કહ્યું છે કે, અમે ઈચ્છીએ છીએ કે પાકિસ્તાન àª
રાજકીય હલચલ વચ્ચે હવે મહેબૂબા મુફતી ટપક્યાં  પાકિસ્તાનને
લઈને આપ્યું એવું નિવેદન કે

પાકિસ્તાનમાં રાજકીય હલચલ ચાલી
રહી
છે. ઈમરાન ખાનની સરકારે
બહુમતી ગુમાવી દીધી છે અને હવે નવા વડાપ્રધાન તરીકે શાહબાઝ શરીફની પસંદગી કરવામાં
આવી છે. પાકિસ્તાન ઉપરાંત દુનિયાભરના લોકોની નજર આ રાજકીય પલટવાર પર છે. આ દરમિયાન
હવે જમ્મુ-કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી અને પીડીપી પ્રમુખ મહેબૂબા મુફ્તીએ પણ
પાકિસ્તાન વિશે નિવેદન આપ્યું છે. મહેબૂબાએ કહ્યું છે કે
, અમે ઈચ્છીએ છીએ કે પાકિસ્તાન એક સ્થિર દેશ બને. પીડીપી ચીફ મહેબૂબા
મુફ્તીએ પાકિસ્તાનની વર્તમાન સ્થિતિ પર મીડિયા સાથે વાત કરતા કહ્યું કે
, ભુટ્ટો સાહેબ કહેતા હતા કે લોકશાહીમાં જમહૂરિયતના ઘોંઘાટ સાથે ભારત
જીવંત છે
, આજે મને લાગે છે કે પાકિસ્તાનમાં
પણ જમ્હૂરિયતનો ઘોંઘાટ ચાલી રહ્યો છે. અમે ઈચ્છીએ છીએ કે પાકિસ્તાન પણ એક સ્થિર
દેશ બને. મહેબૂબાએ પાકિસ્તાન વિશે કહ્યું કે પાકિસ્તાન આપણો પાડોશી છે અને ત્યાં
લોકશાહી હોવી જરૂરી છે.

Advertisement


હાલમાં પાકિસ્તાનમાં ઈમરાન
ખાનની સરકાર પડી ગઈ છે અને નવી સરકાર બનવા જઈ રહી છે. આ અંગે સંસદનું સત્ર ચાલી
રહ્યું છે. ઈમરાન ખાન પણ થોડા સમય માટે અહીં પહોંચ્યા હતા
, પરંતુ તે પછી તેમણે વોકઆઉટ કર્યું હતું. ઈમરાનની સાથે તેમના સાથી
સાંસદોએ પણ નવા પીએમની ચૂંટણીનો બહિષ્કાર કર્યો હતો. આ સિવાય તેમણે કહ્યું છે કે
પાર્ટીના તમામ સાંસદો પણ પોતાના રાજીનામા આપી રહ્યા છે. બીજી તરફ વિપક્ષી દળોએ
પાકિસ્તાન મુસ્લિમ લીગ-નવાઝના પ્રમુખ શાહબાઝ શરીફને સમર્થન આપ્યું છે અને તેમને
તેમના પીએમ પદના ઉમેદવાર જાહેર કર્યા છે. 

Advertisement

Tags :
Advertisement

.