Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

રાજ્યમાં મેઘરાજાની એકવાર ફરી એન્ટ્રી, સુરેન્દ્રનગરના વઢવાણમાં 16 કલાકમાં 5 ઈંચ વરસાદ નોંધાયો

સમગ્ર ભારતમાં ચોમાસાએ જોર પકડ્યું છે અને આ દિવસોમાં દેશના ઘણા વિસ્તારોમાં સતત ભારે વરસાદ પડી રહ્યો છે. આ વરસાદને કારણે ઘણા રાજ્યોમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. વળી ઘણા રાજ્યોમાં ખેડૂતોને રાહત મળી છે.  ગુજરાતમાં પણ એકવાર ફરી મેઘરાજાની એન્ટ્રી થઇ છે. દરમિયાન, હવામાન વિભાગ (IMD) એ જુલાઈની જેમ ઓગસ્ટ અને સપ્ટેમ્બરમાં પણ ભારે વરસાદની આગાહી કરી છે. રાજ્યમાં એકવાર ફરી વરસાદી માહોલ જોવા મળી
રાજ્યમાં મેઘરાજાની એકવાર ફરી એન્ટ્રી  સુરેન્દ્રનગરના વઢવાણમાં 16 કલાકમાં 5 ઈંચ વરસાદ નોંધાયો
સમગ્ર ભારતમાં ચોમાસાએ જોર પકડ્યું છે અને આ દિવસોમાં દેશના ઘણા વિસ્તારોમાં સતત ભારે વરસાદ પડી રહ્યો છે. આ વરસાદને કારણે ઘણા રાજ્યોમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. વળી ઘણા રાજ્યોમાં ખેડૂતોને રાહત મળી છે.  ગુજરાતમાં પણ એકવાર ફરી મેઘરાજાની એન્ટ્રી થઇ છે. દરમિયાન, હવામાન વિભાગ (IMD) એ જુલાઈની જેમ ઓગસ્ટ અને સપ્ટેમ્બરમાં પણ ભારે વરસાદની આગાહી કરી છે. 
રાજ્યમાં એકવાર ફરી વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. છેલ્લા બે દિવસથી રાજ્યના પાટનગર ગાંધીનગરમાં ધોધમાર વરસાદ પડ્યો છે. જોકે, આજે સવારે આકાશમાં છુટા છવાયા વાદળો જોવા મળી રહ્યા છે. વળી સવારે 6થી રાત્રે 10 સુધીની વાત કરીએ તો 174 તાલુકામાં વરસાદ પડ્યો છે. સુરેન્દ્રનગરના વઢવાણમાં સૌથી વધુ 16 કલાકમાં 5 ઈંચ વરસાદ નોંધાયો છે. સુરેન્દ્રનગરના ધાંગધ્રામાં સરેરાશ 4 ઈંચ વરસાદ નોંધાયો છે. વળી નીંચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હોવાનું પણ સામે આવી રહ્યું છે. બોટાદની વાત કરીએ તો અહીં 16 કલાકમાં 4 ઈંચ વરસાદ પડ્યો છે. ગીર સોમનાથના ઉનામાં સરેરાશ 3.5 ઈંચ વરસાદ તો બોટાદના ગઢડામાં પણ 3.5 ઈંચ વરસાદ પડયો છે. ખેડાના મહુધા અને ભાવનગરના મહુવામાં સરેરાશ 3 ઈંચ વરસાદ નોંધાયો છે. સુરેન્દ્રનગરના લીંબડીમાં પણ 2.5 ઈંચ વરસાદ નોંધાયો છે. આ સિવાય અન્ય 166 તાલુકામાં મેઘરાજાએ હાજરી પુરાવી છે.  
ગત મહિને (જુલાઈ) રાજ્યમાં ખૂબ વરસાદ પડ્યો હતો. જોકે, મેઘરાજાએ એકવાર ફરી ધમાકેદાર એન્ટ્રી કરી છે. ઓગસ્ટ અને સપ્ટેમ્બરમાં સારો એવો વરસાદ પડી શકે તેવી પૂરી સંભાવનાઓ છે. જોકે તે પહેલા જ રાજ્યના અનેક જળાશયો, નદી અને કૂવામાં વરસાદી પાણીથી ભરાઈ ગયા છે. રાજ્યમાં વરસાદની ઝડપ ભલે મંદ પડી હોય પણ વરસાદનો ધમધોકાર ત્રીજો રાઉન્ડ શરુ થવાની તૈયારીમાં છે. તો આ તરફ જુલાઈ મહિનામાં પડેલો વરસાદ આ પહેલા જ 50 વર્ષ જુનો રેકોર્ડ તોડી ચુક્યો છે. હવામાન વિભાગની આગાહી અનુસાર આવનારા દિવસોમાં ફરી રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
Advertisement
Tags :
Advertisement

.