Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

પોરબંદરમાં ઓરીનો રોગચાળો વકર્યો, ઓરીના- રૂબેલાના 7 કેસ નોંધાતા તંત્ર હરકતમાં આવ્યું

ગુજરાતમાં ઓરીનો રોગચાળો વકર્યો છે. વધતાજતા ઓરીના કેસને લીધે આરોગ્ય વિભાગ પણ ચિંતામાં મૂકાયું છે. શંકાસ્પદ કેસો આસપાસના રહેણાંક વિસ્તારોમાં સર્વે સેમ્પલ કલેકશનની સૂચનાઓ આપવામાં આવી છે. તો હવે ઓરીએ પોરબંદરમાં (Porbandar)પણ પગપેસારો કરી લીધો છે. જિલ્લામાં ડિસેમ્બર મહિનામાં ત્રણ બાળકોના પોઝિટીવ કેસો નોંધાયા છે. ત્યારે આરોગ્યની ટીમ બાળકોમાં વેક્સિનેશન, સર્વે, સેમ્પલ કલેકશન સહિતની કામà
05:49 PM Dec 20, 2022 IST | Vipul Pandya

ગુજરાતમાં ઓરીનો રોગચાળો વકર્યો છે. વધતાજતા ઓરીના કેસને લીધે આરોગ્ય વિભાગ પણ ચિંતામાં મૂકાયું છે. શંકાસ્પદ કેસો આસપાસના રહેણાંક વિસ્તારોમાં સર્વે સેમ્પલ કલેકશનની સૂચનાઓ આપવામાં આવી છે. તો હવે ઓરીએ પોરબંદરમાં (Porbandar)પણ પગપેસારો કરી લીધો છે. જિલ્લામાં ડિસેમ્બર મહિનામાં ત્રણ બાળકોના પોઝિટીવ કેસો નોંધાયા છે. ત્યારે આરોગ્યની ટીમ બાળકોમાં વેક્સિનેશન, સર્વે, સેમ્પલ કલેકશન સહિતની કામગીરી કરવામાં આવી રહી છે.

પોરબંદર સહિત રાજ્યના અન્ય જિલ્લાઓમાં પણ ઓરીના મોટી સંખ્યામાં શંકાસ્પદ કેસો નોંધાઇ રહ્યાં છે. જેના લીધે માતાપિતા પોતાના બાળકોના સ્વસ્થ્યને લઇને ચિંતામાં મૂકાઇ રહ્યાં છે. હજુ તો કોરોના મહામારી કળ વળી નથી તો ઓરીએ ફૂંફાળો માર્યો છે. પોરબંદર જિલ્લાની જો વાત કરીએ તો આરોગ્ય સુત્રોમાંથી મળતી માહિતી મુજબ નવેમ્બર મહિનામાં પાંચ તથા ડિસેમ્બર મહિનામાં15 જેટલા શંકાસ્પદ કેસો નોંધાયા છે. ડિસેમ્બર માસમાં શંકાસ્પદ કેસોમાંથી ચાર ઓરીના અને રુબેલાના ત્રણ પોઝિટીવ રિપોર્ટ નોંધાયા છે.
ગુજરાતમાં ઓરીનો રોગચાળો દિવસેને દિવસે વધી રહ્યો છે
ગુજરાતમાં ઓરીનો રોગચાળો દિવસેને દિવસે વધી રહ્યો છે. પોરબંદર જિલ્લામાં ક્યાંય પણ શંકાસ્પદ કે પોઝિટીવ કેસ નોંધાય તો આરોગ્ય વિભાગની ટીમ આસપાસના 150 થી 200  ઘરનું સર્વે, સેમ્પલ કલેકશન, વેક્સિનેશન સહિતની કામગીરી કરવામાં આવે છે. શહેરમાં જે ચાર બાળકોના પોઝિટીવ રિપોર્ટ આવ્યા છે તે ચાર બાળકોની ઉંમર પથી ૬ વર્ષની છે તેવું જાણવા મળી રહ્યું છે. આ ઉપરાંત આ ત્રણેય બાળકો શિતલાચોક વિસ્તારના હોવાનું જાણવા મળી રહ્યું છે. પોરબંદર જિલ્લા આરોગ્ય વિભાગની ટીમ હાલ શહેરી તથા ગ્રામ્ય વિસ્તારમાં સર્વે તેમજ ઝડપથી વેક્સિનેશનની કામગીરી કરી રહ્યાં છે. જિલ્લામાં વધુ ઓરીના કેસ ન ફેલાય તે માટે આરોગ્ય વિભાગની ટીમ સતર્ક છે. આ ત્રણેય પોઝિટીવ આવેલા બાળકો ઘરે સારવાર લઇ રહ્યાં છે. રુબેલાના કેસ 2  માસ પહેલાં પોઝિટિવ આવ્યાં હતા,હાલ રુબેલા નવા કેસો નથી, તો ખાસ ઓરીના લક્ષણોની જો વાત કરીએ તો તાવ, થાક, માથાનો દુ:ખાવો, લાલ ચાઠ્ઠા વગેરે અસરો જોવા મળે છે. આવા કોઇ પણ લક્ષણો દેખાય તો માતા-પિતાએ તરત જ બાળકોના ડોકટરને બતાવવું જોઇએ. કારણ કે આ ચેપી રોગ છે. એક બાળકથી બીજા બાળકને એક બીજાને અડવાથી શ્વાસોશ્વાસથી પણ આ રોગ ફેંલાય છે. પોરબંદર જિલ્લામાં હાલ ઓરીને લઇને સ્પેશ્યલ વોર્ડ ઉભો કરાયો નથી. પરંતુ શહેરની આશા હોસ્પિટલમાં ઓરીના લક્ષણ ધરાવતા બાળકો માટે સ્પેશ્યલ રૂમ સહિતની વ્યવસ્થા કરવામાં આવી છે.


આપણ વાંચો-પબુભા માણેકનો પગાર સહિત અન્ય ભથ્થા નહીં સ્વીકારવાનો નિર્ણય, વિધાનસભા અધ્યક્ષને પત્ર લખી જાણ કરી

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Tags :
7positivecasesGujaratFirstHealthteammeaslesPorbandarRubellaSystemmoveVaccinationinchildren
Next Article