Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

સાવધાન! ઓરી ફરી આવ્યો, પોરબંદરમાં આટલા કેસ, તંત્ર આવ્યું હરકતમાં

ઓરી, નૂરબીબીની રસી બાળકોને લેડાવી લેવીની તંત્રની અપીલજાન્યુઆરીમાં 7 શંકાસ્પદ કેસમાંથી 4 બાળકોના રિપોર્ટ પોઝિટીવચામડી પર લાલ ચકમા, ત્વચા પર ખીલ જેવી ફોડકી દેખાય છેપોરબંદર સહિત રાજ્યમાં ઓરી, નૂરબીબીના શંકાસ્પદ કેસોમાં વધારો થઇ રહ્યો છે. પોરબંદરમાં જાન્યુઆરી માસમાં ૭ શંકાસ્પદ કેસમાંથી ૪ બાળકોના રિપોર્ટ પોઝિટીવ આવ્યા છે. પોરબંદર આરોગ્ય વિભાગે બાળકોના વાલીઓને નજીકના આરોગ્ય કેન
11:39 AM Jan 19, 2023 IST | Vipul Pandya
  • ઓરી, નૂરબીબીની રસી બાળકોને લેડાવી લેવીની તંત્રની અપીલ
  • જાન્યુઆરીમાં 7 શંકાસ્પદ કેસમાંથી 4 બાળકોના રિપોર્ટ પોઝિટીવ
  • ચામડી પર લાલ ચકમા, ત્વચા પર ખીલ જેવી ફોડકી દેખાય છે
પોરબંદર સહિત રાજ્યમાં ઓરી, નૂરબીબીના શંકાસ્પદ કેસોમાં વધારો થઇ રહ્યો છે. પોરબંદરમાં જાન્યુઆરી માસમાં ૭ શંકાસ્પદ કેસમાંથી ૪ બાળકોના રિપોર્ટ પોઝિટીવ આવ્યા છે. પોરબંદર આરોગ્ય વિભાગે બાળકોના વાલીઓને નજીકના આરોગ્ય કેન્દ્ર ખાતે જઇ બાળકોનું રસીકરણ કરાવવા અપીલ કરવામાં આવી છે.
ઓરીના કેસમાં  ઉછાળો
ગુજરાતમાં છેલ્લા બેથી ત્રણ માસથી બાળકોમાં ઓરીના કેસમાં ચિંતાજનક વધારો જઇ રહ્યો છે. ખાસ કરીને નવેમ્બરમાં ઓરીના કેસમાં વધારો જોવા મળ્યો હતો. ગુજરાત રાજ્ય ઉપરાંત મહારાષ્ટ્ર, ઝારખંડ જેવા રાજ્યોમાં પણ ઓરીના કેસમાં ઉછાળો જોવા મળી રહ્યો છે. જેના લીધે આરોગ્ય વિભાગ દોડતું થયું છે. વાલીઓ પણ પોતાના બાળકોને લઇને ચતામા મૂકાઇ રહ્યાં છે. 9 મહિનાથી પાંચ વર્ષ સુધીની વયના બાળકોમાં ઓરીના રોગના લક્ષણો જોવા મળી રહ્યાં છે.
ઓરી, નૂરબીબીની રસી લેવા અપીલ
ઓરી એક વાયરલ ચેપી રોગ છે. આ રોગ વાયરસથી થાય છે. ચેપગ્રસ્ત બાળકથી અન્ય બાળકોમાં ઝડપથી ફેલાઇ છે. નાના બાળકો કે જેમની રોગ પ્રતિકારક શક્તિ ઓછી હોય છે તેથી બાળકોના વાલીઓએ ઓરી, નૂરબીબીની રસી જો ન લીધી હોય તો વાલીઓએ તેમના બાળકને લઇને નજીકના આરોગ્ય કેન્દ્ર પર જવું જોઇએ. કેટલાક રાજ્યોમાં ઓરીના કેસ વધતા બાળકોના મોત પણ થઇ રહ્યાં છે. 
0 થી 5 વર્ષના બાળકોમાં જોખમ
હાલ શિયાળાની ઋતુ ચાલી રહી છે અને ઠંડીનો જોર પણ વધ્યું છે. જેના લીધે શરદી, તાવ, ઉધરસ જેવા રોગચાળામાં પણ વધારો આવી રહ્યો છે. ત્યારે પોરબંદરમાં એકાએક ઓરીના કેસમાં ઉછાળો આવી રહ્યો છે. 0 થી 5 વર્ષના બાળકોમાં આ રોગચાળાના કેસથી ચિંતાની લાગણી ઉભી થઇ છે.
લક્ષણો
આ રોગના લક્ષણની જો વાત કરીએ તો બાળકોના ચામડી પર લાલ ચકમા, ત્વચા પર ખીલ જેવી ફોડકી દેખાવા લાગે છે. ચાઠ્ઠા પડવા સાથે બાળકોને તાવ પણ આવી જાય છે. આવા લક્ષણો દેખાય તો તુરંત જ નજદીકના આરોગ્ય કેન્દ્ર પર જવું જોઇએ.
પોરબંદરની સ્થિતિ
પોરબંદર જિલ્લામાં ચાલુ માસમાં 7 શંકાસ્પદ ઓરી-નૂરબીબીના કેસ આવ્યા છે જેમાંના 4 બાળકોના રિપોર્ટ પોઝિટીવ, એક બાળકનો રિપોર્ટ નેગેટીવ તેમજ હજુ પણ બે બાળકોના રિપોર્ટ પેન્ડીંગ છે. તો આરોગ્ય વિભાગે ઓરીના કેસ નોંધાતા આસપાસના 6690 લોકોની તપાસણી કરી હતી. જેમાં 135 બાળકોને વીટામીન-એ નો ડોઝ પીવડાવ્યો હતો. પોરબંદરમાં ઓરીના કેસમાં ઉછાળો આવતા પોરબંદર આરોગ્ય વિભાગે જિલ્લામાં જે પણ બાળકને ઓરી-નૂરબીબીની રસી મૂકાવી નથી તેવા વાલીઓએ નજીકના આરોગ્ય કેન્દ્ર ખાતે જઇ વહેલીતકે રસી મૂકાવવા પોરબંદર આરોગ્ય વિભાગે અપીલ કરી છે.
આ પણ વાંચો - હરિમંદિરનો 17 મો પાટોત્સવની ઉજવણીએ ગૌરવ એવોર્ડ સમારોહ યોજાશે
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Tags :
GujaratFirstHealthdepartmentMeaslesCasesPorbandarઆરોગ્યવિભાગઓરીરોગપોરબંદર
Next Article