Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

દુનિયમાં આવી શકે છે એલ્યુમીનિયમની અછતનું સંકટ, જાણો કારણ

દુનિયામાં આવનારા દિવસોમાં એલ્યુમીનિયમની અછત (Aluminum Shortage) સર્જાઈ શકે છે. તેની પાછળનું કારણ પ્રોડક્શન નહી પરંતુ વીજ સંકટ છે. વાસ્તવમાં ચીન અને યૂરોપમાં વીજ સંકટ ઊભુ થયું છે અને અહીં એલ્યુમીનિયમનું વધારે પ્રમાણમાં ઉત્પાદન થાય છે. તેથી વીજ સંકટને સીધી રીતે દુનિયામાં આવનારા એલ્યુમીનિયમની અછતના સંકટ સાથે જોડવામાં આવી રહ્યું છે.યૂરોપ (Europe) અને ચીનમાં (China) પાણીની અછત સિવાય ગેસ અને ઈંધણની કિàª
દુનિયમાં આવી શકે છે એલ્યુમીનિયમની અછતનું સંકટ  જાણો કારણ
દુનિયામાં આવનારા દિવસોમાં એલ્યુમીનિયમની અછત (Aluminum Shortage) સર્જાઈ શકે છે. તેની પાછળનું કારણ પ્રોડક્શન નહી પરંતુ વીજ સંકટ છે. વાસ્તવમાં ચીન અને યૂરોપમાં વીજ સંકટ ઊભુ થયું છે અને અહીં એલ્યુમીનિયમનું વધારે પ્રમાણમાં ઉત્પાદન થાય છે. તેથી વીજ સંકટને સીધી રીતે દુનિયામાં આવનારા એલ્યુમીનિયમની અછતના સંકટ સાથે જોડવામાં આવી રહ્યું છે.
યૂરોપ (Europe) અને ચીનમાં (China) પાણીની અછત સિવાય ગેસ અને ઈંધણની કિંમતોમાં વધારો જોવા મળી રહ્યો છે. બંન્ને જગ્યાએ વીજળી મોંઘી થતાં વીજળીની અછત સાથે જ દુષ્કાળ જેવી સ્થિતિ સર્જાવાના કારણે પ્લાન્ટ બંધ કરવા પડી રહ્યાં છે. તેનાથી એલ્યુમીનિયમના ઉત્પાદનમાં વધારે અછત જોવા મળશે.
મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે હાલ દુનિયાના બે ભાગોમાં મોટી મુશ્કેલીઓ સામે આવી રહી છે. યૂરોપ અને ચીનમાં પાણીની અછત વર્તાઈ રહી છે. ત્યાં ગેસ અને ઈંધણની કિંમતમાં વધારો જોવા મળી રહ્યો છે. તેના કારણે ત્યાં વીજ સંકટ ઘેરાઈ રહ્યું છે. યૂરોપ અને ચીનમાં વીજ સંકટ (Power crisis) વધવાથી સમગ્ર દુનિયામાં તેની અસર જોવા મળશે.
યૂરોપ અને ચીનમાં સરકારો દ્વારા અનેક ચેતવણીઓ ઈન્ડસ્ટ્રીને આપવામાં આવી રહી છે. યૂરોપમાં Slovalco કંપનીએ પણ એલ્યુમીનિયમ ઉત્પાદન બંધ કરી દીધું છે. આ યૂરોપમાં એલ્યુમીનિયમ ઉત્પાદન કરનારું સૌથી મોટો પ્લાન્ટ છે. વીજળીની કિંમતો વધી જવાના લીધે તેને મેઈન્ટેનન્સ માટે બંધ કરી દેવાનો નિર્ણય કર્યો છે. અહીં હાઈડ્રો ઈલેક્ટ્રિસિટીના ઓછા ઉત્પાદનના કારણે વીજ સંકટ ઊભુ થયું છે.
આ સિવાય ચીને પણ હાઈડ્રો ઈલેક્ટ્રિસિટીની સમસ્યાના કારણે Sichuan Provinceમાં ઈન્ડસ્ટ્રીને વીજ સપ્લાઈ રોકી દેવામાં આવી છે. પાણીની અછતના કારણે ચીને કહ્યું કે, કેટલાક દિવસો સુધી ઈન્ડસ્ટ્રીને વીજળીની સમસ્યાનો સામનો કરવો પડશે. તે બાદ ચીનની એલ્યુમીનિયમ કંપની Henan Zhongfuએ smelter બંધ કરી દીધાં છે. આ પ્લાન્ટનો પણ ચીનમાં એલ્યુમીનિયમનું ઉત્પાદન કરનારા મોટા પ્લાન્ટ્સમાં સમાવેશ થાય છે. એલ્યુમીનિયમનું ઉત્પાદન ઓછું થવાથી મેટલનો ભાવ વધશે. ચીન અને યૂરોપ પાસે એલ્યુમીનિયમનો પુરવઠો ઘટવાથી દેશની નાલ્કો અને હિંડાલ્કો જેવી કંપનીઓને મોટો ફાયદો થતો જોવા મળશે.
Advertisement
Tags :
Advertisement

.