નૂપુર શર્માના સમર્થનમાં આવ્યા પાકિસ્તાનના મૌલવી, જાણો શું કહ્યું
નૂપુર શર્માના પયગંબર મોહમ્મદ પરના વિવાદિત નિવેદનને લઈને લાગેલી આગ અટકવાનું નામ નથી લઈ રહી. નૂપુર શર્માના આ નિવેદનની દેશ-વિદેશમાં દરેક જગ્યાએ ચર્ચા થઈ રહી છે અને વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે. તો ઘણા લોકો નુપુર શર્માના સમર્થનમાં પણ આવ્યા છે. આ વખતે તેને પાકિસ્તાનનું સમર્થન મળ્યું છે. અહીંના એક મૌલવીએ નૂપુર શર્માનું સમર્થન કર્યું છે. નૂપુર શર્માના નિવેદન પર એક તરફ મુસ્લિમ જનતા નારાàª
09:06 AM Jun 17, 2022 IST
|
Vipul Pandya
નૂપુર શર્માના પયગંબર મોહમ્મદ પરના વિવાદિત નિવેદનને લઈને લાગેલી આગ અટકવાનું નામ નથી લઈ રહી. નૂપુર શર્માના આ નિવેદનની દેશ-વિદેશમાં દરેક જગ્યાએ ચર્ચા થઈ રહી છે અને વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે. તો ઘણા લોકો નુપુર શર્માના સમર્થનમાં પણ આવ્યા છે. આ વખતે તેને પાકિસ્તાનનું સમર્થન મળ્યું છે. અહીંના એક મૌલવીએ નૂપુર શર્માનું સમર્થન કર્યું છે.
નૂપુર શર્માના નિવેદન પર એક તરફ મુસ્લિમ જનતા નારાજ છે અને તોફાનો થઇ રહ્યા છે. તેવા સમયે પાકિસ્તાનના એક મૌલવીએ તેમનું સમર્થન કર્યું છે. મૌલાના એન્જીનિયર મોહમ્મદ અલી નૂપુર શર્માના નિવેદનને લઈને નિવેદન આપ્યું છે. તેમણે ડિબેટમાં રહેલા મુસ્લિમોને જવાબદાર ઠેરવ્યા હતા. તેમનું કહેવું છે કે નૂપુર પહેલા ઉશ્કેરાઈ હતી અને પછી તેણે આવું નિવેદન આપ્યું છે.
મૌલાના મોહમ્મદ અલીએ કહ્યું કે નૂપુર શર્માએ નિવેદન આપ્યું તો તેણે તેના માટે માફી પણ માંગી, હાથ જોડીને જીવનની ભીખ પણ માંગી. તેમણે કહ્યું કે નૂપુરે આ નિવેદન કોઈ પહેલાથી વિચારીને ષડયંત્ર હેઠળ આપ્યું ન હતું. ટીવી પર ચર્ચા દરમિયાન અકસ્માત એક ઘટના બની ગઇ. ભાજપે પણ તેના પર કાર્યવાહી કરી હતી. પરંતુ તેમ છતાં મામલો ઠંડો પડવા દેવામાં આવતો નથી.
મુસ્લિમ મૌલવી એન્જિનિયર મોહમ્મદ અલીએ આરબ દેશોની કાર્યવાહી પર પણ પોતાની પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું કે યુરોપીયન દેશોમાં થઈ રહેલા અત્યાચારો પર ખાડી દેશો મૌન કેમ છે. જો ભારતમાં કંઈક થાય છે, તો તેઓ તાત્કાલિક પગલાં લે છે, જ્યારે અન્ય દેશોમાં તેમને ભૂલો દેખાતી નથી. તેમણે આરોપ લગાવ્યો કે ભારત વિરુદ્ધ આ પ્રકારની કાર્યવાહી અમેરિકાના ઈશારે થઈ રહી છે. જો મૌલાનાની વાત માનીએ તો યુક્રેન યુદ્ધ પર ભારત અને રશિયા વચ્ચેના સંબંધોને બગાડવા માટે અમેરિકાએ આ યુક્તિ રમી છે.
Next Article