મારુતિ કારની કિંમતમાં કરી રહી છે ભાવ વધારો, દર્શાવ્યું આ કારણ
મારુતિ તેના વાહનોની કિંમતમાં વધારો કરવા જઈ રહી છે. દેશની સૌથી મોટી કાર નિર્માતા કંપની મારુતિ સુઝુકીએ તેના અલગ-અલગ મોડલ પર ભાવ વધારવાની જાહેરાત કરી છે. જો કે કંપનીએ રેટમાં કેટલો વધારો થશે તે અંગે કોઈ માહિતી આપી નથી. નવા દરો ક્યારે લાગુ થશે તે જણાવવામાં આવ્યું નથી.કંપનીએ જણાવ્યું હતું કે છેલ્લા એક વર્ષમાં, ઇનપુટ કોસ્ટને કારણે કંપનીના વાહનોની કિંમતો પર અસર પડી છે. હવે વધેલી કિંમતની
મારુતિ તેના વાહનોની કિંમતમાં વધારો કરવા જઈ રહી છે. દેશની સૌથી મોટી કાર નિર્માતા કંપની મારુતિ સુઝુકીએ તેના અલગ-અલગ મોડલ પર ભાવ વધારવાની જાહેરાત કરી છે. જો કે કંપનીએ રેટમાં કેટલો વધારો થશે તે અંગે કોઈ માહિતી આપી નથી. નવા દરો ક્યારે લાગુ થશે તે જણાવવામાં આવ્યું નથી.
કંપનીએ જણાવ્યું હતું કે છેલ્લા એક વર્ષમાં, ઇનપુટ કોસ્ટને કારણે કંપનીના વાહનોની કિંમતો પર અસર પડી છે. હવે વધેલી કિંમતની અસર ઘટાડવા માટે કંપની વાહનોની કિંમતમાં વધારો કરે તે જરૂરી બની ગયું છે. કંપનીએ કહ્યું કે તેણે એપ્રિલ 2022માં ભાવવધારાનું આયોજન કર્યું હતું અને તે મોડલ-મૉડલ પ્રમાણે બદલાશે.
જોકે, કંપનીએ હજુ એ નથી જણાવ્યું કે કિંમતો કઈ તારીખથી અને કેટલી વધારશે. ઈનપુટ કોસ્ટમાં સતત વધારાને કારણે મારુતિએ જાન્યુઆરી 2021 થી માર્ચ 2022 સુધીમાં વાહનોની કિંમતમાં લગભગ 8.8 ટકાનો વધારો કર્યો છે. કંપની સ્થાનિક બજારમાં અલ્ટોથી લઈને એસ-ક્રોસ સુધીના ઘણા મોડલ વેચે છે.
કંપનીના એક વરિષ્ઠ અધિકારીના જણાવ્યા અનુસાર, મારુતિ સુઝુકી ચાલુ નાણાકીય વર્ષમાં આવશ્યક ઘટકોના પુરવઠાની સ્થિતિના આધારે 4-6 લાખ CNG યુનિટ વેચવાનું લક્ષ્યાંક ધરાવે છે. કંપનીએ 2021-22માં લગભગ 2.3 લાખ CNG યુનિટ્સનું વેચાણ કર્યું હતું. મારુતિ હાલમાં તેના 15 મોડલમાંથી 9ના CNG વર્ઝનનું વેચાણ કરે છે. કંપની આગામી દિવસોમાં આવી ટેક્નોલોજી સાથે વધુ મોડલ લાવવાની યોજના બનાવી રહી છે.
Advertisement