Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

મારૂતિએ 1983માં લોન્ચ થયેલી તેની પહેલી કાર શોધી, આવી સ્થિતિમાં હતી કાર

મારૂતિ-800 (Maruti-800) કાર ભલે હવે માર્ગો પર ઓછી જોવા મળતી હોય પરંતુ એક સમય હતો જ્યારે ભારતીય કાર બજારમાં તેનો દબદબો હતો. આ નાનકડી હેચબેગ તે સમયની સફળ કારોમાંથી એક હતી, જ્યારે અનેક લોકોની માટે માત્ર સપનું હતી. આજથી ઠીક 39 વર્ષ પહેલાં વર્ષ 1983માં તેને લોન્ચ કરવામાં આવી હતી. આ કાર હાલ ચર્ચામાં છે. આ કારની પહેલા યુનિટને રિસ્ટોર કરીને મારૂતિના હેડક્વાર્ટરમાં રાખવામાં પ્રદર્શન માટે રાખવામાં આવી છà«
મારૂતિએ 1983માં લોન્ચ થયેલી તેની પહેલી કાર શોધી  આવી સ્થિતિમાં હતી કાર
મારૂતિ-800 (Maruti-800) કાર ભલે હવે માર્ગો પર ઓછી જોવા મળતી હોય પરંતુ એક સમય હતો જ્યારે ભારતીય કાર બજારમાં તેનો દબદબો હતો. આ નાનકડી હેચબેગ તે સમયની સફળ કારોમાંથી એક હતી, જ્યારે અનેક લોકોની માટે માત્ર સપનું હતી. આજથી ઠીક 39 વર્ષ પહેલાં વર્ષ 1983માં તેને લોન્ચ કરવામાં આવી હતી. આ કાર હાલ ચર્ચામાં છે. આ કારની પહેલા યુનિટને રિસ્ટોર કરીને મારૂતિના હેડક્વાર્ટરમાં રાખવામાં પ્રદર્શન માટે રાખવામાં આવી છે.
મીડિયા રિપોર્ટ પ્રમાણે લોકપ્રિય હેચબેક મારૂતિ-800ના (Maruti-800) પહેલા યૂનિટને તેના મૂળ રૂપમાં બહાલ કરવામાં આવી છે અને હરિયાણામાં મારૂતિ સુઝુકીના હેડક્વાર્ટરમાં પ્રદર્શિત કરવામાં આવી. મારૂતિ સુઝુકી ઈન્ડિયાના એક સિનિયર કાર્યકારી ડિરેક્ટર, વેચાણ અને માર્કેટિંગ, શશાંક શ્રીવાસ્તવે આ કાર વિશે વાત કરતા કહ્યું કે, જે પ્રકારે 75 વર્ષ પહેલા ભારતે એક સ્વતંત્ર રાષ્ટ્ર તરીકે પોતાનું પગલું ભર્યું હતું. આ રીતે મારૂતિ સુઝુકીએ મારૂતિ-800 કાર 39 વર્ષ પહેલાં લોન્ચ કરી હતી.
મારૂતિ-800ને રૂ. 47,500માં લોન્ચ કરવામાં આવી હતી. તેનું  પહેલું યુનિટ હરિયાણામાં મારૂતિ ઉદ્યોગ લિમિટેડમાં બનાવવામાં આવ્યું હતું. તેને હવે મારૂતિ સુઝુકી ઈન્ડિયા લિમિટેડ નામથી પણ ઓળખવામાં આવે છે. મારૂતિની આ કાર વર્ષ 2004 સુધી ભારતમાં સૌથી વધારે વેચાનારી કાર હતી. જોકે વર્ષ 2010માં કંપનીએ તેનું ઉત્પાદન બંધ કરી દેવાનો નિર્ણય કર્યો હતો. કારણ કે, કંપની તેની જગ્યાએ ઓલ્ટોને લોકપ્રિય બનાવવા માંગતી હતી. તે બાદ અંતમાં 18 જાન્યુઆરી 2014ના તેને સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવી હતી.
મારૂતિ સુઝુકીના હરિયાણા પ્લાન્ટમાંથી નિકળેલી પહેલી કારના માલિક નવી દિલ્હીના હરપાલ સિંહ હતા. હરિયાણામાં ઉત્પાદન શરૂ થવાના ઔપચારિક ઉદ્ધાટન પર પૂર્વ વડાપ્રધાન ઈન્દિરા ગાંધીએ તેમને પોતાના હાથેથી કારની ચાવી સોંપી હતી. આ કાર હરપાલસિંહ પાસે વર્ષ 2010માં તેમના નિધન સુધી સાથે રહી, જેનો રજિસ્ટ્રેશન  નંબર DIA 6479 હતો. કંપનીએ કથિત રીતે ભારતમાં આ કારના 27 લાખથી વધારે યુનિટ વેચ્યા હતા.
હેચબેક મારૂતિ 800ની મૂળ ડિઝાઈન Suzuki Fronte SS80 પર આધારિત હતી. તેની પહેલી બેચને સંપૂર્ણપણે નોકડાઉન કીટ તરીકે આયાત કરવામાં આવી હતી. આ મોડલમાં 796cc, ત્રણ સિલેન્ડરનું F8D પેટ્રોલ એન્જીન હતું. તેની મહત્તમ શક્તિ 35 BHP હતી. હાલમાં ઓલ્ટો અને ઓમની જેવી કારમાં પણ આ  એજન્જીન જોઈ શકાય છે. જોકે કંપનીએ તેમાં ફેરફાર કર્યો છે.
દિવંગત હરપાલ સિંહની મારૂતિ-800 કાર ખુબ જ જર્જરિત હાલતમાં હતી. આ કારની કેટલીક તલવીરો ઈન્ટરનેટ પર મુકવામાં આવી હતી. તે બાદ કંપનીએ કારને રિસ્ટોર કરવાનો નિર્ણય કર્યો. કંપનીએ કારમાં તમામ મુળ સ્પેર પાર્ટ્સ અને કોમ્પોનેન્ટ્સને ફીટ કર્યાં. જોકે આ કાર હવે દિલ્હીના માર્ગો પર ચાલવા યોગ્ય નથી. તેથી કંપનીએ ભારતમાં પોતાની પહેલી સફળતાની કહાની તરીકે કારને તેમના  હેડક્વાર્ટરમાં પ્રદર્શિત કરવાનો નિર્ણય લીધો છે.
Advertisement

Tags :
Advertisement

.