Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

અરવલ્લીમાં માર્કેટમાં કપાસના ભાવ ટેકાના ભાવ કરતા 1200 રૂપિયા વધુ, ખેડૂતોએ કહ્યું આ ભાવ પણ પૂરતા નથી

અરવલ્લી જિલ્લામાં ખેડૂતોને કપાસના પૂરતા પોષણક્ષમ ભાવ નહિ મળતા ખેડૂતો સસ્તા ભાવે કપાસ વેચવા મજબુર બન્યા છે. કપાસનો ટેકાનો ભાવ 1200 રૂપિયા છે.. મોડાસા માર્કેટ યાર્ડમાં ટેકાના ભાવ કરતા વધુ ભાવ મળી રહ્યા છે, આ ભાવ 1400 થી 1625 જેટલો છે, પરંતુ હજુ પણ ખેડૂતોને મળી રહેલા ભાવ પોષાય તેમ નથી જેથી ખેડૂતો 2 હજાર સુધીનો ભાવ મળે તેવી માંગ કરી રહયા છે. કપાસનો ટેકાનો ભાવ 1200 રૂપિયા, માર્કેટમાં મળે છે 1400થી 1600 સુ
06:30 AM Jan 20, 2023 IST | Vipul Pandya
અરવલ્લી જિલ્લામાં ખેડૂતોને કપાસના પૂરતા પોષણક્ષમ ભાવ નહિ મળતા ખેડૂતો સસ્તા ભાવે કપાસ વેચવા મજબુર બન્યા છે. કપાસનો ટેકાનો ભાવ 1200 રૂપિયા છે.. મોડાસા માર્કેટ યાર્ડમાં ટેકાના ભાવ કરતા વધુ ભાવ મળી રહ્યા છે, આ ભાવ 1400 થી 1625 જેટલો છે, પરંતુ હજુ પણ ખેડૂતોને મળી રહેલા ભાવ પોષાય તેમ નથી જેથી ખેડૂતો 2 હજાર સુધીનો ભાવ મળે તેવી માંગ કરી રહયા છે. 
કપાસનો ટેકાનો ભાવ 1200 રૂપિયા, માર્કેટમાં મળે છે 1400થી 1600 સુધીનો ભાવ 
અરવલ્લી જિલ્લામાં ખેડૂતોએ ગત ચોમાસુ સીજનમાં 28 હજાર હેકટર જમીનમાં કપાસ પાકનું વાવેતર કર્યું હતું.  વાવેતર બાદ પાકનું ઉત્પાદન પણ સારું થતા હાલ ખેડૂતો કપાસ લઇ મોડાસા માર્કેટ યાર્ડ ખાતે વેચવા આવી રહ્યા છે. મોડાસા માર્કેટ યાર્ડમાં હાલ મળી રહેલા ભાવ ટેકાના જે ભાવ છે,  કે જે રૂપિયા 1200 છે, તેના કરતા 200 થી 400 રૂપિયા વધું છે. .. જો કે ખેડૂતોનું કહેવું છે કે આ ભાવ પણ તેમને પોષાય તેમ નથી. ખેડૂતોના મતે બજારમાં મળતા આ ભાવ પણ પોષણક્ષમ નથી. 
ખેડૂતોનું કહેવું છે કે તેમને પ્રતિકિલો 300થી 400 રૂ.નુકસાન જઇ રહ્યું છે 
ખેડૂતોનું કહેવું છે કે તેમને  પ્રતિકિલોએ  300 થી 400 રૂપિયા  નુકસાન જઈ રહ્યું છે.  અન્ય જિલ્લાના માર્કેટ યાર્ડની સરખામણીમાં છેલ્લા એક સપ્તાહથી બજારમાં કપાસના ભાવ ખુબ ઓછા મળતા હોવાનું રમેશભાઈ તેમજ કાંતિભાઈ નામના ખેડૂતો માની રહયા છે. અરવલ્લી જિલ્લામાં આ વખતે કપાસનું ઉત્પાદન સારું થતા ખેડૂતોને સારા ભાવ મળવાની આશા હતી પરંતુ ખેડૂતોને આશા કરતા ઓછા ભાવ મળતા ખાતર ખેડ બિયારણ પાછળ કરેલો ખર્ચ પણ નીકળી રહ્યો નથી બીજી તરફ આગળ લગ્નસરા સીઝન ચાલુ થઇ છે તેવામાં ખેડૂતોને પૈસાની જરૂરિયાત સમયે ભાવ પોષણક્ષમ નહિ મળતા  તેઓ સસ્તા ભાવે ઉપજ વેચવા મજબુર બન્યા હોવાનું કાળુભાઇ પાંડોર નામના ખેડૂતે જણાવ્યું હતું 
માર્કેટમાં ટેકાના ભાવ કરતા વધુ ભાવ મળી રહયા છે તેમ છતાં ખેડૂતોમાં નારાજગી 
જિલ્લામાં કપાસનું ઉત્પાદન મોટા પ્રમાણમાં થતા હાલ ખેડૂતો રોજના 50 કવીન્ટલ જેટલો કપાસ લઇ મોડાસા માર્કેટ યાર્ડ ખાતે વેચવા આવી રહયા છે. માર્કેટ યાર્ડમાં હાલ ખેડૂતોને 1500 થી 1625 સુધીનો ભાવ મળી રહ્યો છે.  સાથે ખેડૂતોએ વેચેલા માલનું પેમેન્ટ પણ તરતજ સ્થળ ઉપર ચેકથી મળી જતા ખેડૂતો ખુશ થઇ માર્કેટમાં કપાસ વેચી રહયા હોવાનું માર્કેટ યાર્ડના ડેપ્યુટી સેક્રેટરી કૌશિકભાઈએ જણાવ્યું હતું. આમ એક તરફ જ્યાં ખેડૂતોની નારાજગીની વાત સામે આવી છે ત્યાં બીજી તરફ   માર્કેટ યાર્ડ સત્તાધીશો ખેડૂતો તેઓને મળતા ભાવ થી ખુશ હોવાનું માની રહયા છે. 
આ પણ વાંચોઃ  બરડા અભયારણમાં સિંહોના આગમનીની ઘટના તેને સિંહો બીજા ઘર તરીકે સ્થાપિત કરે છેઃ શ્રીપરિમલ નથવાણી
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Tags :
AravallicottonFarmersGujaratFirstMarketPricesupportprice
Next Article