મહાકુંભમાં અવ્યવસ્થાની અનેક રીલ્સ થઇ વાયરલ, જુઓ શ્રદ્ધાળુઓએ ઉતારેલા Videos
પ્રયાગરાજ મહાકુંભમાં આજે પણ ભક્તોની ભારે ભીડ જોવા મળી રહી છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઇન્સ્ટાગ્રામમાં ઘણા વીડિયો એવા સામે આવ્યા છે જે જોઇને તમારી આંખો ભીંજાઈ જશે. પ્રયાગરાજ મહાકુંભમાં એટલી મોટી સંખ્યામાં લોકો પહોંચ્યા છે કે, હવે એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા માટે તેમને મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. અહીંથી અનેક ચોંકાવનારા વીડિયો વાયરલ થયા છે. આ વીડિયો મહાકુંભ પહોંચેલા શ્રદ્ધાળુઓએ ઉતારેલા છે. મહાકુંભમાં અવ્યવસ્થા બતાવતી અનેક રીલ્સ વાયરલ થઇ છે. શ્રદ્ધાળુઓ માટે આ અનુભવ ચોંકાવનારો અને ડરામણો છે. અવ્યવસ્થાના દ્રશ્યો યુઝર્સે સોશિયલ મીડિયા પર શેર કરી તંત્રની પોલ પૂરી રીતે ખોલી દીધી છે. લોકો મદદ માંગી રહ્યા છે તેમને મદદ નથી મળી રહી.