Manmohan Singh PassedAway: Kankaria Carnivalમાં 31 ડિસેમ્બર સુધીના કાર્યક્રમ મોકૂફ
Ahmedabad: ભારતના પૂર્વ વડાપ્રધાન ડૉ. મનમોહન સિંહનું ગઈ કાલે દુઃખદ અવસાન થયું. આવતીકાલે (શનિવાર) સવારે 11 વાગ્યે અંતિમ સંસ્કાર કરવામાં આવશે. જેમાં કોંગ્રેસ હેડક્વાર્ટર ખાતે તેમને અંતિમ વિદાય આપવામાં આવશે. તેમની એક દીકરી વિદેશમાં છે અને તેના આગમન બાદ જ અંતિમ વિદાયની પ્રક્રિયા થશે. ડૉ. મનમોહન સિંહના નિધન પર કેન્દ્ર સરકારે 7 દિવસનો રાષ્ટ્રીય શોક જાહેર કર્યો છે. જેને લઈને અમદાવાદનો કાંકરિયા કાર્નિવલ સંપૂર્ણ રીતે રદ્દ કરી દેવામાં આવ્યો છે.