‘આજે અમે તેને પાર્ટીમાંથી કાઢી મુકવાના હતા...’ હિમાચલ AAPના પ્રમુખ ભાજપમાં જોડાયા બાદ મનીષ સિસોદિયાનું નિવેદન
હિમાચલ પ્રદેશ વિધાનસભા ચૂંટણી પહેલા આમ આદમી પાર્ટી (AAP)ને મોટો ફટકો લાગ્યો છે. AAPના હિમાચલ પ્રદેશ પ્રમુખ અનૂપ કેસરી અને અન્ય બે નેતાઓ શુક્રવારે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે. જો કે હવે આમ આદમી પાર્ટી એવું કહી રહી છે કે તેમણે પહેલાથી જ અનૂપ કેસરીને પાર્ટીમાંથી બહાર કરવાની તૈયારી કરી રહી હતી. આ સમગ્ર મામલે હવે દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાએ ભાજપ પર નિશાન સાધ્યું છે.મનીષ à
હિમાચલ પ્રદેશ વિધાનસભા ચૂંટણી પહેલા આમ આદમી પાર્ટી (AAP)ને મોટો ફટકો લાગ્યો છે. AAPના હિમાચલ પ્રદેશ પ્રમુખ અનૂપ કેસરી અને અન્ય બે નેતાઓ શુક્રવારે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે. જો કે હવે આમ આદમી પાર્ટી એવું કહી રહી છે કે તેમણે પહેલાથી જ અનૂપ કેસરીને પાર્ટીમાંથી બહાર કરવાની તૈયારી કરી રહી હતી. આ સમગ્ર મામલે હવે દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાએ ભાજપ પર નિશાન સાધ્યું છે.
મનીષ સિસોદિયાએ કહ્યું કે ‘જે પાર્ટી વિશ્વની સૌથી મોટી રાજકીય પાર્ટી હોવાનો દાવો કરે છે, તેના માટે ભયની સ્થિતિ એ છે કે રાત્રે 12 વાગ્યે તેમના પ્રમુખ અને કેન્દ્રીય મંત્રી AAPમાંથી એક એવા વ્યક્તિને ભાજપમાં સામેલ કરે છે. જેની સામે ફરિયાદ છે કે તે મહિલાઓ વિરુદ્ધ ગંદી વાતો કરે છે. આજે અમે તેને પાર્ટીમાંથી કાઢી મૂકવાના હતા. અમે તેમને બોલાવીને કહ્યું હતું કે આજે અમે તમને કાઢી નાખીશું’
સિસોદિયાએ આગળ કહ્યું કે આ ઘટના જણાવે છે કે હિમાચલના લોકોનો અવાજ ભાજપ સમજી ગયું છે. હિમાચલમાં ભાજપના જે મુખ્યમંત્રી પદનો ચહેરો છે. તેઓ એક ચારિત્રહીન વ્યક્તિને ભેટે છે. ભાજપે જે વ્યક્તિને પોતાની પાર્ટીમાં સામેલ કર્યો છે, તેનું યોગ્ય સ્થાન પમ ત્યાં જ છે. AAPનો સ્પષ્ટ સિદ્ધાંત છે કે અમે આવા લોકોને અમારી સાથે રાખતા નથી.
Advertisement
આ અંગે અરવિંદ કેજરીવાલે પણ ટ્વિટ કરીને ભાજપ પર કટાક્ષ કર્યા છે. કેજરીવાલે પોતાના ટ્વિટમાં લખ્યું છે કે ‘આ લોકો મારાથી નહીં, પરંતુ જનતાથી ડરે છે. ભાજપના લોકો, જો તમે ઇમાનદારીથી જનતા માટે કામ કર્યું હોત તો આટલો ડર ના હોત. તમારે મુખ્યમંત્રી બદલવાની જરૂર ના પડી હોત. અન્ય પક્ષોના કલંકિત નેતાઓના પગે પડવાની જરુર ના પડી હોત. લોકોને AAPમાં વિશ્વાસ છે. AAP હિમાચલ પ્રદેશને કટ્ટર પ્રમાણિક અને દેશભક્ત સરકાર આપશે.’
ઉલ્લેખનીય છે કે મહિલા મોરચાના પ્રમુખે અનૂપ કેસરી વિરુદ્ધ ફરિયાદ કરી હતી. ત્યારબાદ મહિલા મોરચા દ્વારા જે પૂછપરછ કરવાામાં આવી તેમાં અનૂપ કેસરી પકડાયા હોવાનું સામે આવ્યું હતું. જેથી તપાસ સમિતિએ અનૂપ કેસરીને પક્ષમાંથી હાંકી કાઢવાની પણ ભલામણ કરી હતી. બાદમાં એક-બે દિવસમાં અનૂપ કેસરીને આમ આદમી પાર્ટીમાંથી બહાર કરી દેવામાં આવ્યા હતા. જો કે આખી ઘટના શું હતી અને શા માટે અનૂપ કેસરી સામે ફરિયાદ કરવામાં આવી હતી તે સામે આવ્યું નથી.