રાષ્ટ્રપતિ ચૂંટણીને લઇને મમતા બેનર્જીએ વિપક્ષના 22 નેતાઓને પત્ર લખ્યો, 15 જૂને બોલાવી બેઠક
રાષ્ટ્રપતિની ચૂંટણીની જાહેરાત બાદ હવે રાષ્ટ્રપતિ કોણ હશે તેની અટકળો ચાલી રહી છે. આ સિવાય સત્તાધારી પક્ષ અને વિપત્ક્ષ દ્વારા પણ રાષ્ટ્રપતિ ચૂંટણીના મતદાન માટેના જરુરી મતો માટેની કવાયત શરુ કરવામાં આવી છે. આ તમામ સ્થિતિ વચ્ચે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી ફરી એક વખત વિપક્ષને એકજૂથ કરવા માટે સક્રિય થયા છે. તેમણે 22 જેટલા વિપક્ષી નેતાઓેને પત્ર લખીને 15 જૂને સંયુક્ત બેઠક મા
રાષ્ટ્રપતિની ચૂંટણીની જાહેરાત બાદ હવે રાષ્ટ્રપતિ કોણ હશે તેની અટકળો ચાલી રહી છે. આ સિવાય સત્તાધારી પક્ષ અને વિપત્ક્ષ દ્વારા પણ રાષ્ટ્રપતિ ચૂંટણીના મતદાન માટેના જરુરી મતો માટેની કવાયત શરુ કરવામાં આવી છે. આ તમામ સ્થિતિ વચ્ચે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી ફરી એક વખત વિપક્ષને એકજૂથ કરવા માટે સક્રિય થયા છે. તેમણે 22 જેટલા વિપક્ષી નેતાઓેને પત્ર લખીને 15 જૂને સંયુક્ત બેઠક માટે નિમંત્રણ મોકલ્યું છે. ઉલ્લેખનીય છે કે આગામી 18 જુલાઇના દિવસે રાષ્ટ્રપતિની ચૂંટણી યોજાનાર છે.
મમતાનો પત્ર
તૃણમૂલ કોંગ્રેસ (TMC)એ કહ્યું છે કે રાષ્ટ્રપતિની ચૂંટણી નજીક છે ત્યારે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ પહેલ કરી છે. તેમણે વિભાજનકારી શક્તિઓ સામે મજબૂત અને અસરકારક વિરોધ કરવા માટે 15 જૂને કોન્સ્ટિટ્યુશન ક્લબ દિલ્હી ખાતે સંયુક્ત બેઠકમાં હાજરી આપવા માટે વિપક્ષના મુખ્યમંત્રીઓ અને નેતાઓને પત્ર લખ્યો છે. તેમણે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ, કેરળના સીએમ પિનરાઈ વિજયન, ઓડિશાના સીએમ નવીન પટનાયક, તેલંગાણાના સીએમ કે ચંદ્રશેખર રાવ, તમિલનાડુના સીએમ એમકે સ્ટાલિન, મહારાષ્ટ્રના સીએમ ઉદ્ધવ ઠાકરે, ઝારખંડના સીએમ હેમંત સોરેન, પંજાબના સીએમ ભગવંત માન અને કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી સહિત 22 નેતાઓને પત્ર લખ્યા છે.
Advertisement
Our hon'ble chairperson @MamataOfficial calls upon all progressive opposition forces to meet and deliberate on the future course of action keeping the Presidential elections in sight; at the Constitution Club, New Delhi on the 15th of June 2022 at 3 PM. pic.twitter.com/nrupJSSbT8
— All India Trinamool Congress (@AITCofficial) June 11, 2022
18 જુલાઈએ રાષ્ટ્રપતિની ચૂંટણી
ભારતના આગામી રાષ્ટ્રપતિની ચૂંટણી 18 જુલાઈના રોજ થશે અને મત ગણતરી 21 જુલાઈના રોજ થશે. ચૂંટણી પંચે ગુરુવારે રાષ્ટ્રપતિની ચૂંટણી માટેનો કાર્યક્રમ જાહેર કર્યો હતો. ચૂંટણી પંચે સ્પષ્ટતા કરી છે કે રાષ્ટ્રપતિની ચૂંટણીમાં મતદાનના મામલે રાજકીય પક્ષો તેમના સાંસદો અને ધારાસભ્યોને કોઈ વ્હીપ જારી કરી શકે નહીં. ચૂંટણીના કાર્યક્રમની જાહેરાત કરતા મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારે કહ્યું કે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદનો કાર્યકાળ 24 જુલાઈએ સમાપ્ત થઈ રહ્યો છે.