ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

મેલેરિયામાં ઝડપી રિકવરી માટે અજમાવો આ ઉપાય

મેલેરિયા (Malaria) એનોફીલીસ મચ્છર (Anopheles mosquito) દ્વારા ફેલાતો રોગ છે. જેમાં દર્દીઓના બ્લડ પ્લેટલેટ્સ મોટા પ્રમાણમાં ઘટી જાય છે, જેના કારણે દર્દી નબળાઈ, તાવ અને સ્નાયુઓમાં ખેંચાણ અનુભવે છે. જો આ રોગની સમયસર સારવારના મળે તો તે જીવલેણ પણ બની શકે છે. એક રિપોર્ટ પ્રમાણે દર વર્ષે લગભગ 290 મિલિયન લોકો મેલેરિયાથી સંક્રમિત થાય છે અને 4 લાખથી વધુ લોકો આ રોગથી મૃત્યુ પામે છે. આવી સ્થિતિમાં ચાલો જાણીએ કે મેà
06:43 PM Sep 28, 2022 IST | Vipul Pandya
મેલેરિયા (Malaria) એનોફીલીસ મચ્છર (Anopheles mosquito) દ્વારા ફેલાતો રોગ છે. જેમાં દર્દીઓના બ્લડ પ્લેટલેટ્સ મોટા પ્રમાણમાં ઘટી જાય છે, જેના કારણે દર્દી નબળાઈ, તાવ અને સ્નાયુઓમાં ખેંચાણ અનુભવે છે. જો આ રોગની સમયસર સારવારના મળે તો તે જીવલેણ પણ બની શકે છે. એક રિપોર્ટ પ્રમાણે દર વર્ષે લગભગ 290 મિલિયન લોકો મેલેરિયાથી સંક્રમિત થાય છે અને 4 લાખથી વધુ લોકો આ રોગથી મૃત્યુ પામે છે. આવી સ્થિતિમાં ચાલો જાણીએ કે મેલેરિયામાં કેવા પ્રકારનો આહાર લેવો જોઈએ.
પાણી પીવાનું વધારે રાખો
શરીરને હંમેશા હાઈડ્રેટેડ (Hydrated) રાખવું જોઈએ પરંતુ મેલેરિયાના રોગમાં શરીર હાઈડ્રેટ જ રહેવું જોઈએ. તેથી નારિયેળ પાણી, ફળોના રસ અને વધુને વધુ પાણી પીતા રહેવું જોઈએ.
પ્રોટીન અને કાર્બોહાઇડ્રેટનું સેવન
મેલેરિયા તાવથી શરીરને ઘણું નુકસાન થાય છે. તેથી શરીરને પ્રોટીન (Protein) અને કાર્બોહાઇડ્રેટ્સની (Carbohydrates) જરૂર હોય છે. પ્રોટીન માટે તમે દાળ, દૂધ, ઈંડા, માંસ અને ચિકન ખાઈ શકો છો અને કાર્બોહાઇડ્રેટ્સ માટે, તમે બ્રેડ, ચોખા, સ્પ્રાઉટ્સનો સમાવેશ કરી શકો છો.
ફળો અને શાકભાજી
જ્યારે શરીરમાં મેલેરિયાનો ચેપ લાગે છે ત્યારે ભૂખ લાગતી નથી આવી સ્થિતિમાં ફળો અને શાકભાજીનો શ્રેષ્ઠ છે. નારંગી, લીંબુ, પપૈયું, બીટ, ગાજર અને પાલકનો ખોરાકમાં સમાવેશ કરવો જોઈએ. તમે એવા ફળો પણ પસંદ કરી શકો છો જેમાં વિટામિન B, વિટામિન C પૂરતી માત્રામાં હોય.
સીડ્ઝ અને બદામ
જ્યારે તમને મેલેરિયા હોય ત્યારે તમારે તમારા આહારમાં વધુ ફાયટોન્યુટ્રિઅન્ટ્સનો સમાવેશ કરવાની જરૂર છે જે ચેપને કારણે એન્ટીઑકિસડન્ટ તણાવ સામે લડવામાં મદદ કરે છે. આવી સ્થિતિમાં બીજ અને બદામ એક સારો વિકલ્પ સાબિત થઈ શકે છે.
આ ખાવું નહી
મેલેરિયા હોય ત્યારે દર્દીએ ઠંડુ પાણી બિલકુલ ન પીવું કે ના તો ઠંડા પાણીથી નહાવું. દર્દીએ કેરી, દાડમ, લીચી, પાઈનેપલ અને નારંગી જેવા ફળોનું સેવન ન કરવું જોઈએ. તેનાથી ફાયદો નહીં પણ નુકસાન થશે. તાવથી પીડિત લોકોએ લાંબા સમય સુધી ACમાં રહેવું જોઈએ નહીં. દહીં, શિકંજી, ગાજર, મૂળા જેવી ઠંડી વસ્તુઓનું સેવન ટાળો. મરચા-મસાલા અને એસિડ જ્યુસમાંથી બનેલા ખોરાકનું સેવન ન કરો.
Tags :
DietFastRecoveryGujaratFirsthealthMalariaFever
Next Article