Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

લગ્ન પ્રસંગે રાષ્ટ્રગીતનું અપમાનિત કરતો વિડિયો બનાવો 11લોકોને ભારે પડ્યું..

ભરૂચના પશ્ચિમ વિસ્તારમાં શેઠના કોમ્પલેક્ષની સામે ખુલ્લી જગ્યામાં લગ્ન પ્રસંગમાં રાષ્ટ્રગીતને અપમાનિત કરતો વિડિયો બનાવી સોશિયલ મીડિયા ઉપર વાયરલ થતા રાષ્ટ્રગીતનું મજાક બનાવનાર 11 લોકો સામે બી ડિવિઝન પોલીસે વિડીયોના આધારે જાણવાજોગ ફરિયાદ દાખલ કરી મોબાઈલો અને વિડીયો એફએસએલ અર્થે મોકલી પોલીસે કાર્યવાહી શરૂ કરી છેલગ્ન પ્રસંગે 11 લોકોએ રાષ્ટ્રગીતને અપમાનિત કરતો વિડિયો બનાવ્યો
લગ્ન પ્રસંગે રાષ્ટ્રગીતનું અપમાનિત કરતો વિડિયો બનાવો 11લોકોને ભારે પડ્યું
ભરૂચના પશ્ચિમ વિસ્તારમાં શેઠના કોમ્પલેક્ષની સામે ખુલ્લી જગ્યામાં લગ્ન પ્રસંગમાં રાષ્ટ્રગીતને અપમાનિત કરતો વિડિયો બનાવી સોશિયલ મીડિયા ઉપર વાયરલ થતા રાષ્ટ્રગીતનું મજાક બનાવનાર 11 લોકો સામે બી ડિવિઝન પોલીસે વિડીયોના આધારે જાણવાજોગ ફરિયાદ દાખલ કરી મોબાઈલો અને વિડીયો એફએસએલ અર્થે મોકલી પોલીસે કાર્યવાહી શરૂ કરી છે
લગ્ન પ્રસંગે 11 લોકોએ રાષ્ટ્રગીતને અપમાનિત કરતો વિડિયો બનાવ્યો હતો
સોશિયલ મીડિયાના જમાનામાં કયો વિડીયો કેવી રીતે અને ક્યાં બનાવો હવે તેનું ભાન કોઈને રહેતું નથી કઈ જગ્યાએ વિડીયો બનાવી રહ્યા છે અને કેવા વિડીયો બનાવી રહ્યા છે તેનું પણ હવે ભાન વિડીયો બનાવનારા ભૂલી ગયા છે ભરૂચના પશ્ચિમ વિસ્તારમાં ઐયુબ ઈબ્રાહીમ પટેલ કે જેઓની દીકરીના લગ્ન મહંમદપુરા શેઠના કોમ્પ્લેક્સની સામે ખુલ્લી જગ્યામાં આયોજન કરાયું હતું અને લગ્ન પ્રસંગે 11 લોકોએ રાષ્ટ્રગીતને અપમાનિત કરતો વિડિયો બનાવ્યો હતો જેમાં વીડિયોમાં દેખાતા 11લોકો ખુરશી ઉપર બેસી મસ્તી મજાક કરતો રાષ્ટ્રગીતનો વિડીયો બનાવ્યો હતો અને વિડિયો સોશિયલ મીડિયાના whatsapp ગ્રુપમાં વાયરલ કર્યો હતો અને આ વિડીયો રાષ્ટ્રગીતને અપમાનિત કરતો હોય અને વાતાવરણને દોહડાવી શકે તેવો હોવાના કારણે બી ડિવિઝન પોલીસે સોશિયલ મીડિયા ઉપર વાયરલ વિડીયોના આધારે પોલીસને જ ફરિયાદી બનાવી વીડિયોને એફએસએલ અર્થે મોકલી વીડિયોમાં દેખાતા તમામ લોકોની પૂછપરછ કરવા સાથે જાણવાજો ફરિયાદ દાખલ કરી તેઓની પૂછપરછ કરવામાં આવી હતી

પીએસઆઇ ઉપેન્દ્ર ભરવાડને તપાસ સોંપવામાં આવી છે
બી ડિવિઝન પોલીસે વાયરલ વીડિયોના આધારે વીડિયોમાં દેખાતા અને જેની દીકરીના લગ્ન હતા તેવા ઐયુબ ઈબ્રાહીમ પટેલ જુબેર ઈસ્માઈલ પટેલ સલીમ અબ્દુલ ધીરા ઈરફાન મુબારક પટેલ નાસીર ઈસ્માઈલ સમનીવાલા વસીમ શબીર નવાબ ઝુલ્ફીકાર આદમ રોકડિયા જાવેદ સિદ્દીક ધોળાટ સઈદ આદમ રોકડિયા ઉસ્માન ઇસ્માઈલ પટેલ સરફરાજ અલી પટેલ સહિતનાઓ સામે જાણવા જોગ ફરિયાદ દાખલ કરી વાયરલ વીડિયોને એફએસએલ અર્થે મોકલી તમામના મોબાઇલ કબ્જે કરી પીએસઆઇ ઉપેન્દ્ર ભરવાડને તપાસ સોંપવામાં આવી છે

સઈદ રોકડીયા ભાજપમાંથી નગરપાલિકાનું ઇલેક્શન લડ્યા હતા
રાષ્ટ્રગીતનું અપમાનિત કરતો વિડીયો બનાવનારમાં એક સઈદ રોકડિયા નાઓ ભરૂચની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં વોર્ડ નંબર ૧ માંથી ભાજપમાંથી ચૂંટણી લડ્યા હતા અને તેઓએ જ રાષ્ટ્રગીતનું અપમાનિત કરતા વીડિયોમાં તેઓ દેખાતા ભાજપની છબી પણ ખરડાઈ રહી હોય તેવી ચર્ચાઓ એ ભારે જોડ પકડ્યું છે
સોશિયલ મીડિયાના જમાનામાં વિડીયો બનાવવાની ઘેલછામાં હવે વિડીયો બનાવનારાઓ ભાન ભૂલી રહ્યા છે..?
સોશિયલ મીડિયાના જમાનામાં હવે વિડીયો બનાવવાનો ક્રેઝ પણ વધી રહ્યો છે અને વિડીયો બનાવવામાં તેઓ કાયદા કાનુન પણ ભૂલી જતા હોય છે પશ્ચિમ વિસ્તારમાં લગ્ન પ્રસંગમાં ૧૧ લોકોએ રાષ્ટ્રગીતનો અપમાનિત અને મસ્તી મજા કરતો વિડીયો બનાવી સોશિયલ મીડિયા ઉપર વાયરલ કરતા બી ડિવિઝન પોલીસે વિડીયોના આધારે તમામ લોકો સામે કાર્યવાહી જ શરૂ કરી છે
વિડિયો આરોપીઓને બતાવ્યા બાદ તેઓએ વિડીયો બનાવ્યો છે તેવી કબુલાત કરે તો પ્રથમ દ્રષ્ટિએ ગુનો ન બને..? લોકોમાં ચર્ચાનો વિષય..
રાષ્ટ્રગીતને અપમાનિત કરતો વિડિયો સોશિયલ મીડિયા ઉપર વાયરલ થયા બાદ પોલીસે વીડિયોમાં દેખાતા ૧૧ લોકોની પોલીસ મથકે લાવી પૂછપરછ કરી હતી અને વિડિયો તેમણે બનાવ્યો હોવાની કબુલાત કરી હતી અને ગત રાત્રીએ જ વિડીયો બનાવ્યો હોવાની જાણવાજોગ ફરિયાદમાં ઉલ્લેખ પણ કરાયો છે વિડીયો પોતે બનાવ્યો છે તેવી કબુલાત કરાય તો શું પોલીસ પ્રથમ દ્રષ્ટિએ ગુનો દાખલ ન કરી શકે..? હાલ તો પોલીસે મોબાઈલ અને વિડીયો અને એફએસએલ અર્થે મોકલી રિપોર્ટ આવ્યા બાદ ગુનો દાખલ કરવામાં આવનાર હોવાનું રટણ કરી રહ્યા છે

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Advertisement
Tags :
Advertisement

.