ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

દેશમાં મોટો સાયબર એટેક, 500 વેબસાઇટ હેક કરાઇ

દેશમાં મંગળવારે મોટો સાયબર હુમલો થયો છે. દેશની 500થી વધુ વેબસાઈટ હેક કરવામાં આવી છે. તેમાં મહારાષ્ટ્રની થાણે પોલીસની સાઇટ સહિત 70 વેબસાઇટનો સમાવેશ થાય છે. આ વેબસાઇટ પૈકી ત્રણ સરકારી છે. આ કેસમાં મલેશિયા અને ઈન્ડોનેશિયાના હેકર્સ પર શંકા વ્યક્ત કરવામાં આવી છે.મહારાષ્ટ્ર સાયબર સેલના એડીજી મધુકર પાંડેએ કહ્યું કે અમે ઘણી વેબસાઈટ રિસ્ટોર કરી છે. હજું રિસ્ટોરનું કાર્ય ચાલી રહ્યું છે. ખાનà
10:22 AM Jun 14, 2022 IST | Vipul Pandya
દેશમાં મંગળવારે મોટો સાયબર હુમલો થયો છે. દેશની 500થી વધુ વેબસાઈટ હેક કરવામાં આવી છે. તેમાં મહારાષ્ટ્રની થાણે પોલીસની સાઇટ સહિત 70 વેબસાઇટનો સમાવેશ થાય છે. આ વેબસાઇટ પૈકી ત્રણ સરકારી છે. આ કેસમાં મલેશિયા અને ઈન્ડોનેશિયાના હેકર્સ પર શંકા વ્યક્ત કરવામાં આવી છે.
મહારાષ્ટ્ર સાયબર સેલના એડીજી મધુકર પાંડેએ કહ્યું કે અમે ઘણી વેબસાઈટ રિસ્ટોર કરી છે. હજું રિસ્ટોરનું કાર્ય ચાલી રહ્યું છે. ખાનગી યુનિવર્સિટીઓની વેબસાઈટ હેક કર્યા બાદ મહારાષ્ટ્રની 70થી વધુ વેબસાઈટ પર હુમલો કરવામાં આવ્યો હતો. આમાંથી ત્રણ સરકારી હતી. હેક થયેલી વેબસાઇટ્સની સંખ્યા 500થી વધુ છે.
ADG પાંડેએ કહ્યું કે દેશમાં ચાલી રહેલા સાંપ્રદાયિક તણાવ વચ્ચે ઘણા સાયબર હેકર્સે સાથે મળીને આ હુમલો કર્યો હતો. દેશમાં ઘણી વેબસાઇટ હેક કરવામાં આવી છે. આ કેસમાં મલેશિયા અને ઈન્ડોનેશિયાના હેકર્સના નામ સામે આવી રહ્યા છે. આ ગેંગ ભારતમાં સક્રિય છે કે નહીં તે અંગે અમને હજુ સુધી માહિતી મળી નથી.
થાણે પોલીસના ડીસીપી સાયબર સેલ સુનીલ લોખંડેએ જણાવ્યું કે પોલીસની વેબસાઈટ આજે સવારે લગભગ 4 વાગે હેક કરવામાં આવી હતી. ટેકનિકલ નિષ્ણાતોએ ડેટા અને વેબસાઇટ પુનઃસ્થાપિત કરી છે. આ મામલે તપાસ ચાલી રહી છે. મહારાષ્ટ્રના ગૃહ વિભાગે રાજ્યના સાયબર સેલને સરકારી વેબસાઇટ અને અન્ય હેકિંગની તપાસ કરવાનો આદેશ આપ્યો છે. થાણે પોલીસની વેબસાઈટ હેક કરવા અંગે પણ તપાસ શરૂ કરવામાં આવી છે.
Tags :
countryCyberAttackGujaratFirstMajorWebsitesHacke
Next Article