Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

મહિન્દ્રા લાવી રહી છે Thar 5-ડોર વેરિઅન્ટ, જાણો શું હોઇ શકે છે કિંમત

જો તમે ઑફ-રોડર SUV ખરીદવાનું વિચારી રહ્યાં છો, તો તમારે થોડી વધુ રાહ જોવી જોઈએ. જીહા, મહન્દ્રા (Mahindra) તેની થાર (Thar) માં થોડો ફેરફાર કરવા જઇ રહ્યા છે. મળી રહેલી માહિતી અનુસાર, કંપની થારના 5-ડોર વર્ઝન પર કામ કરી રહી છે. જે 2023માં લોન્ચ થવાની ધારણા છે. મહિન્દ્રા એડ મહિન્દ્રા (Mahindra & Mahindra) એ ગત વર્ષે ઓક્ટોબરમાં તેની પ્રખ્યાત ઓફરોડિંગ SUV મહિન્દ્રા થાર (Mahindra Thar) નું Next જનરેશન મોડલ લોન્ચ કર્યું હતું. હવં કંપની àª
મહિન્દ્રા લાવી રહી છે thar 5 ડોર વેરિઅન્ટ  જાણો શું હોઇ શકે છે કિંમત
જો તમે ઑફ-રોડર SUV ખરીદવાનું વિચારી રહ્યાં છો, તો તમારે થોડી વધુ રાહ જોવી જોઈએ. જીહા, મહન્દ્રા (Mahindra) તેની થાર (Thar) માં થોડો ફેરફાર કરવા જઇ રહ્યા છે. મળી રહેલી માહિતી અનુસાર, કંપની થારના 5-ડોર વર્ઝન પર કામ કરી રહી છે. જે 2023માં લોન્ચ થવાની ધારણા છે. 
મહિન્દ્રા એડ મહિન્દ્રા (Mahindra & Mahindra) એ ગત વર્ષે ઓક્ટોબરમાં તેની પ્રખ્યાત ઓફરોડિંગ SUV મહિન્દ્રા થાર (Mahindra Thar) નું Next જનરેશન મોડલ લોન્ચ કર્યું હતું. હવં કંપની આ SUVને નવા સ્પેશિયલ એડિશન અને 5- ડોર વેરિઅન્ટમાં લોન્ચ કરવાની તૈયારી કરી રહી છે. જો અહેવાલો પર વિશ્વાસ કરવામાં આવે તો મહિન્દ્રા ટૂંક સમયમાં તેનું ટેસ્ટિંગ પણ શરૂ કરશે. કંપની આ બંને વાહનોમાં ઘણા ફેરફારો કરશે. જોકે, તેઓ વર્તમાન મોડલમાં ઉપયોગમાં લેવાતા એન્જિન સાથે લાવવામાં આવશે. 
મહત્વનું છે કે, થ્રી-ડોર થાર સાથે ડિઝાઈન લેંગ્વેજ બહુ બદલાશે નહીં પરંતુ મહિન્દ્રા અન્ય વસ્તુઓ પર કામ કરી રહી છે જેથી ખાતરી કરી શકાય કે 5-ડોર થાર 3-ડોર થારથી થોડી અલગ રીતે ચાલે. મહિન્દ્રા 5-ડોર વર્ઝન થારના સસ્પેન્શન સેટઅપને સુધારવા પર કામ કરી રહી છે. 5-ડોરના થાર પરના સસ્પેન્શનમાં 3-ડોર થારની સરખામણીમાં સારી રાઈડ ગુણવત્તા હશે. મહિન્દ્રાએ જૂની થારની સરખામણીમાં નવી જનરેશન થારની રાઈડ ગુણવત્તામાં નોંધપાત્ર સુધારો કર્યો છે. 5 ડોર થારમાં સ્ટીયરીંગ વ્હીલ પણ હળવું હશે. 
આ ગતિશીલતામાં મદદ કરશે કારણ કે થારના 5-ડોર વર્ઝનનો ઉપયોગ મોટાભાગે શહેરીજનો માટે કરવામાં આવશે. મહિન્દ્રા થારના 5-ડોર વર્ઝનને 3-ડોર વર્ઝન કરતાં વધુ પ્રમોટ કરશે કારણ કે તે વધુ વ્યવહારું છે અને વધુ લોકોને આકર્ષશે. પછી 3-ડોર થાર ઓર્ડર-ટુ-ઓર્ડર વિશેષ વાહન બની જશે. આગામી મોડલ વર્તમાન થારથી અપડેટ કરવામાં આવશે અને તેના કારણે તેની ઓફ-રોડિંગ ક્ષમતામાં પણ વધારો થવાની અપેક્ષા છે. વર્તમાન મૉડલની સરખામણીમાં, 5-ડોર વેરિયન્ટ થારમાં 15 ટકા લાંબો વ્હીલબેઝ અને રીડિઝાઇન કરાયેલ બૉડીનો સમાવેશ થવાની ધારણા છે. 
બીજી હરોળમાં સીટ રાખવાથી તે ઘણી મોટી થશે. વળી, સ્પેશિયલ એડિશન થારની કેબિન અપડેટ કરવામાં આવશે અને તેમાં ઘણી નવી સુવિધાઓ ઉમેરવામાં આવશે. વર્તમાન થારની જેમ, તે 2.0-લિટર ટર્બો-પેટ્રોલ એન્જિન દ્વારા સંચાલિત થવાની અપેક્ષા છે જે 150bhp અને 320Nm પીક ટોર્ક ઉત્પન્ન કરે છે. આ સાથે, તેમાં 2.2-લિટર એમ-હોક ડીઝલ એન્જિન પણ આપવામાં આવી શકે છે, જે 130bhp પાવર અને 300Nm પીક ટોર્ક જનરેટ કરી શકે છે. તેને વધુ શક્તિશાળી બનાવવા માટે, એન્જિનને 6-સ્પીડ મેન્યુઅલ અને AMT ગિયરબોક્સથી સજ્જ કરી શકાય છે.
હાલમાં, તેની કિંમત શોધવામાં થોડી મુશ્કેલી છે, પરંતુ વર્તમાન મોડલની કિંમત 13.53 લાખ રૂપિયાથી 16.02 લાખ રૂપિયાની વચ્ચે છે. તેથી, એવું માની શકાય છે કે બંને નવા વેરિયન્ટની કિંમત આના કરતા વધારે હશે.
Advertisement
Tags :
Advertisement

.