Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

મહાકાલના દર્શને ટીમ ઈન્ડિયાના ખેલાડી, પંત માટે કરી પ્રાર્થના

શ્રીલંકા બાદ ટીમ ઈન્ડિયાએ ન્યૂઝીલેન્ડને પણ વનડે (ODI) ની ત્રણ મેચોની શ્રેણી 2-0થી પોતાના નામે કરી લીધી છે. આ શ્રેણીની ત્રીજા અને અંતિમ મેચ આવતી કાલે મંગળવારે રમાશે. આ મેચ મધ્યપ્રદેશના ઈન્દોરના હોલકર સ્ટેડિયમમાં આયોજીત કરવામાં આવશે. આ મેચ ટીમ ઈન્ડિયા જીતી ક્લીન સ્વીપ કરવા મેદાને ઉતરશે. આ મેચમાં કેપ્ટન રોહિત શર્મા કેટલાક ખેલાડીઓને આરામ પણ આપી શકે છે. અંતિમ ODI પહેલા ત્રણ ભારતીય ખેલાડીઓ à
મહાકાલના દર્શને ટીમ ઈન્ડિયાના ખેલાડી  પંત માટે કરી પ્રાર્થના
શ્રીલંકા બાદ ટીમ ઈન્ડિયાએ ન્યૂઝીલેન્ડને પણ વનડે (ODI) ની ત્રણ મેચોની શ્રેણી 2-0થી પોતાના નામે કરી લીધી છે. આ શ્રેણીની ત્રીજા અને અંતિમ મેચ આવતી કાલે મંગળવારે રમાશે. આ મેચ મધ્યપ્રદેશના ઈન્દોરના હોલકર સ્ટેડિયમમાં આયોજીત કરવામાં આવશે. આ મેચ ટીમ ઈન્ડિયા જીતી ક્લીન સ્વીપ કરવા મેદાને ઉતરશે. આ મેચમાં કેપ્ટન રોહિત શર્મા કેટલાક ખેલાડીઓને આરામ પણ આપી શકે છે. અંતિમ ODI પહેલા ત્રણ ભારતીય ખેલાડીઓ મહાકાલના આશીર્વાદ લેવા ઉજ્જૈન પહોંચ્યા હતા. 
ટીમ ઈન્ડિયા ઘણા ખેલાડીઓ ભગવાન શિવના છે મહાન ભક્ત
મહાકાલની મુલાકાત લેનારા ખેલાડીઓમાં સૂર્યકુમાર યાદવ, કુલદીપ યાદવ અને વોશિંગ્ટન સુંદરના નામ સામેલ છે. ખેલાડીઓએ મહાકાલની ભસ્મ આરતીમાં પણ ભાગ લીધો હતો. ભસ્મ આરતી ઉપરાંત ખેલાડીઓએ ગર્ભગૃહમાં અભિષેક કર્યો હતો. આપને જણાવી દઇએ કે, ભારતીય ટીમના ઘણા ખેલાડીઓ ભગવાન શિવના મહાન ભક્ત છે અને તેમની પૂજા પણ કરે છે. ઈન્દોરથી લગભગ 45 કિલોમીટર દૂર સ્થિત ઉજ્જૈન ગયા અને મહાકાલેશ્વરની મુલાકાત લીધી. તેમણે જલાભિષેક પણ કર્યો અને પીળા વસ્ત્રો પહેર્યા. તેના ફોટા પણ સામે આવ્યા છે. 
Advertisement

રિષભ પંતના ઝડપથી સાજા થવા માટે પ્રાર્થના કરી
મીડિયા સાથે વાત કરતા સૂર્યકુમારે કહ્યું કે, 'અમે રિષભ પંતના ઝડપથી સાજા થવા માટે પ્રાર્થના કરી હતી. તેની વાપસી અમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. અમે પહેલાથી જ ન્યૂઝીલેન્ડ સામેની શ્રેણી જીતી ચૂક્યા છીએ, તેમની સામેની અંતિમ મેચની રાહ જોઈ રહ્યા છીએ. જણાવી દઈએ કે ગયા વર્ષે 30 ડિસેમ્બરે રિષભ પંત દિલ્હીથી રૂડકી જતી વખતે કાર અકસ્માતનો ભોગ બન્યો હતો. જેમાં ભારતીય વિકેટ કીપર બેટ્સમેનને ગંભીર ઈજા થઈ હતી. બાદમાં તેના લિગામેન્ટની સર્જરી પણ કરવામાં આવી હતી. હાલ તેઓ મુંબઈની ધીરુભાઈ અંબાણી હોસ્પિટલમાં દાખલ છે.
ઈન્દોરનું હોલકર સ્ટેડિયમ છે ટીમનો મજબૂત કિલ્લો
ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાનારી ત્રીજી મેચ ઈન્દોરના હોલકર સ્ટેડિયમમાં રમાશે. આ સ્ટેડિયમ ભારતીય ટીમ માટે ખૂબ જ ખાસ છે અને તે ટીમનો મજબૂત કિલ્લો માનવામાં આવે છે, જેને કોઈ પણ ભેદવામાં સફળ રહ્યું નથી. ઈન્દોરના હોલકર સ્ટેડિયમમાં ભારતીય ટીમ હજુ સુધી એક પણ વનડે હારી નથી. આ મેદાન પર ટીમ અત્યાર સુધીમાં પાંચ વનડે રમી ચૂકી છે. જેમાંથી ટીમ પાંચેય મેચ જીતી છે. વળી, આ આંકડાઓને જોતા એવું લાગે છે કે ન્યૂઝીલેન્ડ માટે આ મેદાન પર ભારતને હરાવવું ખૂબ મુશ્કેલ હોઈ શકે છે.

ટીમ ઈન્ડિયાની નજર ક્લીન સ્વીપ પર
ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાઈ રહેલી વનડે સીરીઝની પ્રથમ બે મેચ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા સીરીઝમાં 2-0થી આગળ છે. ઈન્દોરમાં રમાનાર મેચ જીતીને ટીમ ઈન્ડિયા કિવી ટીમનો સફાયો કરવા ઈચ્છશે. ભારતીય ટીમ આ દિવસોમાં શાનદાર ફોર્મમાં છે. બેટ્સમેનથી લઈને બોલર સુધી દરેક પોતાનું કામ સારી રીતે કરી રહ્યા છે. ભારતે આ વર્ષે અત્યાર સુધીમાં બંને શ્રેણી જીતી છે. ટીમ ઈન્ડિયાનો સ્ટાર ખેલાડી વિરાટ કોહલી આ વર્ષે શાનદાર ફોર્મમાં છે. તેણે આ વર્ષે પાંચ મેચમાં બે સદી ફટકારી છે. આ સીરીઝમાં વિરાટનું બેટ થોડું શાંત રહ્યું છે. ચાહકોને આશા છે કે વિરાટ ફાઈનલ મેચમાં મોટી ઈનિંગ્સ રમશે.

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Advertisement
Tags :
Advertisement

.