Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

મા બહુચરના આશિર્વાદ હવે વરસશે જગતના તાત પર, જાણો નવતર પ્રયોગ વિશે

શક્તિપીઠ બહુચરાજીમાં પ્રતિવર્ષ લાખોની સંખ્યામાં માઇ ભક્તો દર્શન માટે ઉમટે છે.દર્શનાર્થે આવતા શ્રધ્ધાળુઓ મા બહુચરને પ્રસાદની સાથે ગુલાબ તેમજ ગલગોટાના હાર ચડાવવાની હોય છે માન્યતા.મંદિરમાં શ્રદ્ધાળુઓ દ્વારા ચડાવવામાં આવતા ફૂલહારનો સદઉપયોગ બહુચરાજી મંદિર ટ્રસ્ટ દ્વારા હાથ ધરાયો નવતર પ્રયોગ.માતાજીને ચડાવવામાં ફૂલોની પવિત્રતા જાળવવા હાથ ધરાયો નવતર પ્રયોગભક્તો દ્વારા ચડાવ
મા બહુચરના આશિર્વાદ હવે વરસશે જગતના તાત પર  જાણો નવતર પ્રયોગ વિશે
  • શક્તિપીઠ બહુચરાજીમાં પ્રતિવર્ષ લાખોની સંખ્યામાં માઇ ભક્તો દર્શન માટે ઉમટે છે.
  • દર્શનાર્થે આવતા શ્રધ્ધાળુઓ મા બહુચરને પ્રસાદની સાથે ગુલાબ તેમજ ગલગોટાના હાર ચડાવવાની હોય છે માન્યતા.
  • મંદિરમાં શ્રદ્ધાળુઓ દ્વારા ચડાવવામાં આવતા ફૂલહારનો સદઉપયોગ 
  • બહુચરાજી મંદિર ટ્રસ્ટ દ્વારા હાથ ધરાયો નવતર પ્રયોગ.
  • માતાજીને ચડાવવામાં ફૂલોની પવિત્રતા જાળવવા હાથ ધરાયો નવતર પ્રયોગ
  • ભક્તો દ્વારા ચડાવવામાં આવતા ફૂલહારમાંથી હવે બનશે ઓર્ગેનિક ખાતર
  • બહુચરાજી માતાજી ટેમ્પલ ટ્રસ્ટ દ્વારા વસાવવામાં આવ્યું ખાતર બનાવવાનું મશીન
  • ખાતર બનાવતા ફૂલોની  યોગ્ય વ્યવસ્થા સાથે ખાતર વેચાણથી મંદિરને શરૂ થઈ આવક
મહેસાણા (Mehsana)ના બહુચરાજી (Bahucharaji)માં આદ્યશક્તિ મા બહુચરા સાક્ષાત બિરાજમાન છે। અને ભક્તોની હેલી સતત બહુચરાજી  મંદિરમાં જોવા મળે છે. મા બહુચરાજીને અર્પણ કરવા અને મંદિરના સેજ સજાવા માટે અગણિત ફૂલો મંદિરમાં આવે છે અને તે ફૂલોનો સદઉપયોગ થાય તે માટે મંદિર દ્વારા એક નવતર અભિગમ અપનાવામાં આવ્યો છે, જેમાં મંદિરમાં  આવતા ફુલોને 10 દિવસની પ્રોસેસ કર્યા બાદ તેનું ખાતર બનાવવામાં આવી રહ્યું છે અને તે જૈવિક ખાતર શ્રદ્ધાળુઓ આ ખાતર માતાજીનો પ્રસાદ સમજી ઘરઘર સુધી અને ખેતર સુધી પહોંચી રહ્યું છે
ફૂલોથી બનાવાશે જૈનિક ખાતર
આજે 21મી સદીમાં અનેક ખાતર જમીનમાં ભળી રહ્યા છે. પાકને જીવન દાન મળે છે પરંતુ પોષણ મળતું નથી અને આજે ખાતરના કારણે જમીન નષ્ટ થઇ ગઈ છે તેવામાં બહુચરાજી મંદિર દ્વારા એક નવતર પ્રયોગ હાથ ધરવામાં આવ્યો છે જેમાં આસ્થાના પ્રતીક રુપે મા બહુચરાજીને ભક્તો દ્વારા શ્રદ્ધાના ભાગ સ્વરૂપે ચડાવવામાં આવતા ફૂલોનો સદઉયોગ કરવામાં આવશે જેમાં મંદિરમાં આવતા ફૂલોને આ મશીનમાં નાખ્યા બાદ જૈવિક ખાતરમાં નાખવામાં આવતા મિનરલ્સ અને વિટામિન સહીત સુગંધને ઉમેરો કરીને તે ફૂલોનું ખાતર બનાવમાં આવી રહ્યું  એ અને તે ખાતર મંદિર પરિસરમાં ભેટ કેન્દ્ર ઉપર નજીવી કિંમતે વહેંચણ કરવામાં આવશે. 
ફૂલોનો સદપયોગ
એક તરફ આજે જમીન નષ્ટ થવાના આરે ન જાય તે માટે સરકાર દ્વારા હવે જૈવિક ખાતર જમીનમાં નાખવાની સલાહ આપવામાં આવે છે અને ખેડૂતો હવે જૈવિક ખાતરનો વપરાશ પર ભાર પણ મૂકી રહ્યા છે જેના થકી હવે આ ફૂલોમાંથી બનાવેલા અને 10 દિવસ તેને સંગ્રિહત કર્યા બાદ પોષણ આપીને ફૂલોમાંથી ખાતર હવે શ્રદ્ધાળુઓ પોતાના બગીચાના ફૂલ છોડના કુંડાઓમાં તેમજ ખેડૂતના ખેતર સુધી પોંહચશે. આજે હાજરો કિલો ફૂલોમાં બહુચરાજીના ચરણોમાં અર્પણ થાય છે તે ફૂલનો હવે સદપયોગ કરીને ખાતર બનાવીને હવે મંદિર ટેમ્પલ ટ્રસ્ટ બહુચરાજી ખાતર રૂપી સોનાને ખેડૂતના ખેતર સુધી પોંહચાડશે જે થકી હવે સોના જેવો પાક ખેતરમાં લહેરાશે। 
પવિત્ર ફૂલોમાંથી ખાતર બનશે
આજે મંદિરમાં આવતા ફૂલોમાં બહુચરાના ચરણોમાં અર્પણ થયા બાદ તે ફૂલોની પવિત્રતા જાળવવા પ્રથમ પાણીમાં વિલીન કરવામાં આવતા હતા પરંતુ હવે આ પવિત્ર ફૂલોમાંથી ખાતર તો બનશે. લોકોની આસ્થામાં બહુચરાજીમાં વધુ હોવાથી હવે તે ખાતર ખેડૂતના ખેતરમાં આવ્યા બાદ ખેતરમાં મા બહુચરાજીની હાજરી રૂપી ખેતર સોનાના ભાવે અનાજ ઉત્પન્ન કરશે અને તે ખાતર નજીવા દરે વહેંચાણે આપવામાં આવશે જેથી મંદિરને હવે નવી આવક પણ ઉભી થશે અને  મંદિરના પવિત્ર ફૂલોની સુગંધ શ્રદ્ધાળુઓ પોતાના બગીચામાં અને ખેતરમાં પણ જોવા મળશે તેમ કહીએ તો નવાઈ નહીં.

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Advertisement
Tags :
Advertisement

.